હેકર્સ તમારા WiFiને બનાવી શકે છે નિશાન, આ રીતે રહો સેફ

By Gizbot Bureau
|

સાઈબર સિક્યોરિટી આખા વિશ્વ માટે મોટી સમસ્યા બની રહી છે. આપણા બધા જ પ્રકારના ગેજેટ્સને સુરક્ષિત રાખવા માટે જુદા જુદા ઉપાયો કરવા પડે છે. તાજેતરમાં જ સામે આવેલા એક રિપોર્ટ મુજબ ચીનના હેકર્સનું ગ્રુપ એક લોકપ્રિય ટીપી-લિંક રાઉટર્સમાં ફર્મવેર ઈમ્પ્લાન્ટ કરીને યુઝર્સને ટાર્ગેટ કરી રહ્યું છે. આ ફર્મવેર જે ડિવાઈસમાં હોય, હેકર્સ આ ડિવાઈસને સંપૂર્ણ રીતે કંટ્રોલ કરી શકે છે. સાથે જ તેની સાથે જોડાયેલા નેટવર્કને પણ હેકર્સ સરળતાથી એક્સેસ કરી શકે છે.

હેકર્સ તમારા WiFiને બનાવી શકે છે નિશાન, આ રીતે રહો સેફ

રિપોર્ટમાં સામે આવી ચોંકાવનારી માહિતી

ચેક પોઈન્ટ રિસર્ચના રિપોર્ટ મુજબ 'કેમરો ડ્રેગન’ નામના ચાઈનીઝ રાજ્ય દ્વારા સ્પોન્સર્ડ એડવાન્સ પર્સિસ્ટેન્ટ થ્રેટ નામના ગ્રુપે આવા સાઈબર હુમલા માટે જવાબદાર હેકર્સની ઓળખ કરી છે. આ દરમિયાન તેમને યુરોપીયન વિસ્તારોમાં થયેલા હેકિંગના હુમલા અંગે પણ માહિતી મળી છે.

આ સાઈબર સુરક્ષા ફર્મની તપાસમાં સામે આવ્યું કે હેકર્સ યુઝર્સ પર હોર્સ શેલ નામના કસ્ટમાઈઝ્ડ બેક ડોર સહિત જુદા જુદા હાનિકારક કોમ્પેનેન્ટ ધરાવતા ટીપી-લિંક રાઉટર દ્વારા ફર્મવેર ઈમ્પલાન્ટ કરે છે.

હેકર્સ આ રીતે રાઉટરને ટાર્ગેટ કર્યા

સાઈબર સુરક્ષા કંપનીના કહેવા પ્રમાણે હેકર્સ કેવી રીતે આ રાઉટર્સ ડિવાઈસ સુધી પહોંચ્યા છે, અને તેમાં હાનિકારક ફર્મવેર ઈમ્પલાન્ટ કર્યા છે, તે અંગે હજી તો કંઈ ખાતરીપૂર્વક કહી શકાય તેમ નથી.

પરંતુ શક્ય છે કે હેકર્સેને આ રાઉટર્સમાં ક્યાં ખામી કે લૂપ હોલ્સ છે, તેનો ખ્યાલ હોય અને તેનો ઉપયોગ કરીને હેકર્સે આ ડિવાઈસને એક્સેસ કરી હોય. હેકર્સ આ રાઉટર્સને સ્કેન કરીને તેની ડિફોલ્ટ નબળાઈઓને શોધી શકે છે. બાદમાં ક્રેક કરી શકાય તેવા પાસવર્ડ દ્વારા આવા ડિવાઈસમાં ફર્મવેર ઈમ્પ્લાન્ટ કરી દે છે. આ રીતે હેકર્સે રાઉટર્સનું એક્સેસ મેળવ્યું હોય, તેવી પ્રબળ શક્યતા છે.

આ રિપોર્ટમાં એવો પણ ઉલ્લેખ છે કે હોર્સ શેલ રાઉટર ઈમ્પલાન્ટ હાનિકારક ફર્મવેરનો જટિલ હિસ્સો છે, જે ચીન દ્વારા સ્પોન્સર્ડ હેકર્સની આધુનિક ક્ષમતાઓનો પરિચય આપે છે. આ ઈમ્પલાન્ટનું વિશ્લેષણ કરીને આપણે હેકર્સની વ્યુહરચના અને ટેક્નોલોજી અંગે જાણી શકીએ છીએ. આ રીતે આપણે ભવિષ્યમાં આવનાર આફત સામે લડવા તૈયાર થઈ શકીએ છીએ.

કરોડો લોકો બની શકે છે ટાર્ગેટ

ચેક પોઈન્ટ રિસર્ચેનો દાવો છે કે આ માલીશિયસ ફર્મવેરમાં એક ફર્મવેર એવું છે, જેના વિશે કોઈને માહિતી નથી. એટલે કે માત્ર ટીપી-લિંક રાઉટર જ નહીં પરંતુ અન્ય ગેજેટ્સ અને અન્ય કંપનીના રાઉટર્સ પણ પ્રભાવિત થઈ શકે છે.

તમારા વાઈ ફાઈ નેટવર્કને કેવી રીતે સુરક્ષિત રાખશો?

સોફ્ટવેર અપડેટ

યુઝ્સે રાઉટરના ફર્મવેર અને સોફ્ટવેરને નિયમિત રીતે અપડેટ કરતા રહેવું જોઈએ. આ નિયમિત અપડેશનથી જો કોઈ બગ હોય તો તે નીકળી જાય છે.

ડિફોલ્ટ ક્રેડેન્શિયલ્સ

ઈન્ટરનેટ સાથે જોડાયેલા કોઈ પણ ડિવાઈસના ડિફોલ્ટ લોગિન ક્રેડેન્શિયલ્સને ચેન્જ કરીને એક મજબૂત પાસવર્ડનો ઉપયોગ કરવો જોઈએ.

Best Mobiles in India

English summary
Chinese hackers attacked users via wifi routers how to stay safe

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X