Just In
- 675 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 676 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 677 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 678 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Android ફોન યુઝર્સને સરકારે આપી ચેતવણી, આ કામ તાત્કાલિક કરો નહીં તો પસ્તાશો
ઈન્ડિયન કમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ એટલે કે CERT-In નામની સરકારી એજન્સી દ્વારા એન્ડ્રોઈડ યુઝર્સને ચેતવણી આપવામાં આવી છે. સરકારી એજન્સીની વાત માનીએ તો લેટેસ્ટ એન્ડ્રોઈડ વર્ઝનમાં ઘણી ખામીઓ છે, જેનો ફાયદો હેકર્સ ઉઠાવી શકે છે. સાઈબર સિક્યોરિટી એજન્સીે આ મામલે યુઝર્સને માહિતી આપીને ચેતવતા એક રિપોર્ટ જાહેર કર્યો છે.

આ રિપોર્ટમાં એજન્સીએ કહ્યું છે કે ગૂગલ અને ક્વાલકોમ તેમજ મીડિયાટેક જેવા સ્માર્ટફોન કોમ્પોનેન્ટ્સ બનાવતા મેન્યુફેકર્સે તાજેતરમાં જ આ સિક્યોરિટી લૂપહોલ્સને રિપેર કર્યા છે. ત્યારે ચાલો એ પણ જાણી લઈએ કે એજન્સીએ કેમ ચેતવણી ાપી છે.
Samsungના ફોનમાં જોવા મળી કામી
સેમસંગે પણ પોતાના સોફ્ટવેરમાં રહેલી ખામીને પગલે એક પેચ જાહેર કર્યો છે. પહેલા એજન્સીએ સેમસંગને અંગત રીતે આ ખામીઓ અંગે માહિતી આપી હતી, ત્યારથી એજન્સી અપડેટ્સ પર પણ નજર રાખતી હતી. CERT-In દ્વારા પોતાના લેટેસ્ટ રિપોર્ટમાં ઘણા લૂપહોલ્સને હાઈલાઈટ કરવામાં આવ્યા છે.
જેમાં ફ્રેમવર્ક, સિસ્ટમ, AMLogic, Arm કોમ્પોનન્ટ્સ, મીડિયાટેક કોમ્પોનન્ટ્સ, ક્વાલકોમ અને ક્વાલકોમ ક્લોઝ્ડ સોર્સ કોમ્પોન્ટ્સ સામેલ છે. આ મુશ્કેલીઓ અંગે CERT-In દ્વારા હાઈલેવલની વોર્નિંગ જાહેર કરવામાં આવી છે. એજન્સીના કહેવા પ્રમાણે આ લૂપહોલ્સને કારણે એન્ડ્રોઈડ 12, 13 અને 14 વર્ઝન ધરાવતા સ્માર્ટફોન પર અસર પડી શકે છે.
હેકર્સ ઉઠાવી શકે છે ફાયદો
સાઈબર સિક્યોરિટી એજન્સીના કહેવા પ્રમામે ગૂગલે એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમાં રહેલા લૂપહોલ્સ માટે પેચ રોલઆઉટ કર્યો છે. પરંતુ હેકર્સ આ લૂપહોલ્સનો ફાયદો ઉઠાવીને તમારા ફોનને હેક કરીને તમારી અંગત માહિતી ચોરી કરી શકે છે. ગૂગલે પોતાના લેટેસ્ટ એન્ડ્રોઈડ સિક્યોરિટી બુલેટિનમાં આ પેચ અંગે માહિતી આપી છે. જ્યારે સેમસંગનું કહેવું છે કે જે ડિવાઈસિસમાં લેટેસ્ટ સિક્યોરિટી અપડેટ્સ આપવામાં આવી છે, તેમને કોઈ ખતરો નથી. જો તમે આ સિક્યોરિટી અપડેટ ઈન્સ્ટોલ નથી કર્યા, તો તમે હેકર્સનો શિકાર બની શકો છો.
તમારે શું કરવાનું છે?
હેકર્સથી બચવા માટે તમારે તાત્કાલિક તમારા ફોનમાં લેટેસ્ટ અપડેટ ઈન્સ્ટોલ કરવાની છે. આ માટે તમારે ફોનના સેટિંગ્સમાં જઈને સોફ્ટવેર અપેડટ કરવાનું છે. આ અપડેટ થઈ ગયા પછી હેકર્સથી તમે બચી શકો છો. જો કે, તેમ છતાંય જરૂરી સાવચેતી તો રાખવાની જ છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications
