Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Laptop, Mobile થઈ રહ્યા છે ઓવરહિટ, તો આ વસ્તુઓ કામ લાગશે
ચોમાસું ક્યાંક આસપાસ છે, પરંતુ હજીય ગરમી આકરી પડી રહી છે. આપણને તો ગરમી લાગી જ રહી છે, સાથે જ ગેજેટ્સ પણ વાતાવરણે કારણે વધારે ગરમ થઈ રહ્યા છે. તમારા સ્માર્ટફોન, લેપટોપ આ જબરજસ્ત ગરમીમાં વધારે ગરમ થઈ શકે છે, જેને કારણે બ્લાસ્ટ થવાની પણ શક્યતા રહે છે. જો તમારો ફોન કે લેપટોપ વધારે પડતું ગરમ થઈ રહ્યું છે, તો તેના પર્ફોમન્સ પર પણ અસર પડી શકે છે, સાથે જ અંદરના પાર્ટ્સને પણ કાયમી નુક્સાન થઈ શકે છે.
આવી ઈલેક્ટ્રોનિક વસ્તુઓ ઠંડા રાખવા માટે, તેમને યોગ્ય રીતે ચલાવવા માટે માર્કેટમાં કેટલાક ગેજેટ્સ અવેલેબલ છે, જેનો ઉપયોગ કરી શકાય છે. આજે આ આર્ટિકલમાં અમે તમને એવા ગેજેટ્સ વિશે જણાવીશું, જે તમારા લેપટોપ અને સ્માર્ટફોનને ઠંડા રાખવામાં મદદ કરી શકે છે.

લેપટોપ માટે ખાસ ગેજેટ્સ
લેપટોપ કૂલિંગ પેડ
આ એક ક્લાસિક ઓપ્શન છે, જે તમારા લેપટોપને ડેસ્ક કરતા થોડું ઉંચુ કરીને એર ફ્લો ક્રિએટ કરે છે. ઘણા કૂલિંગ પેડ ઈન બિલ્ટ પંખા સાથે પણ આવે છે, જે લેપટોપની ગરમીને દૂર કરે છે.
વેક્યુમ કૂલર
હાર્ડકોર ગેમર્સ અથવા તો સતત લેપટોપનો ઉપયોગ કરનાર યુઝર્સ માટે વેક્યુમ કૂલર વધુ ઉપયોગી છે. આ વેક્યુમ ક્લીનર લેપટોપની અંદરનું તાપમાન ઓછું કરીને વેક્યુ ઈફેક્ટ ક્રિએટ કરે છે, જેને કારણે ડિવાઈસ વધારે પડતું હિટ નથઈ થતું.
પોર્ટેબલ લેપટોપ સ્ટેન્ડ
જેમ પંખા સાથેનું લેપટોપ કૂલર આવે છે, તે જ રીતે એક સાધારણ લેપટોપ સ્ટેન્ડ પણ આવે છે. જે લેપટોપને ટેબલ કરતા થોડું ઉંચુ રાખે છે. જેથી હવાની અવર જવર થયા કરે છે. આને કારણે લેપટોપની ગરમી બહાર નીકળવાની જગ્યા વધી જાય છે, અને ડિવાઈસ ગરમ નથી થતું.
સ્માર્ટફોન માટેના ખાસ ગેજેટ્સ
મોબાઈલ કૂલિંગ કેસ
આ એક મોબાઈલ કવર જ છે, જે એક પાતળું કેસ હોય છે. આ કેસમાં હીટ સિંક અથવા કંડક્ટિવ મટિરિયલ હોય છે, જે ફોનને ગરમ થતા અટકાવે છે.
મિની ક્લિપ – ઓન ફેન
આ નાના પણ ઉપયોગી ફેન તમારા ફોનના પાછળના ભાગમાં લાગી જાય છે, જે ફોનને ફ્રેશ એર આપ્યા કરે છે. વીડિયો કોલ કે ગેમિંગ સેશન દરમિયાન આવા ફેન તમારા ફોનને ગરમ થતા અટકાવે છે.
કૂલિંગ સ્પે
આમ તો આ લાંબા ગાળાનું સોલ્યુશન નથી, પરંતુ ઈલેક્ટ્રોનિક્સ માટે ખાસ ડિઝાઈન કરવામાં આવેલા કોમ્પ્રેશર એરને છાંટીને વધારે પડતા ગરમ થતા ફોનની ગરમી દૂર કરે છે. જો તમે આ સ્પ્રે તમારા ડિવાઈસ પર છાંટી દો છો, તો ફોન વધારે ગરમ નથી થતો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications