ChatGPT દ્વારા સાવ સરળતાથી તમે કરી શકો છો આ 10 કામ

By Gizbot Bureau
|

સિવાય કે તમે હિમાલયના પહાડોમાં સમાજથી દૂર વસો છો, બીજી એવી કોઈ શક્યતા નથી કે તમે ChatGPTનું નામ પણ ન સાંભળ્યું હોય. જો તમે સમાચાર પણ નહીં જોતા હો, અપડેટેડ પણ નહીં રહેતા હો, તો પણ ChatGPTનું નામ ક્યાંકને ક્યાંકથી તો તમારા કાને પડ્યં જ હશે.

ChatGPT દ્વારા સાવ સરળતાથી તમે કરી શકો છો આ 10 કામ

ChatGPT એ OpenAI દ્વારા તૈયાર કરવામાં આવેલો ચેટબોટ છે. જો તમે તેનો યોગ્ય રીતે ઉપયોગ કરો છો, તો ChatGPT ખૂબ જ ઉપયોગી ટૂલ સાબિત થઈ શકે તેમ છે. અમે તમારા માટે 10 એવા કામનું લિસ્ટ લઈને આવ્યા છીએ, જેમાં તમે ChatGPTનો ઉપયોગ કરીને પ્રોડક્ટિવિટી વધારી શકો છો. તમારા કામ સરળ બનાવી શકો છો.

રિસર્ચનું કામ બનાવો સરળ

રિસર્ચનું કામ ખૂબ જ કંટાળાજનક હોય છે, પરંતુ જો તમે ChatGPTને એક યોગ્ય કમાન્ડ આપશો, તો તમારા જોઈતા વિષય પર તે તેમને તાજેતરમાં બનેલી ઘટનાઓથી લઈને ઐતિહાસિક ઉલ્લેખો ચપટીમાં શોધી આપશે. બસ એટલું ધ્યાન રાખો કે ChatGPT તમને એટલી જ માહિતી આપશે જે 2021 પહેલા બનેલી છે. તેની પાસે 2021 પછીનો ડેટા નથી.

નવી ભાષા શીખો

ChatGPTને તમે નવી ભાષા શીખવા માટે પણ ઉપયોગમાં લઈ શકો છો. ChatGPT સાથે નવી ભાષામાં વાતો કરીને તમે તમારી આવડતને વધુ ચોક્કસ કરી શકો છો, કારણ કે ChatGPT એક હ્યુમનની જેમ જ વાતો કરે છે.

તમારા લખાણને બનાવો વધુ ધારદાર

ChatGPTનો ઉપયોગ કરીને તમે તમારા કામના પ્રોજેક્ટ્સ, વાર્તાઓ, કવિતાઓ, નિબંધ વગેરેને લગતા નવા આઈડિયા શોધી શકો છો. ChatGPTને બસ તમારે જે વિષય પર લખવું છે, તે અંગે જાણ કરો અને તે વિચારોનો, સલાહનો ઢગલો કરી દેશે.

વ્યાકરણ અને શબ્દભંડોળ વધારો

ChatGPT તમારી ગ્રામેટિકલ એરર્સને પણ શોધીને શુધારી શકે છે, સાથે જ તમને નવા શબ્દો પણ સજેસ્ટ કરી શકે છે. તમારા લખાણને ChatGPTમાં નાખીને તમે મઠારી શકો છો.

પર્સનલ આસિસ્ટન્ટ તરીકે કરો ઉપયોગ

ChatGPT તમારા અંગત મદદનીશ તરીકે કામ કરી શકે છે. તે તમારા માટે અપોઈન્ટમેન્ટ શેડ્યુલ કરી શકે છે, રિમાઈન્ડર ગોઠવી શકે છે અને ટુ ડૂ લિસ્ટ પણ બનાવી શકે છે.

ChatGPT સાથે વાતો કરો

જો તમારી પાસે ચર્ચા કરવા માટે કોઈ નથી તો ચિંતા ન કરો, ChatGPT છે ને! તમે ChatGPT સાથે સામાજિક મુદ્દાઓથી લઈને રાજકીય મુદ્દા અંગે ચર્ચા કરી શકો છો.

ChatGPT તમને અપાવી શકે છે નોકરી

તમે ChatGPT પાસે તમારો નવો CV પણ તૈયાર કરાવી શકો છો. સાથે જ ChatGPT તમને તમારા કરિયર અંગે નવી માહિતી પણ આપી શકે છે.

સ્ટ્રેસને ભગાવો, આનંદ કરો

તમે ChatGPTને જોક કહેવા માટે પણ કહી શકો છો. જો કંટાળો આવે છે, તો ChatGPTને સૂચના આપો અને તે તમને એકથી એક ચડિયાતા જોક્સ કહીને હસાવશે.

ChatGPT સાથે ગેમ્સ રમો

જો તમને કંટાળો આવતો હોય તો તમે ChatGPT સાથે શબ્દોને લગતી રમતો પણ રમી શકો છો.

રિસર્ચ રિપોર્ટ, વેબ પેજનો સાર મેળવો

જો તમે ChatGPTને એક લાંબો રિપોર્ટ આપશો, અને તેને સમરાઈઝ કરવા કહેશો, તો તમારો સમય બચાવીને તમને ChatGPT તમને તેના વિશે માહિતગાર કરી દેશે.

Best Mobiles in India

English summary
ChatGPT can help you to make your work easier know how

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X