Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
iPhone સહિતની આ પ્રોડક્ટ્સ પર છે ખતરો, સરકારની એજન્સીએ આપી વોર્નિંગ
સાઈબર સ્કેમર્સ અને અટેકર્સ આજકાલ સામાન્ય લોકોને હેકિંગનો શિકાર બનાવવા માટે જુદી જુદી રીતો અપનાવતા હોય છે. એટલે સરકાર આ ટ્રિક્સનું મોનિટરિંગ કરીને ઘણી વખત એલર્ટ જાહેર કરે છે. ડિજિટલ દુનિયામાં ચાલી રહેલી ઘટનાઓ અને ખતરા વિશે ચેતવણી સરકાર પણ આપતી રહે છે. કેન્દ્ર સરકારની ડિજિટલ દુનિયાની સિક્યોરિટી એડવાઈઝરી આપતી એજન્સીનું નામ ઈન્ડિયન કમ્પ્યુટર રિસ્પોન્સ ટીમ એટલે કે CERT-In છે. CERT-In દ્વારા શુક્રવારે એક એડવાઈઝરી જાહેર કરવામાં આવી હતી.
CERT-In દ્વારા iPhone, iPad સહિતની એપલ પ્રોડક્ટ્સ માટે એક વિશેષ વોર્નિંગ જાહેર કરવામાં આવી ચે, જેમાં કહેવામાં આવ્યું છે કે, આ પ્રોડક્ટ્સમાં મલ્ટીપલ લૂપ હોલ્સ છે, જે યુઝર્સ માટે મોટો ખતરો સાબિત થઈ શકે છે. આ ખામીઓને કારણે સાઈબર સ્કેમર્સ યુઝર્સને શિકાર બનાવી શકે છે. CERT-In દ્વારા આ માહિતી પોતાના પ્લેટફોર્મ પર શૅર કરવામાં આવી છે.

સાઈબર ફ્રોડ કરી શકે છે સાઈબર એટેક
એપલની પ્રોડક્ટ્સમાં મળી આવેલી ખામીઓને કારણે સાઈબર અટેકર્સ તમારા ડિવાઈસમાં ઘૂસીને તમને શિકાર બનાવી શકે છે. આ ખામીઓ ઉપયોગ કરીને તે તમારા ડિવાઈસ, આઈપેડમાં આવીને તમારી અંગત માહિતી ચોરી શકે છે. આ ખામીઓને કારણે તે સિક્યોરિટી રિસ્ટ્રિક્શનને પણ બાયપાસ કરી શકે છે.
આ વર્ઝનના યુઝર્સ પર ખતરો
CERT-In દ્વારા જે ખામી શોધવામાં આવી છે તે કેટલાક સોફ્ટવેર વર્ઝનમાં મળી છે. આ લિસ્ટમાં iOS, iPad OSના 17.6 અને 16.7.9 વર્ઝન સામેલ છે. આમાં macOS Sonoma versions 4.6 તેની પહેલાના વર્ઝન સામેલ છે. macOS Venturaના વર્ઝન 13.6.8 અને તેની પહેલાના વર્ઝનમાં ખામી મળેલી છે. જ્યારે watchOS 10.6 અને તેના પહેલાના વર્ઝનમાં આ ખામી દેખાઈ છે.
સેફ્ટી માટે યુઝર્સે શું કરવું જોઈએ?
CERT-In દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે યુઝર્સે આ પ્રકારના હેકિંગના ખતરાથી બચવા માટે પોતાના ડિવાઈસના જૂના વર્ઝનને લેટેસ્ટ વર્ઝનમાં અપડેટ કરવું જઈએ. જે યુઝર્સ ડિવાઈસને અપડેટ નથી કરતા અને સિક્યોરિટી અપડેટ નથી કરતા, તેનો ફાયદો ઉઠાવીને હેકર્સ તમારા મોબાઈલમાં ઘૂસી શકે છે. એટલે સાઈબર સિક્યોરિટીની સલાહ છે કે હંમેશા તમારા મોબાઈલમાં અને ડિવાઈસને અપ ટુ ડેટ રાખો, સાથે જ સિક્યોરિટી પણ અપ ટુ ડેટ રાખો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications