વોટ્સએપ પર તમારી નજીક ના વેક્સિનેશન સેન્ટર ને શોધો

By Gizbot Bureau
|

માય ગવર્નમેન્ટ કોરોના હેલ્પ ડેસ્ક જે વોટ્સએપ પર છે હવે તેની મદદ થી તમે તમારી નજીક ના વેક્સિનેશન સેન્ટર ને પણ શોધી શકો છો. જેના વિષે માય ગવર્નમેન્ટ ઇન્ડિયા દ્વારા એક ટ્વીટ કરી અને જણાવવા માં આવ્યું હતું કે વોટ્સએપ પર 'નમસ્તે' ટાઈપ કરી અને 9013151515 પર મોકલવા નું રહેશે.

વોટ્સએપ પર તમારી નજીક ના વેક્સિનેશન સેન્ટર ને શોધો

ત્યાર બાદ ચેટબોટ દ્વારા એક ઓટોમેટેડ રિસ્પોન્સ આપવા માં આવશે. અને ત્યાર પછી તમારી નજીક ના વેક્સિનેશન સ્નેત્ર વિષે જાણવા માટે યુઝર્સે તેમના 6 ડિજિટ ના પિન કોડ ને એન્ટર કરવા નો રહેશે.

અને ત્યાર બાદ વેક્સિનેશન સેન્ટર ના લિસ્ટ ની સાથે રિસ્પોન્સ મેસેજ ની અંદર કોવીન વેબસાઈટ ની અંદર વેક્સીન ના રજીસ્ટ્રેશન માટે ની લિંક પણ આપવા માં આવશે. પ્રથમ મેં થી ભારત ની અંદર દરેક તે વ્યક્તિ કે જે 18 વર્ષ અથવા તેના કરતા ઉપર ના વય ના છે તેઓ વેક્સીન મેળવી શકશે. અને આ વેક્સીન માટે કોવીન વેબસાઈટ, આરોગ્ય સેતુ એપ, અને ઉમંગ એપ ની અંદર થી કરી શકાય છે.

અને આ જે વોટ્સએપ ની અંદર હેલ્પડેસ્ક છે તે બંને હિન્દી અને અંગ્રેજી ભાષા ને સપોર્ટ કરે છે. જોકે તેની અંદર ડિફોલ્ટ ભાષા ને અંગ્રેજી રાખવા માં આવેલ છે જેને તમે હિન્દી લખી અને મોકલી અને બદલી શકો છો.

માય ગવર્નમેન્ટ ઇન્ડિયા દ્વારા ટ્વીટર પર જાહેરાત કરતા જણાવવા માં આવ્યું હતું કે, તમારા નજીક ના વેક્સિનેશન સેન્ટર ને અહીં થી શોધો. માય ગવર્નમેન્ટ કોરોના હેલ્પડેસ્ક ચેટબોટ ની સાથે, જેના માટે તમારે માત્ર 'નમસ્તે ' ટાઈપ કરી અને 9013151515 પર મોકલવા નું રહેશે, અથવા https://api.whatsapp.com/send/?phone=919013151515&text=Hi&app_absent=0 લિંક પર ક્લિક કરો. પ્રિપેર ડોન્ટ પેનિક.

ભારત સરકાર દ્વારા આ માય ગવર્નમેન્ટ કોરોના હેલ્પડેસ્ક ને વર્ષ 2020 ની અંદર માર્ચ મહિના માં બનાવવા માં આવ્યું હતું. આ હેલ્પડેસ્ક દ્વારા યુઝર્સ ની કોરોના વાઇરસ ને લગતી સમસ્યાઓ ને જલ્દી થી જલ્દી પુરી કરવા માં આવે છે. અને આ સર્વિસ ને બધા જ વોટ્સએપ યુઝર્સ માટે ફ્રી માં ઉપલબ્ધ કરવા માં આવેલ છે.

Best Mobiles in India

Read more about:
English summary
COVID-19 Vaccine Center: Use WhatsApp To Find Nearest Vaccine Center

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X