Just In
- 491 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 492 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 493 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 494 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Chrome વાપરનાર યુઝર્સ સાવધાન, સરકારે જાહેર કરી છે મોટી ચેતવણી
ગૂગલ ક્રોમ વેબ બ્રાઉઝરનો ઉપયોગ આજકાલ દરેક વ્યક્તિ કરે છે. ઓફિસના કામ માટે કમ્પ્યુટરથી લઈને મોબાઈલમાં પણ વેબ બ્રાઉઝર તરીકે ગૂગલ ક્રોમ જ લોકપ્રિય છે. પરંતુ, આ જ ગૂગલ ક્રોમના યુઝર્સ માટે કેન્દ્ર સરકારે એક ગંભીર ચેતવણી જાહેર કરી છે. કેન્દ્ર સરકારની એજન્સીએ ક્રોમ બ્રાઉઝરના જુદા જુદા વર્ઝનમાં રહેલા જુદા જુદા બગ વિશે માહિતી આપી છે, સાથે જ બચવા માટે કેટલીક સેફ્ટી ટિપ્સ પણ આપી છે. ઈન્ડિયન કમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમના કહેવા પ્રમાણે હેકર્સ આવા જ બગનો ફાયદો ઉઠાવીને હેકર્સ તમારી પર્સનલ માહિતી ચોરી શકે છે.
એજન્સીના કહેવા પ્રમાણે આ ખામીઓને કારણે ખાસ કરીને વિન્ડોઝ અને મેક યુઝર્સની સિક્યોરિટી કોમ્પ્રોમાઈઝ થઈ શકે છે. આ ચેતવણી કેટલાક દિવસો અગાઉ જ જાહેર કરવામાં આવી છે. એટલે પોતાની સેફ્ટી માટે જરૂરી છે કે તમે કેટલીક ભૂલો ભૂલથી પણ ન કરો.

ક્રોમ યુઝર્સ માટે ખતરાની ઘંટડી
CERT-In ના કહેવા પ્રમાણે કેટલાક વર્ઝનમાં સિક્યોરિટી બગ જોવા મળ્યા છે. જે વિન્ડોઝ અને લિનક્સ સિસ્ટમને અસર કરી શકે છે. એજન્સી દ્વારા જાહેર કરવામાં આવેલી સુરક્ષા નોટમાં કહેવામાં આવ્યું છે કે ગૂગલ ક્રોમના કોમ્પોનન્ટ્સ સીરિયલ અને ફેમિલી એક્સપીરિયન્સમાં આ ખામી જોવા મળી છે. જેનો ફાયદો ઉઠાવીને હેકર્સ તમારી સિસ્ટમને અસર કરી શકે છે. હેકર્સ તમારી સિસ્ટમમાં ઈચ્છે તે કોડ એક્ઝિક્યુટ કરી શકે છે. ડેનિયલ ઓફ સર્વિસ DoSની કંડીશનમાં આ વાત નુક્સાનકારક સાબિત થઈ શકે છે.
કયા યુઝર્સને થઈ શકે છે અસર
સુરક્ષા એજન્સી દ્વારા આ સિક્યોરિટી રિસ્ક કેટલાક ખાસ વર્ઝન માટે જાહેર કરવામાં આવ્યું છે.
- Linux માટે 130.0.6723.116 થી પહેલાના ગૂગલ ક્રોમ વર્ઝનને અસર પડી શકે છે.
- Windows અને Mac માટે 130.0.6723.116/117 પહેલાના ગૂગલ ક્રોમ વર્ઝનને પણ અસર પડી શકે છે.
યુઝર્સે શું કરવું જોઈએ?
આ સિક્યોરિટી બગથી પોતાની જાતને સેફ રાખવા માટે યુઝર્સે કેટલીક ખાસ બાબતોનો ખ્યાલ રાખવો જરૂરી છે. સૌથી પહેલા તો ક્રોમના લેટેસ્ટ વર્ઝનનો ઉપયોગ કરો. વિન્ડોઝ અને મૅકમાં અપડેટ ચેક કરવા માટે નીચે આપેલા સ્ટેપ્સ ફોલો કરો.
- ડેસ્કટોપ ક્રોમ બ્રાઉઝર ઓપન કરો.
- ટોપ રાઈટ કોર્નરમાં થ્રી ડોટ પર ક્લિક કરો.
- નીચે હેલ્પ અને પછી અબાઉટ ગૂગલ ક્રોમ પર ક્લિક કરો.
- જો તમારા બ્રાઉઝરનું કોઈ નવું વર્ઝન હશે, તો ત્યાં દેખાશે, જેને તમે ઈન્સ્ટોલ કરી શકો છો.
- વિન્ડોઝ અને મેક યુઝર્સ ક્રોમ વર્ઝનના આ વર્ઝનને તમારે ઈન્સ્ટોલ કરવાનું છે.
જો કે, આ ચેતવણી સ્માર્ટફોન યુઝર્સ માટે નથી. એટલે સ્માર્ટફોન યુઝર્સે પરેશાન થવાની જરૂર નથી.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications