Just In
- 540 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 541 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 542 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 543 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
CharDham Yatraના શ્રદ્ધાળુઓને જીયોએ આપી ભેટ, હવે આખા રૂટમાં મળશે 5G નેટવર્ક
રિલાયન્સ જીયોએ ચારધામ યાત્રાના શ્રદ્ધઆળુઓ માટે ખાસ જાહેરાત કરી છે. ચારધામ એટલે કે કેદારનાથ, બદ્રીનાથ, યમુનોત્રી અને ગંગોત્રીની યાત્રા પર જનારા શ્રદ્ધાળુઓની મુસાફરી સરળ બનાવવા માટે જીયોએ હવે આખા રસ્તામાં 5G કનેક્ટિવિટી ફેસિલિટી પ્રોવાઈડ કરવાની જાહેરાત કરી છે.

ગત વર્ષે મંદિરોમાં આપ્યું હતું 5જી નેટવર્ક
આના માટે જીયોએ બધી તૈયારી પૂર્ણ કરી લીધી છે. તમને જણાવી દઈએ કે જીયોએ ગત વર્ષે ચારધામ યાત્રા દરમિયાન 5જી નેટવર્ક આપ્યું હતું, અને આમ કરનાર તે પહેલી ટેલિકોમ કંપની હતી. કેદારનાથ, ગંગોત્રી, યમુનોત્રી અને બદ્રીનાથના કપાટ ખુલી ચૂક્યા છે. અને દર્શન કરવા માટે રોજેરોજ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે.
હવે રસ્તામાં પણ મળશે 5જીનો લાભ
કંપનીના કહેવા પ્રમાણે જીયો ટ્રુ 5જી નેટવર્ક ચારધામના યાત્રાળુઓને દરેક ધામમાં મળશે. આ ઉપરાંત એક ધામથી બીજે ધામ જવાના રસ્તા પર પણ જીયોનું 5જી નેટવર્ક મળશે. જેમાં રુદ્રપ્રયાગ, ચમોલી, ગોપેશ્વર, દેવપ્રયાગ, હરિદ્વાર, ઋષિકેશ અને શ્રીનગર જેવા દુર્ગમ વિસ્તારો પણ સામેલ છે.
જીયોએ લગાવ્યા વધારે ટાવર્સ
જિયોએ એક વર્ષની અંદર અંદર આ વિસ્તારોમાં પોતાના નેટવર્કને ખૂબ જ સારું બનાવી દીધું છે. આ ઉપરાંત કંપનીની વાત માનીએ તો ચારધામ યાત્રાના રસ્તામાં જીયોએ અન્ય ઓપરેટર્સની સરખામણીએ વધારે 4જી અને 5જી ટાવર્સ લગાવ્યા છે. કંપનીએ આગળ કહ્યું કે જીયો પાસે માત્ર 700 મેગાહર્ટ્ઝ બેન્ડ છે, જે સારું 5જી નેટવર્ક આપવા માટે સક્ષમ છે.
વગર ડિસ્ટર્બન્સે મળશે સર્વિસ
જીયોનું કહેવું છે કે ચારધામ કેદારનાથ, બદ્રીનાથ, યમુનોત્રી અને ગંગોત્રીના દર્શને જતા શ્રદ્ધાળુઓ હવે કોઈ પણ ડિસ્ટર્બન્સ વગર જીયો 5જી નેટવર્કનો લાભ લઈ શક્શે. ઉલ્લેખનીય છે કે કંપની ગત વર્ષે 2023માં બધા જ મંદિર પરિસરમાં 5જી નેટવર્ક લોન્ચ કર્યું હતું.
નહીં આપવો પડે એક્સ્ટ્રા ચાર્જ
રિલાયન્સ જીયોએ આપેલી માહિતી પ્રમાણે ટ્રુ 5જી નેટવર્કની રેન્જમાં શ્રદ્ધાળુઓ 5જી કેપેસિટી ધરાવતા ફોનમાં કોઈ પણ એક્સ્ટ્રા ચાર્જ વગર 1000 Mbpsની સ્પીડ સુધી 5જી ડેટાનો ઉપયોગ કરી શક્શે. એટલે કે જો તમે ચારધામ યાત્રામાં જઈ રહ્યા છો અને તમારે જીયોના 5જી નેટવર્કનો લાભ લેવો છે, તો સૌથી પહેલી જરૂરિયાત છે કે તમારી પાસે 5જી નેટવર્કને સપોર્ટ કરતો મોબાઈલ ફોન હોવો જરૂરી છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications