Just In
- 604 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 605 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 607 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 607 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
ChatGPTનું નવું વર્ઝન થયું લોન્ચ, ઉમેરાયા નવા ફીચર
Open AIએ 2022ના નવેમ્બર મહિનામાં ChatGPT લોન્ચ કર્યું હતું. પબ્લિક ડોમેઈનમાં આવ્યા બાદ, આ ચેટબોટે આખા વિશ્વમાં ક્રાંતિ આણી છે. ChatGPT લોન્ચ થવાની સાથે જ ChatBots અને AIની ચર્ચા લગભગ દરેક વ્યક્તિ કરી રહ્યો છે. એવું નથી કે આ પહેલા આ બંને ટેક્નોલોજી અસ્તિત્વમાં નહોતી પરંતુ Open AIએ લોન્ચ કરેલા ChatGPTએ આખી દુનિયાને ટેક્નોલોજીની નવી દિશા બતાવી છે.

હજી તો આપણે બધા ChatGPTનો ઉપયોગ કરતા થઈએ, તેને સમજીએ ત્યાં તો કંપનીએ ChatGPTનું નવું વર્ઝન લોન્ચ કરી દીધું છે. કંપનીનો દાવો છે કે ChatGPTનું આ અપગ્રેડેડ વર્ઝન પહેલાના વર્ઝન કરતા વધારે અસરકારક અને વધારે સચોટ છે. Open AIનું કહેવું છે કે ChatGPT 4 વધારે સારી રીતે ગણતરી કરી શકે છે, જેને કારણે વધારે સારુ લેન્ગ્વેજ મોડ્યુલ તૈયાર કરી શકાય છે. ChatGPT-4 ક્રિએટિવ અને ટેક્નિકલ રાઈટિંગના ટાસ્કને જનરેટ, એડિટ અને રિપીટ પણ કરી શકે છે.
ChatGPT-4ની નવી અપડેટમાં શું છે ખાસ વાત?
ChatGPTનું આ નવું લેન્ગ્વેજ મોડ્યુલ એનાલિસિસ, ક્લાસિફિકેશન્સ અને કેપ્શન પણ જનરેટ કરી શકે છે. એટલું જ નહીં આ વર્ઝન 25,000થી વધુ ટેક્સ્ટ હેન્ડલ કરી શકે છે. આ વર્ઝન કન્ટેન્ટ ક્રિએશન, એક્સ્ટેન્ડેડ કન્વર્ઝેશનની સાથે સાથે ડોક્યુમેન્ટ સર્ચ અને એનાલિસીસ પણ કરી શકે છે. Open AIની વાત માનીએ તો ChatGPT-4 એ હાલના વર્ઝન કરતા 80 ટકા વધારે સાસો રિસ્પોન્સ આપશે.
કંપનીનું કહેવું છે કે સામાન્ય વાતચીતમાં ChatGPT 3.5 અને ChatGPT 4 વચ્ચેનો ફરક ખાસ દેખાતો નથી. પરંતુ જ્યારે કોઈ પણ અઘરું ટાસ્ક તેને સોંપવામાં આવે, ત્યારે બંને વચ્ચેનો ફરક ઉડીને આંખે વળઘે છે. ChatGPT-4 કોઈ પણ કામમાં વધારે ભરોસાપાત્ર અને ક્રિએટિવ છે. ChatGPT-4 ટેક્સ્ટ તો એક્સેપ્ટ કરે જ છે, સાથે જ ઈમેજ પણ એક્સેપ્ટ કરે છે.
મળશે પહેલા કરતા વધારે સચોટ જવાબ
એટલું જ નહીં ChatGPT-4 હાલના વર્ઝન કરતા 40 ટકા વધારે ફેક્ચ્યુઅલર રિસ્પોન્સ આપશે. જો કે, આ વર્ઝનની પણ કેટલીક મર્યાદાઓ છે. કંપનીએ પોતાના નિવેદનમાં કહ્યું,’અમને આશા છે કે ChatGPT-4 ઘણી બધી એપ્લિકેશન્સને સપોર્ટ કરીને વિશ્વના નાગરિકોનું જીવન વધારે સરળ બનાવશે.’ Open AIએ વધુમાં કહ્યું છે કે,’હજી ઘણું કામ કરવાનું બાકી છે, અમારી ટીમ આ મોડ્યુલને પણ વધારે અપગ્રેડ કરવા માટે સતત પ્રયત્નશીલ છે.’
કયા યુઝર્સને મળશે આ નવી અપડેટ
તમને જણાવી દઈએ કે ChatGPTનું અપગ્રેડેડ વર્ઝન એટલે કે ChatGPT-4 એ હાલ માત્ર પેઈડ યુઝર્સ માટે જ ઉપલબ્ધ છે. કંપનીએ હજી કેટલાક દિવસો પહેલા જ ChatGPTનું પેઈડ વર્ઝન પણ લોન્ચ કર્યું છે, જે વધારે અસરકારક્તાથી કામ કરે છે. ઓપન એઆઈએ ChatGPT Plus નામની સર્વિસની શરૂઆત કરી છે. જો તમે પણ પ્લસ યુઝર છો, તો આ નવા લેન્ગવેજ મોડ્યુલ એટલે કે ChatGPT-4 ટ્રાય કરી શકો છો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications