Dhanteras પર માત્ર 1 રૂપિયામાં ખરીદો Digital Gold, ઉઠાવો ફાયદો

By Gizbot Bureau
|

દિવાળીના તહેવારો શરૂ થઈ ચૂક્યા છે. પાંચ દિવસના આ તહેવારના પહેલા દિવસ એટલે કે ધનતેરસના પવિત્ર દિવસે મોટા ભાગના લોકો સોનું ખરીદતા હોય છે. આપણે સૌ લગભગ કોઈ પણ જ્વેલર્સમાં જઈને ફિઝિકલ રીતે સોનું ખરીદે છે. પરંતુ, હવે જ્યારે દુનિયા ડિજિટલ થઈ રહી છે, ભારત ડિજિટલ થઈ રહ્યું છે, ત્યારે તમે સોનું પણ ડિજિટલ રીતે ખરીદી શકો છો. સોનું આપણા દેશમાં રોકાણની સૌથી સુરક્ષિત રીત ગણાય છે. લોકોનું માનવું છે કે સોનામાં રોકેલા પૈસા સુરક્ષિત છે. તો ડિજિટલ ગોલ્ડ વધારે સિક્યોર એટલા માટે છે કે ફિઝિકલ ઘરેણાંની જેમ તેની ચોરાઈ જવાની કે ખોવાઈ જવાની શક્યતા નથી. ક્રિપ્ટો કરન્સી કરતા પણ રોકાણની રીતે આ ડિજિટલ ગોલ્ડ વધુ યોગ્ય છે. જો તમારે પણ સોનામાં પૈસા રોકવા છે, ખાસ કરીને ડિજિટલ ગોલ્ડમાં તો ધનતેરસ તેના માટેનો શ્રેષ્ઠ દિવસ છે.

Dhanteras પર માત્ર 1 રૂપિયામાં ખરીદો Digital Gold, ઉઠાવો ફાયદો

ડિજિટલ ગોલ્ડમાં રોકાણ કરવાની જુદી જુદી ઘણી રીતો છે. તમે ETF (એક્સચેન્જ ટ્રેડેડ ફંડ) ગોલ્ડ બોનસ, અને ગોલ્ડ ફંડમાં રોકાણ કરી શકો છો. આ ઉપરાંત માર્કેટમાં સોવેરિયન ગોલ્ડ બોન્ડ્ઝ પણ ઉપલબ્ધ છે, કારણ કે તેની સુરક્ષાની જવાબદારી સરકારની છે. આ ગોલ્ડ બોન્ડ્ઝમાં એક યુનિટ સોનાના એક ગ્રામ બરાબર ગણવામાં આવે છે. તમે ડિજિટલ ગોલ્ડમાં પેટીએમ, ફોન પે, ગૂગલ પે જેવી એપ્સ દ્વારા ઘરે બેઠા બેઠા પણ રોકાણ કરી શકો છો. એટલે કે તમારે ક્યાંય જવાની પણ જરૂર નથી.

કેવી રીતે કામ કરે છે?

તમારી પાસે પેટીએમ, ફોન પે અથવા ગૂગલ પે જે પણ ડિજિટલ પેમેન્ટ એપ છે, તે તમારે તમારા ફોનમાં ઓપન કરવાની છે. જો તમે બીજી કોઈ એપ યુઝ કરવા ઈચ્છો છો, તો તમે બીજી એપ દ્વારા પણ રોકાણ કરી શકો છો. આ આર્ટિકલમાં અમે તમને ડિજિટલ ગોલ્ડમાં રોકાણ કેવી રીતે કરવું તે જણાવીશું.

પેટીએમ ગોલ્ડ

પેટીએમ ગોલ્ડમાં રોકાણ કરવાની ઘટનાને ગોલ્ડ ઈન્વેસ્ટમેન્ટ સર્વિસ તરીકે ઓળખવામાં આવે છે. તમે આ વિકલ્પને પેટીએમ એપની હોમ સ્ક્રીન પર જ જોઈ શકો છો. જો અહીં તમન આ વિકલ્પ ન મળે તો તમે એપમાં મેગ્નિફાયર આઈકન પર ક્લિક કરીને પણ આ વિકલ્પને શોધી શકો છો. હવે અહીં ક્લિક કર્યા પછી આગળ તમને ફીચર્સ વાંચવા મળશે, જે બાદ તમારે પ્રોસીડ ટેબ પર ક્લિક કરવાનું છે. તમારે જેટલી રકમનું રોકાણ કરવું છે, તેટલી રકમનું અહીં તમે રોકાણ કરી શકો છો. તમે જેટલી રકમ ઈનવેસ્ટ કરશો, તે મુજબ પટીએમ સોનાની માત્રા દર્શાવશે. અહીં તમને સોનાનો લેટેસ્ટ ભાવ પણ જોવા મળશે, જે 24 કેરેટ સોનાને લાગુ પડે છે. તમે એકવાર તમારે જે રકમનું રોકાણ કરવું છે, તે ઈનપુટ કરશો, ત્યાર બાદ તમારે આ રકમની ચૂકવણી કરવાની રહેશે. પેટીએમ ગોલ્ડ તેની જાતે જ તમારો પોર્ટફોલિયો ક્રિએટ કરી દેશે. આ પોર્ટફોલિયોને તમે એપ પર જ ટ્રેક કરી શકો છો. પેટીએમ પર આ ડિજિટલ ગોલ્ડને ફિઝિકલ ગોલ્ડમાં કન્વર્ટ કરવાની પણ સુવિધા છે.

ફોન પે ડિજિટલ ગોલ્ડ

ફોન પે પર તમે સોનું અને ચાંદી બંને લેટેસ્ટ ભાવ પર ખરીદી શકો છો. ફોન પે પર ડિજિટલ ગોલ્ડની ખરીદી કરવાની સાથે સાથે ડેકોરેટેડ કોઈન્સ, જેમ કે ભગવાન ગણેશ, માં લક્ષ્મીને અંકિત કરેલા સિક્કા પણ ખરીદવાની સુવિધા છે. ફોન પે પરથી તમે સોના અને ચાંદીના બિસ્કિટ પણ ખરીદી શકો છો. ફોન પેમાં તમારે Start Accumulating Gold વિકલ્પ પર ક્લિક કરવાનું છે. અહીં ક્લિક કર્યા બાદ તમારે ડિજિટલ ગોલ્ડમા જેટલું રોકાણ કરવાનું છે, તે અમાઉન્ટ ઈનપુટ કરવી પડશે. બસ તમારું કામ થઈ ગયું, તમે જેવું પેમેન્ટ કરશો કે નક્કી કરેલું ગોલ્ડ તમારા ખાતામાં જમા થઈ જશે.

ગૂગલ પ્લે ગોલ્ડ લોકર

ગૂગલ પે ડિજિટલ ગોલ્ડ માટ ખાસ ગોલ્ડ લોકર સર્વિસ આપે છે. આ માટે તમારે એપ ઓપન કરીને બોટમ સુધી સ્ક્રોલ કરવાનું છે, જ્યાં તમને ગોલ્ડ લોકર ઓપ્શન મળશે. હવે અહીં તમને તમારો પોર્ટફોલિયો જોવા મળશે. જો તમે પહેલીવાર ગોલ્ડ ખરીદી રહ્યા છો, તો આ પોર્ટફોલિયો ખાલી હશે. અહીં ગૂગલ પે સોનાની લોટેસ્ટ કિંમત દર્શાવે છે. આ કિંમત ટેક્સ ગણીને દર્શાવવામાં આવે છે. અહીં ત જમે ગોલ્ડને સિક્કા સ્વરૂપે ખીદી શકો છો, વચી શકે છો. ગૂગલ પર ડિજિટલ ગોલ્ડ વજનના આધારે ખરીદી શકાતું નથી, પરંતુ અહીં તમે જેટલી અમાઉન્ટ ઈનપુટ કરશો, તે પ્રમાણે તમને ડિજિટલ ગોલ્ડ બતાવશે.

ધ્યાન રાખો, કે આ બધી એપ પર ડિજિટલ ગોલ્ડ ખરીદતા સમયે જુદી જુદી ઓફર્સ પણ મળે છે. સાથે જ આ બધી જ એપ્સ પરથી સોનું ખરીદવા અ વેચવા પર ટેક્સ પણ લાગે છે. ધારો કે જો તમે 100 રૂપિયાનું ડિજિટલ ગોલ્ડ ખરીદો છો અને તેને વેચો છો, તો તમને પૂરા 100 રૂપિયા પાછા નહીં મળે. યાદ રાખો કે સોનાના ભાવ રોજેરોજ બદલાય છે.

Best Mobiles in India

Read more about:
English summary
Dhanteras 2022 Buy Digital Gold at Just 1 Rupee From Payment Apps

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X