Just In
- 677 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 678 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 679 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 680 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
ChatGPTનો ગુજરાતી ભાષામાં પણ કરી શકો છો ઉપયોગ, ફોલો કરો આ સ્ટેપ્સ
છેલ્લા કેટલાક સમયથી ChatGPTનું નામ ખૂબ જ ચર્ચાઈ રહ્યું છે. ઈન્ટરનેટ યુઝર્સ હવે ચેટ જીપીટીનો ઉપયોગ કરતા થઈ ચૂક્યા છે, તો સાથે જ તેનો ઉપયોગ કરવાના કોર્સ પણ અવેલેબલ છે. ચેટજીપીટી AI આધારિત ચેટબોટ છે, જે યુઝર્સને તેમના સવાલોના જવાબ ચેટ ફોર્મમાં આપે છે. જો તમે પણ એવું માની રહ્યા છો કે આ ચેટજીપીટીનો ઉપયોગ માત્ર અંગ્રેજી ભાષામાં જ થઈ શકે છે, તો આવું બિલકુલ નથી. તમે ચેટજીપીટીને ગુજરાતીમાં પણ યુઝ કરી શકો છો. માત્ર ગુજરાતી જ નહીં ચેટજીપીટીમનો તમે હિન્દી સહિત બીજી ભારતીય પ્રાદેશિક ભાષામાં પણ યુઝ કરી શકો છો.

ચેટજીપીટી હવે ગુજરાતી અને હિન્દીની સાથે સાથે મરાઠી, ઉર્દુ, તેલુગુ, બંગાળી, મલયાલી, તમિલ, ભોજપુરી, પંજાબી અને બીજી ભારતીય ભાષાઓમાં પણ અવેલેબલ છે. આ આર્ટિકલમાં અમે તમને જણાવીશું કે કેવી રીતે તમે ચેટજીપીટીનો ભારતીય ભાષાઓમાં કેવી રીતે ઉપયોગ કરી શકો છો.
ભારતીય ભાષાઓમાં આ રીતે કરો ચેટજીપીટીનો ઉપયોગ
સ્ટેપ 1: સૌથી પહેલા તમારે ChatGPTની વેબસાઈટ ઓપન કરવાની છે.
સ્ટેપ 2: હવે અહીં તમને Try ChatGPTનો ઓપ્શન મળશે, તેના પર ક્લિક કરો.
સ્ટેપ 3: અહીં તમારે સાઈન અપ પર ક્લિક કરીને પ્રોસેસ પૂરી કરવાની છે. એકવાર લોગ ઈન કરી લેશો, પછી તમે ચેટજીપીટીનો ઉપયોગ કરી શક્શો. જો તમે પહેલેથી જ અકાઉન્ટ બનાવેલું છે તો તમે સીધા જ લોગ ઈન કરી શકો છો. સારી બાબત એ છે કે ચેટજીપીટીના બધા જ લેન્ગવેજ મોડેલ ફ્રીમાં ઉપલબ્ધ છે.
સ્ટેપ 4: આટલું કર્યા બાદ તમારે ચેટજીપીટીને પોતાનો સવાલ પૂછવનો છે, અને તમારી ગમતી ભાષામાં કે તમને સમજાતી ભાષામાં જવાબ આપવા કમાન્ડ આપવાનો છે.
બસ તમારું કામ થઈ ગયું. ચેટજીપીટી તમને તમે જે ભાષા કહી હશે, તેમાં જવાબ આપશે. જો તમે આર્ટિકલ લખવાનું કહેશો તો આર્ટિકલ લખી આપશે, અને જો તમે કોઈ વસ્તુ વિશે ગુજરાતીમાં માહિતી માગશો, તો તે પણ આપશે.
ચેટજીપીટીનો ગુજરાતીમાં ઉપયોગ કરવા માટે તમે ગુજરાતીમાં તેને સવાલ પણ પુછી શકો છો. તમે જે ભાષામાં સવાલ કરશો, તે જ ભાષામાં ચેટજીપીટી જવાબ આપશે. આંતરરાષ્ટ્રીય ભાષાઓની વાત કરીએ તો આ મોડેલ અંગ્રેજી, રશિયન, ચાઈનીઝ, જર્મન, ફ્રંચ, ડચ, પોર્ટુગીઝ, કોરિયન, ઈટિલાયિન, જાપાનીઝ અને અરબી ભાષામાં ઉપલબ્ધ છે.
iOS માટે લોન્ચ થઈ ચેટજીપીટી એપ
OpenAIએ કેટલાક દિવસો પહેલા iOS માટે ચેટજીપીટીની ઓફિશિયલ એપ રિલીઝ કરી છે. આઈફોન યુઝર્સ હવે પોતાના ફોનમાં જ ચેટજીપીટીનો એપથી ઉપયોગ કરી શક્શે. આઈઓએસ યુઝર્સ બિંગ સર્ચની મદદથી ચેટજીપીટીમાં ઈન્ફોર્મેશન એક્સેસ કરી શકે છે. જો કે આ ફીચર્સ માત્ર ચેટજીપીટી પ્લસ યુઝર્સ માટે જ ઉપલબ્ધ છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications
