આ એપ્સ તમને લોકડાઉન દરમ્યન વર્કઆઉટ માં મદદ કરશે

By Gizbot Bureau
|

લોકડાઉન ને કારણે જિમ અને બીજા બધા ફિટનેસ સેન્ટર ને પબ્લિક માટે બંધ કરી દેવા માં આવ્યા છે અને લોકો પોતાના ઘરે થી જ વર્કઆઉટ કરવા માટે જણાવવા માં આવી રહ્યું છે. પરંતુ ઘરે વર્ક આઉટ કરવું એટલું સરળ નથી કેમ કે તમારી પાસે તે સાધનો હોવા જરૂરી છે અને જિમ અથવા યોગા સેન્ટર ની અંદર જે પ્રકારે કોચ દ્વારા ગાઈડન્સ આપવા માં આવતું હોઈ તે પણ ઘરે મળતું નથી હોતું. પરંતુ એન્ડ્રોઇડ અને આઇઓએસ પર ઘણી બધી એવી એપ્સ ઉપલબ્ધ છે કે જે તમને ઘરે થી વર્કઆઉટ કરવા માં મદદ કરી શકે છે.

આ એપ્સ તમને લોકડાઉન દરમ્યન વર્કઆઉટ માં મદદ કરશે

આ પ્રકાર ની એપ ની અંદર ઘરે વર્ક આઉટ કરવા માટે અલગ અલગ કેટેગરી અનુસાર પસન્દગી કરવા ની અનુમતિ આપવા માં આવે છે જેની અંદર વજન અનુસાર અથવા સ્ટ્રેચિંગ માટે એમ વગેરે રેઈટ પ્રોગ્રામ આપવા માં આવે છે અને માત્ર તેલતું જ નહીં પરંતુ યુઝર્સ પોતાના પ્રોગ્રેસ ને પોતાના સ્માર્ટફોન પર જ નોટિસ પણ કરી શકે છે. અને આ એપ ને વધુ અસરકાર બનાવવા માટે તેની અંદર ઓડીઓ અને વિડિઓ ને પણ ઉમેરવા માં આવે છે જેઠ લોકો ને વધુ સરળતા રહે.

ફિટબીટ કોચ

આ સૌથી વધુ વરસ્ટાઈલ ફિટનેસ એપ છે. જેની અંદર ઘણા બધા પ્રોફેશનલ દ્વારા ફ્રી ટ્રેનિંગ આપવા માં આવે છે અને તેના માટે તમારે ફિટબીટ ના ડીવાઈસ ની જરૂર પડતી નથી. અને કોઈ એક ચોક્કસ કસરત કઈ રીતે કરવી તેની સરખી સમજ આપવા માટે તેની અંદર વિડિઓ ટ્યુટોરીઅલ પણ આપવા માં આવે છે.

પુમાટ્રેક

આ એપ ની અંદર યુઝર્સ ને કોઈ પણ સાધન ની જરૂર પડતી નથી અને તેની અંદર 100 કરતા પણ વધી વર્કઆઉટ પ્રોગ્રામ નો સમાવેશ કરવા માં આવેલ છે જેની અંદર યોગ, રનિંગ, સ્ટ્રેચિંગ, બોક્સિંગ, વગેરે નો સમાવેશ કરવા માં આવે છે. અને સાથે સાથે તેની અંદર બીજા પણ ઘણા બધા ફીચર્સ આપવા માં આવે છે જેવા કે વર્કઆઉટ શેડ્યુઅલ, પ્રોગ્રેસ ટ્રેક, કરવો અને પ્રખ્યાત મ્યુઝિક સ્ટ્રીમિંગ એપ નું એક્સેસ પણ આપવા માં આવે છે. અને સાથે સાથે તેની અંદર એક બિલ્ટ ઈન કમ્યુનિટી પણ છે જેથી એકબીજા ને લોકો વર્કઆઉટ કરવા માટે પ્રોત્સાહન પણ આપી શકે.

નાઈક ટ્રેનિંગ ક્લબ

આ ફિટનેસ એપ ની અંદર સૌથી વધુ ફીચર્સ આપવા માં આવે છે. અને તેની અંદર 185 કરતા પણ વધુ વર્કઆઉટ આપવા માં આવ્યા છે જેથી તમારી સ્ટ્રેન્થ, એન્ડયોરન્સ, મોબિલિટી, અને યોગા ની અંદર વધારો કરી શકાય. અને આ એપ ને બંને એન્ડ્રોઇડ અને આઇઓએસ પર ઉપલબ્ધ કરવા માં આવેલ છે.

ડીકેથલોન કોચ

પ્રખ્યાત સ્પોર્ટ્સ એપેરલ સ્ટોર ની એક ફિટનેસ એપ પણ છે જેની અંદર તેઓ યુઝર્સ ને ઘણી બધી બોડી વેઈટ ટ્રેનિંગ અને સ્ટ્રેચિંગ માટે ની કસરત આપે છે. અને હાલ્ફ મેરેથોન માટે તેની અંદર ઘણા બધા અલગ અલગ રનિંગ પ્રોગ્રામ પણ આપવા માં આવ્યા છે. અને વધુ સારા વર્કઆઉટ સજેશન અને ગોળ ને સેટ કરવા માટે તેની અંદર પ્રોફેશનલ દ્વારા ફ્રી એડવાઈઝ પણ આપવા માં આવે છે.

એડિડાસ ટ્રેનિંગ

આ સૂચિ ની અંદર જેટલી એપ નો સમાવેશ કરવા માં આવેલ છે તેની અંદર થી આ એપ સૌથી વધુ અલગ છે કેમ કે બાકી ની બધી જ એપ ની અંદર પેહલા થી નક્કી કરેલા વર્કઆઉટ આપવા માં આવે છે પરંતુ આ એપ ની અંદર યુઝર્સ પોતાના માટે અલગ વર્કઆઉટ બનાવી શકે છે. દા.ત. તેની અંદર યુઝર્સ ને ક્યાં વર્કઆઉટ ને તેઓ કરવા માંગે છે અથવા ક્યાં મસલ ના ગ્રુપ ને તેઓ ટાર્ગેટ કરવા માંગે છે તેના વિશે પસન્દગી કરવા ની અનુમતિ આપવા માં આવે છે. અને પર્સનાલિઝડ પ્લાન માટે યુઝર્સ ડ્યુરેશન ને પણ નક્કી કરી શકે છે.

Best Mobiles in India

Read more about:
English summary
Coronavirus Lockdown: Workout At Home With These Apps

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X