જો તમારી પાસે આ કંપનીનું લેપટોપ છે, તો સાચવજો, લીક થઈ શકે છે ડેટા

By Gizbot Bureau
|

જો તમે ડેલ કંપનીનું લેપટોપ વાપરી રહ્યા છો, તો તમારી પ્રાઈવસી અને સિક્યોરિટીને લઈને થોડા સાવચેત રહેવાની જરૂર છે. કારણ કે તાજેતરાં જ ડેલ ટેક્નોલોજીઝ દ્વારા કહેવામાં આવ્યું છે કે કંપની મોટા પ્રમાણમાં ડેટા બ્રીચની સમસ્યાનો સામનો કરી રહી છે. આ ડેટા બ્રીચમાં બધા જ યુઝર્સની પર્સનલ માહિતી લીક થઈ ગઈ છે. જેમાં યુઝર્સના નામ સહિત ઘણી એવી માહિતી હતી, જે સેન્સિટિવ હતી. ચાલો જાણીએ કે આ ડેટા બ્રીચ શું છે અને તેનાથી બચવાની સેફ્ટી ટિપ્સ કઈ રહી છે.

જો તમારી પાસે આ કંપનીનું લેપટોપ છે, તો સાચવજો, લીક થઈ શકે છે ડેટા

શું છે ડેલ ડેટા બ્રીચ?

આ ડેટા બ્રીચ વિશે ખુદ ડેલ કંપનીએ માહિતી આપી છે. આ પોસ્ટમાં કંપનીએ કહ્યું છે કે ડેલ ટેક્નોલોજીઝ તમારી પ્રાઈવસી અને કોન્ફિડેન્શિયલ માહિતીને ગંભીરતાથી જાળવે છે. અમે આ ડેટા બ્રીચ વિશે તપાસ કરી રહ્યા છીએ, જેમાં ડેલમાંથી ખરીદી કરવાથી લઈને બીજી કેટલીક ગ્રાહકોની માહિતી સાથેનો ડેટાબેઝ સામેલ છે.

કંપનીનું માનવું છે કે આ જે પ્રકારની ડેટા બ્રીચ થઈ છે તે જોતા ગ્રાહકોને ખાસ કોઈ જોખમ નથી. તેમ છતાંય ગ્રાહકોએ કેટલીક બાબતોએ સાવચેત રહેવું જરૂરી છે.

કંપનીએ તપાસ શરૂ કરી

આ ડેટા બ્રીચ મામલે કંપની તપાસ કરી રહી છે. કંપનીનું કહેવું છે કે જેવું અમને આ ડેટા બ્રીચ વિશે ખબર પડી કે તરત જ અમે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. બ્રીચને રોકવા માટે અમે આકરા પગલાં પણલ ધા છે. આ મામલે લો એન્ફોર્સમેન્ટ એજન્સીને પણ માહિતી આપી દેવાઈ છે. સાથે જ કંપનીએ આ મામલાની તપાસ માટે એક થર્ડ પાર્ટી ફોરેન્સિક ફર્મને પણ જવાબદારી સોંપી છે. અમે યુઝર્સની સિક્યોરિટીના ડેટાનું ધ્યાન રાખવા માટે કટિબદ્ધ છીએ.

યુઝર્સે શું સાવચેતી રાખવી?

મજબૂત પાસવર્ડ

કંપનીનું કહેવું છે કે આ ડેટા બ્રીચ મામલે પોતાની જાતને સેફ રાખવા માટે હંમેશા મજબૂત પાસવર્ડ રાખો. પાસવર્ડમાં નંબર, લેટર્સ અને સ્પેશિયલ કેરેક્ટર્સનો ઉપયોગ કરવો જોઈએ. આ ઉપરાંત એક જ પાસવર્ડ દરેક જગ્યાએ ન વાપરો. દરેક પ્લેટફોર્મ માટે અલગ અલગ પાસવર્ડ એક્સેસ કરો.

ડેલને રિપોર્ટ કરો

કંપનીનું કહેવું છે કે જો યુઝર્સને કોઈ પણ શંકાસ્પદ એક્ટિવિટી દેખાય તો તેમણે [email protected] પર ફરિયાદ કરવી જોઈએ.

માલવેરની એન્ટ્રી

જો યુઝર્સ ખોટી જગ્યાએથી એપ ઈન્સ્ટોલ કરી લે છે. તો તેમાંથી ડિવાઈસમાં માલવેરની એન્ટ્રી થઈ શકે છે. જેને કારણે ડેટા લીક થવાનો ખતરો રહે છે. એટલે સત્તાવાર જગ્યાએથી જ એપ્સ ડાઉનલોડ કરવી જોઈએ.

Best Mobiles in India

English summary
Dell data breach company confirms how to Stay Secure

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X