Chakshu Portal: જો કોઈ વ્હોટ્સ એપ, કોલ કે મેસેજમાં હેરાન કરે તો અહીં online ફરિયાદ કરો

By Gizbot Bureau
|

ભારતીય નાગરિકોને સાઈબર ફ્રોડથી બચાવવા માટે કેન્દ્ર સરકારે નવા પ્લેટફોર્મની શરૂઆત કરી છે. કેન્દ્ર સરકારે સોમવારે ચક્ષુ પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે. જો તમારી સાથે કોઈ પણ પ્રકારની સાઈબર છેતરપિંડી થાય છે, તો તમે 30 દિવસની અંદર અંદર આ પ્લેટફોર્મ પર ફરિયાદ કરી શકો છો. આ પ્લેટફોર્મ ભારત સરકારના સંચાર સાથી વેબસાઈટ પર લોન્ચ કરવામાં આવ્યું છે.

Chakshu Portal: જો કોઈ વ્હોટ્સ એપ

શું છે ચક્ષુ પ્લેટફોર્મ?

ચક્ષુ પ્લેટફોર્મ પર ભારતીય નાગરિકોને સાઈબર અપરાધ, પૈસાને લગતી છેતરપિંડી, ખોટા ઈરાદાથી કરવામાં આવેલા કોલ, મેસેજ કે વ્હોટ્સ એપ દ્વારા કરવામાં આવેલા હેરાનગતિ કરતા મેસેજને રિપોર્ટ કરવાની સુવિધા આપે છે.

જો તમારા બેન્ક અકાઉન્ટમાંથી પૈસા ઉપડી જાય છે, પેમેન્ટ વોલેટમાંથી પૈસા ગાયબ થઈ જાય છે, કોઈ તમારી સાથે સેક્ટોર્શન કરે છે, તો આ બધું જ સાઈબર અપરાધમાં આવે છે. તમે આવા કિસ્સામાં ચક્ષુ પ્લેટફોર્મ પર ફરિયાદ નોંધાવી શકો છો.

સાઈબર ફ્રોડ થાય તો આ રીતે ફરિયાદ કરો.

1. સૌથી પહેલા સંચાર સાથી પ્લેટફોર્મ પર જાવ. તેના માટે આ લિંક https://sancharsaathi.gov.in/પર ક્લિક કરો.

2. હવે હોમ પેજ પર જઈને Citizen Centric Services પર ક્લિક કરો.

3. હવે તેમાં Report Suspected Fraud Communication Chakshu ઓપ્શન પર ટેપ કરો.

4. હવે continue for Reporting ઓપ્શન પર ક્લિક કરો.

5. અહીં તમને Call, SMS, Whatsapp એમ જુદા જુદા ઓપ્શન મળશે, તેમાંથી કોઈ એક ઓપ્શન સિલેકટ કરો.

6. હવે કેટેગરી સિલેક્ટ કરીને તમારી સાથે જે ફ્રોડ થયું છે, તેનો સ્ક્રીનશોટ અપલોડ કરો.

7. બાદમાં તમારે તમારી સાથે જે ફ્રોડ થયું છે, તેનો સમય, તારીખ અને ડિટેઈલ્સ આપવાની છે.

8. હવે તમારું નામ, મોબાઈલ નંબર અને ઓટીપી વેરિફાઈડ કરાવો.

9. બસ હવે તમારી ફરિયાદ લખીને સબમિટ કરી દો.

સરકાર શું એક્શન લેશે?

ચક્ષુ પોર્ટલ પર છેતરપિંડીની ફરિયાદ દાખલ કર્યા બાદ પોલીસ, બેન્ક અને અન્ય તપાસ એજન્સીઓ એક્ટિવ થઈ જશે. તમારી ફરિયાદના કેટલાક કલાકની અંદર જ કાર્યવાહી શરૂ થઈ જશે. આ કિસ્સાની પૂરી તપાસ કરવામાં આવશે, અને જે નંબર દ્વારા તમારી સાથે છેતરપિંડી આચરવામાં આવી છે, તેને બ્લોક કરવામાં આવશે.

Best Mobiles in India

English summary
Chakshu portal launched to complaint about cyber fraud know the process

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X