Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
ChatGPT પરથી સર્ચ હિસ્ટ્રી કરો ડિલીટ, આ છે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
Open AIના જાણીતા ચેટબોટ ChatGPTનો ઉપયોગ હવે બધા જ કરવા લાગ્યા છે. આજના સમયમાં ઘણા યુઝર્સ ગૂગલને બદલે પોતાના સવાલોનો જવાબ ChatGPT પર શોધી રહ્યા છે. આ ચેટબોટ ગૂગલની સરખામણીએ ખાસ છે, કારણ કે તેના પર સર્ચના જવાબમાં 5-10 લિંક્સ નથી આવતી. તમારા એક સવાલના જવાબમાં ChatGPT સીધો જ યોગ્ય જવાબ આપી દે છે.
માત્ર સવાલ જ નહીં પરંતુ ChatGPT તમારા મેઈલ લખવા જેવા પર્સનલ કામ પણ કરી આપે છે. જો તમે પણ ChatGPT પાસે મેઈલ લખાવવા જેવા પર્સનલ કામ કરો છો, તો આ આર્ટિકલ તમારા માટે કામનો છે. આ આર્ટિકલમાં અમે તમને ChatGPT પરની સર્ચ હિસ્ટ્રી ડિલીટ કરતા શીખવીશું.

ChatGPT પરની હિસ્ટ્રી ડિલીટ કરવા માટે નીચે આપેલા સ્ટેપ્સ ફોલો કરો.
સ્ટેપ 1: સૌથી પહેલા તમારા સ્માર્ટફોનમાં ChatGPT ઓપન કરો.
સ્ટેપ 2: હવે ટોપ રાઈટ કોર્નર પર દેખાતી બે લાઈન્સ પર ક્લિક કરો.
સ્ટેપ 3: અહીં તમને ChatGPT અને Explore GPTની નીચે તમારી સર્ચ હિસ્ટ્રી જોવા મળશે.
સ્ટેપ 4: તમે જે પણ સવાલ ChatGPTને પૂછ્યા છે, તે તમામની હિસ્ટ્રી તમે આ વિન્ડોમાં જોઈ શક્શો.
સ્ટેપ 5: આ સર્ચ હિસ્ટ્રી ડિલીટ કરવા માટે તમે બોટમમાં તમારી પ્રોફાઈલની બાજુમાં દેખાતા ત્રણ ડોટ્સ પર ક્લિક કરો.
સ્ટેપ 6: હવે Data Controls પર ક્લિક કરો.
સ્ટેપ 7: હવે આગામી વિન્ડોમાં તમને Clear Chat History ઓપ્શન દેખાશે.
સ્ટેપ 8: Clear Chat History પર ક્લિક કરવાની સાથે જ તમે આખી સર્ચ હિસ્ટ્રી ડિલીટ કરી શક્શો.
ChatGPTની સર્ચ હિસ્ટ્રી વેબ વર્ઝનમાંથી ડિલીટ કરવા આટલું કરો.
સ્ટેપ 1: વેબ વર્ઝનમાં ચેટજીપીટીની હિસ્ટ્રી ડિલ્ટી કરવા માટે તમારે સૌથી પહેલા ટોપ કોર્નર પર દેખાતા પ્રોફાઈલ આઈકન પર ક્લિક કરવાનું છે.
સ્ટેપ 2: બાદમાં ત્રીજા નંબર પર દેખાતા સેટિંગ્સ ઓપ્શન પર ક્લિક કરો.
સ્ટેપ 3: હવે જનરલ ઓપ્શન પર ટેપ કરો.
સ્ટેપ 4: આ સેક્શનમાં બોટમમાં તમને Delete All Chats દેખાશે. આ ઓપ્શન પર ક્લિક કરતા જ હિસ્ટ્રી ડિલીટ થઈ જશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications