Just In
- 540 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 541 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 542 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 543 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Google Pay અને Paytm પર ચેક કરો સિબિલ સ્કોર, આ છે રીત
Google Pay અને Paytm ભારતમાં સૌથી વધુ વપરાતી પેમેન્ટ એપ્સ છે. આ બંને મોબાઈલ એપ પર ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી ચેક કરવાથી લઈને ક્રેડિટ સ્કોર ચેક કરવા સુધીના કામ થઈ શકે છે. જો તમે પણ તમારો ક્રેડિટ સ્કોર ચેક કરવા ઈચ્છો છો, પરંતુ તમને એ ખ્યાલ નથી કે આ ક્રેડિટ સ્કોર ક્યાં ચેક કરી શકાય, કેવી રીતે કરી શકાય તો આ આર્ટિકલ દ્વારા અમે તમને કેટલાક સરળ સ્ટેપ્સ જણાવીશું. આ સરળ સ્ટેપ્સને ફોલો કરીને તમે Google Pay અને Paytm પર પોતાનો સિબિલ સ્કોર ચેક કરી શક્શો. ચાલો, જાણીએ સિબિલ સ્કોર ચેક કરવાની સરળ પ્રક્રિયા.

શું છે CIBIL સ્કોર?
CIBIL સ્કોર જાણવાની પ્રોસેસ જાણતા પહેલા એ પણ જાણી લઈએ કે સિબિલ સ્કોર શું છે. CIBIL શબ્દનું ફૂલ ફોર્મ Credit Information Bureau (India) Limited છે. આ સ્કોર 300થી 900ની વચ્ચે આપવામાં આવે છે. જો તમારો સિબિલ સ્કોર 600થી ઓછો હોય તો તે ખરાબ મનાય છે. સાથે જ જો આ સ્કોર 600થી 649 હોય તો પણ ખરાબ માનવામાં આવે છે. પરંતુ 650થી 699ની વચ્ચેનો સિબિલ સ્કોર ઠીકઠાક, 700થી 749 વચ્ચેનો સિબિલ સ્કોર સારો અને 750થી વધારે સિબિલ સ્કોર શ્રેષ્ઠ માનવામા આવે છે.
Google Pay એપ પર સિબિલ સ્કોર
Google Pay એપ પર સિબિલ સ્કોર ચેક કરવો સાવ સરળ છે. આ માટે તમારે બસ નીચે આપેલા સ્ટેપ્સ ફોલો કરવાના છે.
સ્ટેપ 1: સૌથી પહેલા તમારા ફોનમાં ગૂગલ પે એપ ઓપન કરો.
સ્ટેપ 2: હવે અહીં Money ટેબ પર ક્લિક કરો.
સ્ટેપ 3: નીચેની તરફ સ્ક્રોલ કરીને Check Your CIBIL Score ઓપ્શન પર ટેપ કરો.
સ્ટેપ 4: અહી તમારું નામ એન્ટર કરો.
સ્ટેપ 5: હવે Continue બટન પર ક્લિક કરો.
સ્ટેપ 6: અહીં તમારી ઓળખ વેરિફાઈ કરીને આગળ વધો.
સ્ટેપ 7: આટલી પ્રોસેસ કર્યા બાદ તમારા ફોનની સ્ક્રીન પર CIBIL સ્કોર જોવા મળશે.
Paytm પર સિબિલ સ્કોર
Paytm એપ પર સિબિલ સ્કોર ચેક કરવા માટે નીચે આપેલા સ્ટેપ્સ ફોલો કરો.
સ્ટેપ 1: સૌથી પહેલા તમારા ફોનમાં પેટીએમ એપ ઓપન કરો.
સ્ટેપ 2: હવે નીચેની તરફ સ્ક્રોલ કરીને Loan & Credit Card સેક્શન પર જાવ.
સ્ટેપ 3: અહીં તમને Free Credit Scoreનો ઓપ્શન મળશે, તેના પર ટેપ કરો.
સ્ટેપ 4: બસ આટલું કરતા જ તમને CIBIL સ્કોર મળી જશે.
તમને ખાસ એ પણ જણાવી દઈએ કે આ બંને પેમેન્ટ એપ પર તમે સિબિલ સ્કોર ચેક કરવાની સાથે સાથે ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી પણ ચેક કરી શકો છો. આ ઉપરાંત તમે આ એપ્સ દ્વારા લાઈટબિલ ભરવાથી લઈને લોન માટે અરજી પણ કરી શકો છો.
આ રીતે વધારો સિબિલ સ્કોર
જો તમારો સિબિલ સ્કોર ઓછો છે, તો ચિંતા ન કરો. નીચે આપેલી ટિપ્સ ફોલો કરીને તમે સિબિલ સ્કોર વધારી શકો છો.
1. એક સાથે ઘણી બધી લોન ન લો.
2. જે પણ લોન લીધી છે તેના EMI સમયસર ચૂકવો.
3. લાંબા સમય માટે લોન ન લો.
4. કોઈની લોનના ગેરેન્ટર ન બનો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications