કોવીડ19 ની વેક્સીન કઈ રીતે રજીસ્ટ્રેશન કરાવવું

By Gizbot Bureau
|

ભારત ની અંદર કોરોના વાઇરસ ની મહામારી ખુબ જ ઝડપ થી વધી રહી છે. અલગભાગ દરરોજ ના 3 લાખ કેસ આવી રહ્યા છે. અને આ મહામારી ની અંદર કેસ અટકી શકે તેના માટે ભારત સરકાર દ્વારા હવે 18 વર્ષ અથવા તેના કરતા ઉપર ના બધા જ લોકો ને વેક્સીન આપવા નો નિર્યણ કરવા માં આવ્યો છે. જેનો અર્થ એ થાય છે કે હવે તમે વેક્સીન તેના માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન તમે અત્યાર થી કરાવી શકો છો. અને જો તમે વિચારી રહ્યા હોવ કે તમે કઈ રીતે આ વેક્સીન માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી શકો છો તો તેના વિષે ની સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ નીચે આપવા માં આવેલ છે.

કોવીડ19 ની વેક્સીન કઈ રીતે રજીસ્ટ્રેશન કરાવવું

આ વેક્સીન માટે તમે બે રીતે રજીસ્ટ્રેશન કરાવી શકો છો. તમે કોવીન વેબસાઈટ અથવા આરોગ્ય સેતુ એપ પર થી કોરોના વાઇરસ ની વેક્સીન માટે રજીસ્ટ્રેશન કરાવી શકો છો.

કોવીડ19 વેક્સીન ના રજીસ્ટ્રેશન માટે તમારે નીચે ની વસ્તુઓ ની જરૂર પડશે.

- એક્ટિવ મોબાઈલ નંબર એસએમએસ સર્વિસ ની સાથે

- ચાલુ ઇન્ટરનેટ કનેક્શન

- કોઈ પણ ડોક્યુમેન્ટ આઈડી પ્રુફ જેવું કે, આધાર કાર્ડ, પણ કાર્ડ, ડ્રાઈવિંગ લાઇસન્સ, વોટર્સ આઈડી કાર્ડ, પાસપોર્ટ, વગેરે.

કોવીન વેબસાઈટ નો ઉપીયોગ કઈ રીતે કરવો

- સૌથી પહેલા કોવીન વેબસાઈટ પર રજીસ્ટર થાવ

સૌથી પહેલા તમારે કોવીન વેબસાઈટ www.cowin.gov.in પર રજીસ્ટર થવું પડશે. તેના માટે તમારે એક એક્ટિવ મોબાઈલ નંબર એન્ટર કરવો પડશે ત્યાર પછી જે ઓટીપી આવે તેને એન્ટર કરી અને વેરીફાય કરવા નો રહેશે.

- ત્યાર પછી અપોઈન્ટમેન્ટ બુક કરવા માટે તમારે વેક્સીન માટે રજીસ્ટ્રેશન કરાવવું પડશે.

જેવું તમે કોવીન વેબસાઈટ પર રજીસ્ટર થશો ત્યાર પછી તમને તરત જ વેક્સીન રજીસ્ટ્રેશન પેજ પર લઇ જવા માં આવશે. ત્યાર પછી બધી જ જરૂરી વિગતો જેવી કે, નામ, ફોટો આઈડી પ્રુફ ની વિગતો જન્મ તારીખ વગેરે જેવી વિગતો ભરી અને રજીસ્ટ્રેશન કરવા નું રહેશે. ત્યાર પછી તમને રજીસ્ટ્રેશન ની વિગતો નો એક એસએમએસ મોકલવા માં આવશે.

- હવે તમારે તમારી નજીક ના વેક્સિનેશન સેન્ટર ની સાથે એપોઇન્ટમેન્ટ બુક કરવા ની રહેશે.

ત્યાર પછી શેડ્યુઅલ બટન પર ક્લિક કરો, ત્યાર પછી તમારી નજીક ના વેક્સિનેશન સેન્ટર વિષે જાણવા માટે પિન કોડ અથવા ડીસ્ટ્રીકટ એન્ટર કરો. ત્યાર પછી તમે જે વેક્સિનેશન સેન્ટર પર જવા માંગતા હોવ તેને પસન્દ કરી અને તારીખ પસન્દ કરો જેથી તમને ઉપલબ્ધતા વિષે જણાવવા માં આવશે. ત્યાર પછી ના પેજ પર ટાઈમ સ્લોટ ને પસન્દ કરી અને કન્ફ્રર્મ બટન પર ક્લિક કરો.

તમે એક ફોન નંબર પર થી 4 લોકો માટે રજીસ્ટ્રેશન કરાવી શકો છો અને તેમના માટે એઓઈન્ટમેન્ટ બુક કરાવી શકો છો.

આરોગ્ય સેતુ એપ ની મદદ થી વેક્સીન માટે રજીસ્ટ્રેશન કરવો

- તમે આરોગ્ય સેતુ એપ ની મદદ થી પણ વેક્સીન માટે રજીસ્ટ્રેશન કરાવી શકો છો

આરોગ્ય સેતુ એપ ની મદદ થી વેક્સીન માટે રજીસ્ટ્રેશન કરાવવા માટે સૌથી પહેલા તમારે આરોગ્ય સેતુ એપ ની અંદર તમારા મોબાઈલ નંબર અને ઓટીપી ની સાથે રજીસ્ટર થવું પડશે. અને એપ ને તેના લેટેસ્ટ વરઝ્ન પર અપડેટ પણ કરવી જરૂરી છે.

- વેક્સીન માટે રજીસ્ટર થવા માટે વેક્સિનેશન સેન્ટર પર ક્લિક કરો

વેક્સિનેશન સેન્ટર પર ક્લિક કરી અને તમારા મોબાઈલ નંબર અને ઓટીપી ની સાથે વેક્સીન માટે રજીસ્ટ્રેશન કરાવવા નું રહેશે.

- એપ ની અંદર વેક્સીન રજીસ્ટ્રેશન ફોર્મ ભરો

ત્યાર પછી તમારે ફોર્મ ની અંદર વિગતો ભરવા ની રહેશે જેવી કે ફોટો આઈડી ટાઈપ, ફોટો આઈડી નંબર, નામ, જન્મ તારીખ, વગેરે જેવી વિગતો ભરવા ની રહેશે. અને ત્યાર પછી સબમિટ બટન પર ક્લિક કરો.

- તમે એક મોબાઈલ નંબર પર 4 લોકો માટે વેક્સીન નું રજીસ્ટ્રેશન કરાવી શકો છો.

ત્યાર પછી ના પેજ પર તમને તમારા નામ ની સાથે નોટ વેક્સીનેટેડ બતાવવા માં આવશે. અને તમને ક્લિક હીઅર ટુ એડ પીપલ નું બટન પણ જોવા મળશે જેના પર ક્લિક કરી અને તમે વધુ 4 લોકો માટે વેક્સીન રજીસ્ટ્રેશન કરાવી શકો છો. તમારે બધા જ ચારેય લોકો માટે જેના માટે તમે રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છો તેના માટે સરકારી આઈડી પ્રુફ ની જરૂર પડશે.

- બધા જ લોકો માટે એકસાથે એપોઇન્ટમેન્ટ બુક કરો અથવા અલગ અલગ પણ કરાવી શકાય છે.

બધા જ લોકો માટે એકસાથે એપોઇન્ટમેન્ટ ને બુક કરવા માટે બધા જ લોકો ને પસન્દ કરી અને નીચે આપેલા બટન શેડ્યુઅલ વેક્સિનેશન બટન પર ક્લિક કરો. અને અલગ અલગ એપોઇન્ટમેન્ટ ને શેડ્યુઅલ કરવા માટે નામ ની બાજુ માં આપેલા કેલેન્ડર ના આઇકોન પર ક્લિક કરો.

ત્યાર પછી પિન કોડ અને તારીખ એન્ટર કરો. અને અહીં તમને ફ્રી અને પેઈડ બંને પ્રકાર ની વેક્સિનેશન માટે ના વિકલ્પ આપવા માં આવશે. અને ત્યાર પછી ફાઈન્ડ વેક્સિનેશન સેન્ટર ના વિકલ્પ પર ક્લિક કરો.

- વેક્સીન સેન્ટર ને પસન્દ કરી અને અવેલેબિલીટી ને ચેક કરો

અને ત્યાર પછી ડ્રોપ ડાઉન મેનુ માંથી વેક્સિનેશન સેન્ટર ને પસન્દ કરી અને ચેક અવેલેબિલીટી ના વિકલ્પ પર ક્લિક કરો. ત્યાર પછી તમારી સામે એક ટાઈમ અને ઉપલબ્ધતા નો વિભાગ આવશે. અને ત્યાર પછી જેતે ટાઈમ સ્લોટ ને પસન્દ કરી અને પ્રોસીડ બટન પર ક્લિક કરી અને વેક્સીન માટે રજીસ્ટ્રેશન કરવો.

આરોગ્ય સેતુ એપ ની મદદ થી વેક્સીન સર્ટિફિકેટ ને ડાઉનલોડ કરો

આરોગ્ય સેતુ એપ ને ઓપન કરી અને કોવીન ટેબ પર જાવ. અને ત્યાર પછી વેક્સીન રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ વિકલ્પ ને પસન્દ કરો. અને ત્યાર પછી રેફ્રન્સ નંબર એન્ટર કરી અને ગેટ સર્ટિફિકેટ ના બટન પર ક્લિક કરો. અને ત્યાર પછી તમારા સ્માર્ટફોન પર સર્ટિફિકેટ ડાઉનલોડ થઇ જશે.

કોવીન વેબસાઈટ ની મદદ થી વેક્સીન સર્ટિફિકેટ ડાઉનલોડ કરો.

'https://selfregistration.cowin.gov.in/vaccination-certificate' વેબસાઈટ ને કોઈ પણ બ્રાઉઝર પર થી ઓપન કરો. અને ટાર પછી રેફ્રન્સ આઈડી એન્ટર કરી અને સર્ચ બટન પર ક્લિક કરી અને સર્ટિફિકેટ ને ડાઉનલોડ કરો.

Best Mobiles in India

Read more about:
English summary
COVID-19 Vaccine For 18 Years And Above: Steps To Register

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X