Just In
- 585 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 586 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 587 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 588 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
ChatGPT સાથે હવે કરી શકાશે વાત, આ રીતે બોલીને પૂછો સવાલ
કેટલાક મહિના પહેલા ટેક વર્લ્ડમાં જબરજસ્ત ચર્ચા જગાવનાર ChatGPT નવું ફીચર લઈને આવ્યું છે. આ ફીચરને કારણે ChatGPT હવે વધુ યુઝર ફ્રેન્ડલી અને ઉપયોગી બનશે. OpenAI એ ChatGPTને વધુ સ્માર્ટ બનાવવા માટે નવા ફીચર્સની જહેરાત કરી છે. આમાંથી એક ફીચર દ્વારા હવે યુઝર્સ આ ચેટબોટ સાથે વાત પણ કરી શક્શે. એટલેક તમે બોલીને ChatGPTને સવાલ પૂછી શક્શો. ChatGPT હવે અવાજને સમજવાની સાથે સાથે ઈમેજ કેપેબિલિટી પણ ધરાવે છે. એટલે કે તમે કોઈ ફોટો દ્વારા પણ ChatGPTને સવાલ પૂછી શકો છો. ChatGPT તમે પૂછેલા સવાલનો જવાબ પાંચ જુદા જુદા પ્રકારના અવાજમાં આપશે. ચાલો, જાણીએ કે ChatGPTના વોઈસ ફીચરનો ઉપયોગ કેવી રીતે કરી શકાશે?

ChatGPTના નવા ફીચર્સ
ChatGPTના નવા ફીચર્સની જાહેરા કરતા ઓપન આઈ દ્વારા એક ટ્વિટ કરવામાં આવ્યું છે. જેમાં લખવામાં આવ્યું છે કે ChatGPT હવે બોલી શકે છે, સાંભળી શકે અને જોઈ પણ શકે છે. આગામી બે અઠવાડિયામાં આ તમામ નવા ફીચર્સને ગ્લોબલી રોલઆઉટ કરવામાં આવશે. પ્લસ યુઝર્સ ChatGPTની સાથે વોઈસ દ્વારા અથવા તો ઈમેજ સબમિટ કરીને વાતચીત કરી શક્શે. આ ફીચર્સ એન્ડ્રોઈડ અને iOS બંને એપ માટે મળશે.
પાંચ જુદા જુદા અવાજનો વિકલ્પ મળશે.
ChatGPT યુઝર્સે પૂછેલા સવાલનો જવાબ પાંચ જુદા જુદા અવાજમાં આપી શક્શે. યુઝર્સ પોતાની પસંદગીને આધારે પાંચમાંથી કોઈ પણ એક અવાજ સિલેક્ટ કરી શકે છે. ChatGPTનું કહેવું છે કે તેમણે પ્રત્યે અવાજ બનાવવા માટે વોઈસ એક્ટર્સની મદદ લીધી છે. બોલેલા શબ્દોને ટેક્સ્ટમાં ટ્રાન્સક્રિપ્ટ કરવા માટે કંપનીએ વ્હિસ્પર સ્પીચ રેકન્ગનિશન સિસ્ટમનો ઉપયોગ કર્યો છે.
કેવી રીતે કરશો ChatGPTના નવા વોઈસ ફીચરનો ઉપયોગ?
ChatGPTનું આ નવું ફીચર એપના સેટિંગ્સ મેન્યુમાં મળશે. આ ફીચરનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલા તમારે એપ ઓપન કરીને સેટિંગ્સ ઓપન કરવા પડશે.
અહીં ન્યૂ ફીચર્સ સેક્શનમાં જાવ.
બાદમાં યુઝર્સે અહીં દેખાતા હેડફોન બટન પર ક્લિક કરવાનું છે.
આ બટન તમને હોમ સ્ક્રીન પર જમણી બાજું મળશે.
બાદમાં તમને અવાજના જુદા જુદા પાંચ વિકલ્પ મળશે. તમારે ChatGPT સાથે જે અવાજમાં વાતચીત કરવી છે, તે અવાજ તમે અહીંથી સિલેક્ટ કરી શકો છો.
ધ્યાન રાખો કે હાલ આ ફીચર માત્ર એપ માટે જ ઉપલબ્ધ છે.
ChatGPTને ઈમેજ સબમિટ કરીને આ રીતે સવાલ પૂછો.
વોઈસ ઉપરાંત યુઝર્સ ChatGPTને હવે ઈમેજ સબમિટ કરીને પણ સવાલ પૂછી શકે છે. જેમ કે તમે ગણિતના કોઈ દાખલાનો ફોટો પાડીને ChatGPTને આપી શકો છો, અને તેનો ઉકેલ માગી શકો છો. આ ફીચર બધા જ પ્લેટફોર્મ માટે અવેલેબલ છે. આગામી બે સપ્તાહમાં પ્લસ અને એન્ટરપ્રીઝ યુઝર્સ આ ફીચરનો લાભ ળઈ શક્શે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications