Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
આ એપ્સની મદદથી ચેક કરો તમારા શહેરનો AQI, જાણો હવા કેટલી પ્રદૂષિત?
દિલ્હીની સાથે સાથે ગુજરાત સહિત ગોવા, હરિયાણા જેવા રાજ્યોમાં પણ શિયાળાની શરૂઆતમાં જ એર ક્વોલિટી ઈન્ડેક્સ ગંભીર થઈ રહ્યો છે, કારણ કે પ્રદૂષણ પણ સતત વધી રહ્યું છે. શિયાળાની શરૂઆત અને દિવાળીની ઉજવણીની સાથે સાથે એર પોલ્યુશન હજી વધવાની શક્યતા છે. જો કે આ પ્રદૂષણથી બચવા માટે તમે સાવચેતીના પલા લઈ શકો છો, જેમ કે ઘરમાં એર પ્યોરિફાયરનો ઉપયોગ કરવો, બાહર જતા સમયે માસ્ક પહેરી રાખવું વગેરે. પરંતુ તમે આખા વિસ્તારનો AQI ઘટાડવા સક્ષમ નથી. એટલે બહાર નીકળતા પહેલા AQI ચેક કરી લેવો જરૂરી છે. એવી કેટલીક એપ્સ છે, જેના દ્વારા તમે તમાર શહેરનો AQI ચેક કરી શકો છો. આ એપ્સ ફોનમાં ઈન્સ્ટોલ કરવાથી તમારું કામ સરળ બની જશે. જ્યારે પ્રદૂષણ આપણા જીવનનો ભાગ જ બની ચૂક્યુ છે, ત્યારે AQI તપાસવા માટે અમે તમારા માટે એપ્સનું એક લિસ્ટ બનાવ્યું છે, જે તમને સુરક્ષિત રહેવામાં મદદ કરશે.

IQAir AirVisual
આ એપ એન્ડ્રોઈડ અને આઈઓએસ બંને પર ઉપલબ્ધ છે. આ એર ક્વોલીટી એપને ગૂગલ પ્લે સ્ટોર અને એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે. સાથે જ આ એપ સ્માર્ટ વૉચ અને ટેબ્લેટને પણ સપોર્ટ કરે છે. આ એપ સરકારી હવામાન ખાતાની સાથે સાથે પોતાના સેન્સર યુઝ કરીને વિશ્વના 5 લાખ કરતા વધુ શહેરોની એર ક્વોલિટી વિશે માહિતી આપે છે. દરેક યુઝર આ એપ પર 7 દિવસ સુધીનું હવામાન અને AQI ચેક કરી શકે છે, સાથે સાથે આરોગ્યને લગતી ભલામણો પણ મેળવી શકે છે. આ એપ રિયલ ટાઈમ AQI પણ દર્શાવે છે. સાથે જ પ્રદૂષણની માહિતી ટુડી અને 3ડી ફોર્મેટમાં દર્શાવે છે.
SAFAR-AIR
આ એપ ભારત સરકારના ભૂવિજ્ઞાન મંત્રાલય દ્વારાતૈયાર કરવામાં આવી છે, જેનું આખું નામ System of Air Quality and weather forecasting and research air છે. આ એપ પણ ગૂગલ પ્લે સ્ટોર અને એપ સ્ટોર બંને પર ઉપલબ્ધ છે. આ એપ ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટ્રોપિકલ મેટ્રોલોજી દ્વારા તૈયાર કરવામાં આવી છે. હાલના સમયમાં આ એપ માત્ર મેટ્રો શહેરોની એર ક્વોલિટી અને પ્રદૂષણ અંગે માહિતી આપે છે, જેમાં દિલ્હી, પૂણે, મુંબઈ અને અમદાવાદ સામેલ છે. આ ચાર શહેરો પ્રમાણે તમે આ એપને અંગ્રેજી, હિંદી, મરાઠી અને ગુજરાતીમાં યુઝ કરી શકો છો.
Plume Labs એર ક્વોલિટી એપ
તમારા શહેરમાં AQI લેવલ ચેક કરવા માટે વધુ એક સારી એપ્લિકેશન Plume Labsની એર ક્વોલિટી એપ છે, જે એન્ડ્રોઈડ અને આઈઓએસ બંનેમાં અવેલેબલ છે. આ એપ આગામી 72 કલાક માટે હવામાન અને પ્રદૂષણ અંગે માહિતી આપે છે. આ ઉપરાંત એપ 6 મહિનાના ડેટાનું વિશ્લેષણ પણ કરે છે. એર ક્વોલિટી ફોરકાસ્ટ સિસ્ટમ દ્વારા આ એપ ડેટા એકત્ર કરે છે. આ એપ NO2, PM 2.5, PM 10 અને O3 જેવા ખરતનાક પ્રદૂષકો અંગે પણ જાણ કરે છે. આ એપ દિવસમાં બે વાર રિપોર્ટ પણ મોકલે છે.
BreezoMeter Air Quaitly
એપ સ્ટોર અને પ્લે સ્ટોર બંને પર ઉપલબ્ધ આ એપ પણ તમને AQIની માહિતી આપે છે. આ એપ તમે જે વિસ્તારમાં છો, તે વિસ્તારનો AQI દર્શાવે છે. આ એપ 94 કરતા વધારે દેશોની એર ક્વોલિટી દર્શાવે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications