ઘરેથી કામ કરતી વખતે સોશિયલ મીડિયા પર આ ભૂલો કરવી અઘરી પડી શકે છે

By Gizbot Bureau
|

કોરોના વાયરસ ની સામે લડવા માટે આજે જ્યારે આખા દેશની અંદર લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે ભારતની મોટા ભાગના લોકો દ્વારા ઘરેથી કામ કરવામાં આવી રહ્યું છે. અને આજે જ્યારે છેલ્લા ઘણા સમયથી લોકો દ્વારા ઘરેથી કામ કરવામાં આવી રહ્યું છે ત્યારે એક વાતની ખાસ યાદ રાખવી જોઈએ કે તમે ઘરેથી કામ કરી રહ્યા હો કે ઓફિસથી કામ કરી રહ્યા હો ડિસિપ્લિન તેટલી જ હોવી ખૂબ જરૂરી છે.

ઘરેથી કામ કરતી વખતે સોશિયલ મીડિયા પર આ ભૂલો કરવી અઘરી પડી શકે છે

અને ઘરની અંદર વધુ કમ્ફર્ટેબલ હોવાને કારણે સોશિયલ મીડિયા ની અંદર તમારો વધુ સમય ચાલ્યો જાય તેના પણ ચાન્સ ખૂબ જ વધારે હોય છે. અને સોશિયલ મીડિયાનો થોડો ઘણો ઉપયોગ કરવો પણ વ્યાજબી છે પરંતુ જો આ સમય દરમિયાન તમે ઘરેથી સોશિયલ મીડિયા પર અમુક ભૂલો કરશો તો તેને કારણે તમને તકલીફ થઈ શકે છે.

તમારા ઘરના વર્ષ સ્ટેશનને સોશિયલ મીડિયા પર શેર કરવાથી તમને તકલીફ થઈ શકે છે કેમ કે મોટા ભાગના એમ્પ્લોયર ની એવી ખૂબ જ કડક પોલિસી હોય છે કે તેમના ઓફિસના કામને અથવા તેમની ઓફિસમાં સિસ્ટમને પબ્લિક જાહેર કરી શકાય નહીં.

અને જ્યારે સોશિયલ મીડિયા ની અંદર તમે કોઈ કમેન્ટ માં અથવા કોઈ ચેટીંગ ની અંદર તમારા કામ વિશે વાત કરી રહ્યા હો અને તેના વિશે જો મજાક કરી રહ્યા હો તો તે પણ તમને ભારી પડી શકે છે.

અને ઑફીસને લગતી પાછી તમારે અમુક ખૂબ જ ઓછા લોકો સાથે કરવી જોઈએ કેમકે તેને પબ્લિક કરવાને કારણે તેની અંદર ખોટું એટેન્શન મળી શકે છે.

તમારા એમ્પ્લોયર માટે તમને સોશિયલ મીડિયા પર શોધવા એક ખૂબ જ સરળ વાત છે જેથી સોશિયલ મીડિયા પર કોઈપણ વસ્તુ પોસ્ટ કરતી વખતે તમારે ખૂબ જ કાળજી રાખવી જોઈએ ખરાબ શબ્દો અથવા ખરાબ ભાષાનો ઉપયોગ કરવાને કારણે તમને તકલીફ પહોંચી શકે છે.

ખોટી માહિતી અથવા ખોટા સમાચાર અથવા અફવા ફેલાવવા થી પણ તમને ખૂબ જ મોટી તકલીફ થઈ શકે છે અને તમારી ધરપકડ પણ કરવામાં આવી શકે છે.

તમારી કંપનીની પોલીસી વેચાણ દ્વારા મોકલવામાં આવેલા ઈમેલ અથવા કોઈપણ ઓફિશિયલ માહિતીને સોશિયલ મીડિયા પર જાહેર કરવી નહીં.

કોરોના વાયરસ ને લગતા કોઈપણ વિડિયોઝ કે બીજી કોઈપણ માહિતી ફેસબુક અથવા ટ્વીટર પર શેર કરવી નહીં.

સોશિયલ મીડિયા પર ક્યારેય બબલી તમારા બોસ અથવા તમારા કરીને અથવા તમારી કંપનીની પોલીસી ને જાહેરમાં તેના પર ટીકા-ટિપ્પણી કરવી નહીં. તેના કારણે તમને તકલીફ થઈ શકે છે.

અને ફેસબુક અને ટ્વિટર જેવા પ્લેટફોર્મ પર કોઈને ટ્રોલ કરવા અથવા કોઈને એબ્યુઝ કરવાથી બચવું જોઈએ.

જો તમે એક સોશિયલ મીડિયા મેનેજર હો તો સૌથી ખરાબ ફુલ તમે એ કરી શકો છો કે તમે કામ કરતી વખતે તમારું પર્સનલ સોશિયલ મીડિયા પણ વાપરી રહ્યા હો અને તેને કારણે જ કોઈ પણ વસ્તુની અંદર જ્યારે તમે કોમેન્ટ કરો છો ત્યારે ભૂલથી તમારી કંપનીના ઓફિસર એકાઉન્ટમાંથી તેની અંદર કોમેન્ટ થઈ જતી હોય છે જેને કારણે કંપની અને જે તે વ્યક્તિ બંને તકલીફ થઈ શકે છે.

તો ઘરેથી કામ કરતી વખતે સોશિયલ મીડિયા પર આટલી બાબતો વિષે તમારે જરૂર થી કાળજી રાખવી જોઈએ જેથી તમને કોઈ પણ પ્રકારની તકલીફ ન થઈ શકે.

Best Mobiles in India

Read more about:
English summary
Coronavirus Alert: Avoid These Mistakes On Social Media

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X