OnePlus Watch 2 Vs Samsung Watch 6, જાણો કઈ વૉચ છે વધારે દમદાર

By Gizbot Bureau
|

વનપ્લસે મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ 2024ની ઈવેન્ટમાં પહેલા જ દિવસે એક નવી સ્માર્ટ વૉચ OnePlus Watch 2 લોન્ચ કરી છે. OnePlusની આ નવી વૉચમાં સ્ટેઈનલેસ સ્ટીલ ચેસિસ, સ્માર્ટ મોડમાં 100 કલાક સુધીની બેટરી લાઈફ અને ડ્યુઅલ ફ્રિકવન્સી જીપીએસ કનેક્ટિવિટી જેવા અપગ્રેડેડ ફીચર્સ છે.

OnePlus Watch 2 Vs Samsung Watch 6, જાણો કઈ વૉચ છે વધારે દમદાર

વનપ્લસની આ નવી વૉચની સીધી જ ટક્કર Samsung Watch 6 સાથે થઈ રહી છે. ત્યારે, ચાલો જાણીએ કે આ બંને વૉચમાં મળતા ફીચર્સથી લઈને કિંમતમાં કેટલો ફરક છે.

Oneplus watch 2 vs Samsung watch 6 કિંમત

Oneplus watch 2ની કિંમત 25,999 રૂપિયાથી શરૂ થાય છે. આ વૉચ 4 માર્ચથી એમેઝોન ઈન્ડિયા, ફ્લિપકાર્ટ, મિંત્રા, વનપ્લસ ઓનલાઈન સ્ટોર, રિલાયન્સ ડિજિટલ, ક્રોમા અને બીજા ઓફલાઈન સ્ટોર પરથી અવેલેબલ થશે. આ વૉચ રેડિયંટ સ્ટીલ કલર અને બ્લેક સ્ટીલ એમ કલર વેરિયંટમાં મળવાની છે.

તો Samsung watch 6 ના 40 mm ડાયલ ધરાવતા બ્લૂટૂથ, વાઈ પાઈ વેરિયંટની કિંમત 19,999 રૂપિયા છે. જ્યારે 40 mm Galaxy Watch 6 LTE વેરિયંટની કિંમત 33,999 રૂપિયા, 44 mm Galaxy Watch 6ના બ્લૂટૂથ, વાઈ ફાઈ સપોર્ટ વેરિયંટની કિંમત 32,999 રૂપિયા અને 44 mm LTE વેરિયંટની કિંમત 36,999 રૂપિયા છે.

Oneplus watch 2ના ફીચર્સ

Oneplus watch 2માં 1.43 ઈંચની સર્ક્યુલર એમોલ્ડ ડિસ્પ્લે આપવામાં આવી છે, જે 60 હર્ટ્ઝ રિફ્રેશ રેટ અને 1000 નીટ્સની પિક બ્રાઈટનેસ ધરાવે છે. આ વૉચમાં સ્નેપડ્રેગન W5 HDJAMSMJ gHJEXL BES2700 ચિપસેટ મળે છે. વન પ્લસની આ વૉચમાં યુઝર્સ Wear OS 4 અને RTOS વચ્ચે સ્વિચ કરી શકે છે. આ વૉચમાં 2 જીબી રેમ અને 32 જીબી ઈનબિલ્ટ સ્ટોરેજ મળે છે.

મિલિટ્રી ગ્રેડ MIL-STD-810H બિલ્ડની સાથે સાથે આ વૉચ 5ATM અને IP68 રેટિંગ ધરાવે છે. આ વૉચમાં 11 પ્લસ પ્રોફેશનલ અને 100 પ્લસ સ્પોર્ટ્સ મોડ મળે છે. આ ઉપરાંત આ વોચમાં બ્લૂટૂથ, વાઈ પાઈ, યુએસબી ટાઈપ સી કનેક્ટવિટી છે. બેટરી કેપેસિટી 500 mAhની છે, જે 7.5 W Vooc ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. વનપ્લસે આ સ્માર્ટ વૉચમાં ઓપ્ટિકલ હાર્ટ રેટ મોનિટર અને પલ્સ ઓક્સિમીટર સેન્સર પણ આપ્યું છે.

Samsung watch 6ના ફીચર્સ

Samsung watch 6માં 40 mmની 1.3 ઈંચની સ્ક્રીન છે, જેનું રિઝોલ્યુશન 432 બાય 432 પિક્સલ છે. જ્યારે 44 mmના ડાયલમાં 1.5 inchની Super Amoled સ્ક્રીન મળે છે. સેમસંગની આ વૉચમાં Samsung Exynos W930 dual-core ચિપસેટ મળે છે, જે 2 જીબી રેમ અને 16 જીબી ઈન્ટરનલ સ્ટોરેજ ધરાવે છે.

બેટરીની વાત કરીએ તો, આ વૉચ ઓલવેઝ ઓન ડિસ્પ્લે સાતે 30 કલાક સુધી કામ કરે છે. સેમસંગની આ વૉચમાં સેમસંગ બાયો એક્ટિવ સેન્સર પણ મળે છે. આ ઉપરાંત તેમાં ટેમ્પરેચર સેન્સર, બેરોમીટર, ગિયરો સેન્સર, લાઈટ સેન્સર અને 3D હોલ સેન્સર મળશે. સાથે જ કંપનીએ તેને બોડી કમ્પોઝિશન ફીચરથી પણ સજ્જ કરી છે, જે ફિઝિકલ મેઝરમેન્ટનું કામ કરે છે.

Best Mobiles in India

English summary
Comparing OnePlus Watch 2 and Samsung Watch 6: Price and Feature Differences Revealed

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X