Dell લાવ્યું લેટેસ્ટ લેપટોપ સિરીઝ, ફીચર્સ અને કિંમત છે આકર્ષક

By Gizbot Bureau
|

ટેક કંપની Dell એ ભારતીય માર્કેટમાં નવા લેપટોપ્સની બે સિરીઝ Alienware અને Inspiron લોન્ચ કરી છે. આ બંને સિરીઝ અંતર્ગત કંપનીએ બે-બે જુદા જુદા લેપટોપ્સ Alienware m18, Alienware X16 R1, Inspiron 16 અને Inspiron 16 2 in 1 લોન્ચ કર્યા છે. Alienware m18 અને x16 R1 લેપટોપ સૌથી પહેલા CES 2023માં રજૂ કરવામાં આવ્યા હતા.

Dell લાવ્યું લેટેસ્ટ લેપટોપ સિરીઝ, ફીચર્સ અને કિંમત છે આકર્ષક

હવે કંપની આ બંને લેપટોપને લેટેસ્ટ 13th Gen Intel Core પ્રોસેસર અને NVIDIA GeFroce RTX 40 Series GPUs સાથે ભારતમાં લોન્ચ કરી રહી છે. સાથે જ Inspiron 16 સિરીઝના લેપટોપને એડવાન્સ ડિઝાઈન સાથે લોન્ચ કરવામાં આવ્યું છે. ચાલો ડિટેઈલમાં જાણીએ આ લેપટોપ્સના સ્પેસિફિકેશન્સ અને ફીચર્સ વિશે.

Dell Alienware m18 અને x16 R1ના સ્પેસિફિકેશન્સ

Dell Alienware m18 અને x16 R1 બંને ગેમિંગને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા છે. યુઝર્સના ગેમિંગ એક્સપીરિયન્સને શાનદાર બનાવવા માટે આ બંને લેપટોપમાં 13th Gen Intel Core પ્રોસેસર અને NVIDIA GeFroce RTX 40 Series GPUs મૂકવામાં આવ્યા છે. પ્રોસેસર ઉપરાંત આ લેપટોપ્સની ડિઝાઈન પણ ખૂબ જ સારી છે. આ લેપટોપ Legend 3.0 ડિઝાઈન સાથે લોન્ચ કરવામાં આયા છે, જેને કારણએ લેટપોપને પકડવા અને ઓપન કરવા વધારે સરળ બન્યા છે.

Alienware m18માં 165Hz (QHD) રિફ્રેશ રેટ ધરાવતી ડિસ્પ્લે આપવામાં આવી છે. આ લેપટોપ 9 ટીબી સ્ટોરેજ કેપેસિટી ધરાવે છે.

Inspiron 16 અને Inspiron 16 2-in-1ના ફીચર્સ

Inspiron 16 અને Inspiron 16 2-in-1 વિશે વાત કરીએ તો આ બંને લેપટોપ વધારે સારા પર્ફોમન્સ, મલ્ટીટાસ્કિંગને વધારે એફિશિયન્ટ બનાવવા અને વ્યુઈંગ એક્સપીરિયન્સને વધુ સારો કરવા માટે લોન્ચ કરવામાં આવ્યા છે. આ લેપટોપ 13th Gen Intel CoreTM પ્રોસેસરથી સજ્જ છે, જેમાં 16:10 એસ્પેક્ટ રેશિયોવાળી સ્ક્રીન આપવામાં આવી છે. એટલે કે આ લેપટોપમાં મૂવી-વેબસિરીઝ કે વીડિયો જોવાનો આનંદ વધી જશે.

Inspiron 16 માં અપ-ફાયરિંગ સ્પીકર અને Inspiron 16 2-in-1માં 2 ફ્રંટ ફાયરિંગ ટેક્નોલોજી ધરાવતા ઈનોવેટેડ ક્વોડ સ્પીકર, ડોલ્બી એટમોસ સ્પેશિયલ ઓડિયોની સાથે સાથે ફૂલ HD રિઝોલ્યુશન ધરાવતો કેમેરા આપવામાં આવ્યો છે. આ લેપટોપમાં 13TH Gen Intel Core પ્રોસેસર અને Wifi6e આપવામાં આવ્યું છે. સાથે જ તેમાં LPDDR5 મેમરી મળે છે. લેપટોપમાં Inspiron 16 2-in-1 લેટપોપ 4K Ultra HD+ ડિસ્પ્લે મળી રહી છે.

જાણો બધા જ લેટેસ્ટ લેપટોપની કિંમત

Alienware m18ની કિંમત કંપનીએ 3,59,990 રૂપિયા નક્કી કરી છે. તો Alienware x16 R1ની કંપનીએ ભારતમાં 2,79,990 રૂપિયાની શરૂઆતની કિંમતે લોન્ચ કર્યું છે. Inspiron 16ની વાત કરીએ તો તેની કિંમત ડેલ દ્વારા માત્ર 77,990 રૂપિયા રાખવામાં આવી છે. જ્યારે Inspiron 16 2-in-1ની શરૂઆતની કિંમત માત્ર 96,990 રૂપિયા છે.

Alienware ડિવાઈસની ખરીદી યુઝર્સ ડેલની સત્તાવાર વેબસાઈટ પરથી 21 એપ્રિલના રોજથી કરી શક્શે. જ્યારે Inspironનું વેચાણ 14 એપ્રિલથી ડેલ એક્સ્લુઝિવ સ્ટોર્સ અને આઉટલેટ પર શરૂ થશે.

Best Mobiles in India

English summary
Dell launched new laptop series in India

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X