ડાર્ક વેબ પર તો નથી વેચાઈ રહ્યો ને તમારો પર્સનલ ડેટા? ચેક કરવાની સિમ્પલ રીત

By Gizbot Bureau
|

શોપિંગ કરવાનું હોય, કેબ બુક કરવાની હોય, પેમેન્ટ કરવાનું હોય કે પછી ફૂડ ઓર્ડર કરવાનું હોય અથવા તો રિચાર્જ કરવાનું હોય. દરેક કામ કરવા માટે તમારી પાસે એપ હાજરા હજુર છે. પ્લે સ્ટોર પર એવી લાખો એપ્સ છે, જેને તમે જુદા જુદા કામ માટે યુઝ કરો છો. આ એપ્સને વધારે સારી સર્વિસ આપવા માટે યુઝરની પર્સનલ ડિટેઈલ્સ જોઈતી હોય છે, જેમ કે તમારું નામ, એડ્રેસ, ફોન નંબર, ઈમેઈલ એડ્રેસ અને જન્મતારીખ સહિતની માહિતી. કેટલી કકંપનીઓ પોતાના ગ્રાહકોનો આ પર્સનલ ડેટા પોતાના સર્વર પર સ્ટોર કરે છે.

ડાર્ક વેબ પર તો નથી વેચાઈ રહ્યો ને તમારો પર્સનલ ડેટા?

સાઈબર ગુનેગારો આ સર્વર પરથી જ ડેટા ચોરવાની કોશિશ કરતા હોય છે, જેથી તેઓ આ ડેટાને ડાર્ક વેબ પર વેચી શકે. ઘણીવાર તેઓ સર્વર હેક કરવામાં સફળ થાય છે. આ ઉપરાંત ઘણી કંપનીઓને પણ પોતાની પ્રોડક્ટ અને સર્વિસ લોકો સુધી પહોંચાડવા માટે ડેટાની જરૂર પડે છે, એટલે તેઓ ડાર્ક વેબ પરથી ડેટા ખીદે છે.

હાલ ભારતમાં પર્સનલ ડેટાની સુરક્ષા માટે કંપનીઓને જવાબદાર ઠેરવવા માટે કોઈ કાયોદ નથી. એટલે તમારો પર્સનલ ડેટા ડાર્ક વેબ પર હોવાની ઘણી બધી શક્યતાઓ છે. જો તમને વારંવાર સ્પામ કોલ આવી રહ્યા છે, અને તમે વિચારી રહ્યા છો કે કંપની પાસે તમારો નંબર ક્યાંથી આવ્યો, તો તમે ગૂગલના ડાર્ક વેબ રિપોર્ટનો ઉપયોગ કરીને ચેક કરી શકો છો કે તમારો ડેટા ડાર્ક વેબ પર છે કે નહીં.

ગૂગલનો ડાર્ક વેબ રિપોર્ટ તમારી પર્સનલ માહિતી શોધવા માટે ડાર્ક વેબને સ્કેન કરે છે, અને તમને સંભવિત સોર્સ દર્શાવે છે, જ્યાંથી તમારો ડેટા લીક થવાની શક્યતા હોય. અહીં અમે તમને એ જણાવીશું કે તમે ડાર્ક વેબનો ઉપયોગ કરીને પર્સનલ ડિટેઈલ કેવી રીતે ચેક કરી શકો છો.

ધ્યાન આપો કે આ ફીચરનો યુઝ કરવા માટે તમારા ગૂગલ અકાઉન્ટમાં લોગ ઈન કરેલું હોવું જરૂરી છે.

1. સૌથી પહેલા Google One એપમાં સાઈન ઈન કરો અને પછી ગૂગલ સર્ચ પર જઈને Google One Dark Web Report સર્ચ કરો.

2. હવે One.google.com પર જાવ અને ઈમેઈલ આઈડી અને પાસવર્ડ નાખીને સાઈન ઈન કરો.

3. હવે ડાર્ક વેબ રિપોર્ટની અંદર Try Now પર ક્લિક કરો.

4. બાદમાં Run Scan પર ક્લિક કરો.

5. જો ગૂગલને ડાર્ક વેબ પર તમારી માહિતી મળશે, તો તે ડેટા બ્રીચના સંભવિત સોર્સ ચેક કરશે, તેના માટે તમારે view all results પર ક્લિક કરવાનું છે.

Best Mobiles in India

English summary
Dark web data check if your personal info is available

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X