Coca-Cola ટૂંક સમયમાં લોન્ચ કરશે સ્માર્ટફોન, ડિઝાઈન-ફીચર્સ થયા લીક

By Gizbot Bureau
|

Coca-Cola આ નામ સાંભળતા જ તમારા મનમાં સૌથી પહેલા કોલ્ડ ડ્રીંક આવશે. પરંતુ હવે વિશ્વની આ સૌથી જાણીતી બ્રાન્ડ સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહી છે. આગામી કેટલાક સપ્તાહમાં કંપની સત્તાવાર રીતે ભારતમાં પોતાનો પહેલો સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહી છે. જો કે, કોકાકોલાએ પોતાના આ અપકમિંગ સ્માર્ટફોન માટે એક ચાઈનીઝ મોબાઈલ કંપની સાથે ભાગીદારી કરી છે, પરંતુ આ કંપની કઈ છે, તે હજી સુધી જાણવા મળ્યું નથી. હાલમાં કોકા કોલાના સ્માર્ટફોન વિશે જે લીક્સ સામે આવ્યા છે, તેમાં ફોનના ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ અંગે માહિતી મળી રહી છે.

Coca-Cola ટૂંક સમયમાં લોન્ચ કરશે સ્માર્ટફોન, ડિઝાઈન-ફીચર્સ થયા લીક

સ્માર્ટફોનનો ફોટો થયો લીક

કોકા કોલાના આ સ્માર્ટફોનની ઈમેજ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે, જેમાં સ્માર્ટફોન કંપનીની ઓળખ સમાન લાલ રંગમાં જોવા મળી રહ્યો છે. આ એક માત્ર ઈમેજમાં સ્માર્ટફોનની બેક પેનલ જોવા મળી રહી છે. જેમાં કોકા કોલાનો પહેલા સ્માર્ટ ફોનનો ડ્યુઅલ રીયર કેમેરા જોવા મળી રહ્યો છે, જેની સાથે એક એલઈડી ફ્લેશ પણ આપવામાં આવી રહી છે.

બે જુદા જુદા ડ્યુઅલ કેમેરા કટઆઉટ્સની આ ડિઝાઈન આપણે અત્યાર સુધી Realme 10, Realme C33 અને Oppo A78 જેવા સ્માર્ટફોનમાં જોઈ ચૂક્યા છીએ. કોકાકોલાનો આ અપકમિંગ સ્માર્ટફોન ખરેખર કઈ કંપની મેન્યુફેક્ચર કરી રહી છે, તેનો ક્યાસ લગાવવો મુશ્કેલ છે. જો કે અત્યાર સુધી આ ડ્યુઅલ કેમેરા સેટઅપ એન્ડ્રોઈડના બજેટ સ્માર્ટફોનમાં જોવા મળ્યો છે.

સ્માર્ટફોનના લીક થયેલા ફીચર્સ

ટિપસ્ટર મુકુલ શર્માએ જાહેર કરેલા ફોટોમાં દેખાય છે તે મુજબ આ અપકમિંગ સ્માર્ટફોનમાં વોલ્યુમ રોકર્સ જમણી તરફ મળશે, એટલે કે પાવર બટન ડાબી બાજુ હોવાની શક્યતા છે. જો કે આ લીક ઈમેજમાં પાવર બટનની પોઝિશન દેખાઈ નથી રહી. શક્યતા છે કે કંપની આ સ્માર્ટફોનમાં રિસેસ્ડ પાવર બટન આપી શકે છે, જેને ફિંગર પ્રિન્ટ સ્કેનર તરીકે પણ યુઝ કરી શકાય છે.

આ ફોનની સૌથી ખાસ વાત છે, ફોનની પાછળની બાજુ આપવામાં આવેલું કોકા કોલાનું બ્રાન્ડિંગ. કોકા-કોલાનો લોગો આ ફોનને કૂલ બનાવે છે. આ સ્માર્ટફોનમાં યુઝર્સને ગ્રેડિયન્ટ બેક પેનલ મળી શકે છે, જેમાં કલરનો શેડ ડાબી તરફથી લાઈટથી જમણી તરફ ડાર્ક કલર તરફ જાય છે.

રિયલમી 10નનું હોઈ શકે છે રિબ્રાન્ડિંગ

કોકા-કોલાનો આ સ્માર્ટફોન કઈ કંપનીએ બનાવ્યો છે, તે જાણી શકાતું નથી. પરંતુ ફોનની ડિઝાઈન, કેમેરા લેઆઉટ અને વોલ્યુમ રોકર્સ પરથી લાગી રહ્યું છે કે કોકાકોલાએ રિયલમી સાથે ટાઈઅપ કર્યું હોઈ શકે છે. કોકા કોલાનો આ સ્માર્ટફોન બિલકુલ Realme 10 જેવો જ દેખાઈ રહ્યો છે. માર્કેટમાં એટલે સુધી ચર્ચા છે કે કંપની Realme 10 સ્માર્ટફોનને જ કોકા-કોલાના ફોન તરીકે લોન્ચ કરી રહી છે.

જો આ વાત સાચી હશે તો અપકમિંગ સ્માર્ટફોનમાં MediaTek Helio G99 પ્રોસેસર મળશે, જે Mali G57 GPU પર કામ કરે છે. આ સ્માર્ટફોનમાં 8 જીબી રેમ અને 128 જીબી ઈન્ટરનલ સ્ટોરેજ મળશે. આ નવા સ્માર્ટફોનમાં 6.4 ઈંચની Full HD+ AMOLED ડિસ્પ્લે હશે, જે 90 Hzના રિફ્રેશ રેટને સપોર્ટ કરશે. આ ઉપરાંત આ સ્માર્ટફોન કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 5ના પ્રોટેક્શન સાથે આવશે.

Realme 10 સ્માર્ટફોનમાં કંપનીએ 50 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા આપ્યો છે, સાથે જ બીજો કેમેરા 2 મેગાપિક્સલનો બ્લેક-વ્હાઈટ કેમેરા છે. આ સ્માર્ટફોન 5000 mAh બેટરી કેપેસિટી ધરાવે છે, જે 33 વોલ્ટના SuperVOOC ચાર્જિંગને સપોર્ટ કરશે.

Best Mobiles in India

Read more about:
English summary
Coca-Cola Will Launch a New Smartphone in India Soon Features Leak

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X