Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
આ મોબાઈલ ગેમ્સ કલેક્ટ કરે છે તમારો પર્સનલ ડેટા, જાણો લિસ્ટ
આજકાલ આપણા બધા જ કામ મોબાઈલ એપ્લિકેશનથી થઈ રહ્યા છે. આ મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરવા માટે આપણે એપને પરમિશન આપવી પડે છે. જેને કારણે મોબાઈલ એપ્સ યુઝરનો ડેટા કલેક્ટ કરે છે. જેમાં કેટલીક મોબાઈલ ગેમિંગ એપ્સ પણ છે, જે પ્લેટફોર્મને વધારે સારું બનાવવા માટે અથવા વધારે રેવન્યુ જનરેટ કરવા માટે યુઝરનો પર્સનલ ડેટા પણ કલેક્ટ કરે છે. VPN સર્વિસ આપતી કંપની Surfsharkએ એક રિપોર્ટ જાહેર કર્યો છે, જેમાં કેટલીક એવી જાણીતી ગેમ્સનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે હાલ યુઝર્સનો સૌથી વધારે ડેટા કલેક્ટ કરે છે. સાથે જ આ ગેમ્સને યુઝરનો ડેટા કન્ઝ્યુમ કરવાના ક્રમમાં રેન્કિંગ પણ આપવામાં આવ્યું છે.

સૌથી વધુ ડેટા કલેક્ટ કરે છે આ ગેમિંગ એપ્સ
VPN કંપની SurfSharkના કહેવા પ્રમાણે Ludo King અને Subway Surfers ભારતમાં સૌથી વધારે લોકપ્રિય મોબાઈલ ગેમ્સ છે. ડેટા કલેક્શન મામલે આ ગેમ્સને ક્રમશઃ 38મો અને 7મો રેન્ક મળ્યો છે. આ બંને ગેમ્સ થર્ડ પાર્ટી એડવર્ટાઈઝિંગ માટે ડેટા કલેક્ટ કરે છે. તો, 8 Ball Pool અને Gardenscapes ગેમ ટોપ 10માં સામેલ છે.
VPN સર્વિસ પ્રોવાઈડરનું કહેવું છે કે, ભારતમાં સૌથી લોકપ્રિય એવી 50 મોબાઈલ ગેમિંગ એપ્સમાંથી 38 એપ્રિલકેશન યુઝર ડેટા થર્ડ પાર્ટી એડવર્ટાઇઝિંગ માટે શૅર કરે છે.
પ્રાઈવસી મામલે સૌથી ખરાબ છે આ ગેમ્સ
રિપોર્ટમાં કહેવા પ્રમાણે Call Of Duty: Mobile, Candy Crush Saga અને Carrom Pool: Disc ગેમ્સ પ્રાઈવસી મામલે સૌથી ખરાબ ટોપ 3 ગેમ્સ છે. આ ત્રણેય ગેમિંગ એપ્લિકેશન યુઝર્સના ફોટો, વીડિયો, કોન્ટેક્ટ અને લોકેશન જેવો ડેટા કલેક્ટ કરે છે.
આ ગેમ્સ છે સેફ, જે સૌથી ઓછો ડેટા કલેક્ટ કરે છે.
Traffic Rider, Mili Militia – War.io અને Among Us ગેમ્સ ઉપર જણાવેલી ગેમ્સની સરખામણીમાં સૌથી ઓછો ડેટા કલેક્ટ કરે છે. VPN કંપનીનું કહેવું છે કે આ ગેમિંગ એપ્સ ખૂબ જ ઓછો ડેટા કલેક્ટ કરે છે .એક એપને વધારે સારી રીતે ચલાવવા માટે વધારે ડેટા એક્ઠો કરવાની જરૂર નથી પડતી.
SurfSharkના સ્પોક પર્સન Gabriele Racaityteએ કહ્યું છે કે મોટી સંખ્યામાં ગેમર્સ અજાણતા પોતાનો પર્સનલ ડેટા શૅર કરવાની પરવાનગી આપી દે છે. તેમને એ વાતનો અંદાજ પણ નથી હોતો કે આ ડેટાનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે થશે.
તેમણે આગળ કહ્યું છે કે કંપનીના રિસર્ચમાં ખુલાસો થયો છે કે 510 ગ્લોબલ મોબાઈલ ગેમિંગ એપ્સ યુઝરના ડેટાને ટ્રેક કરે છે, અને બાદમાં તેને થર્ડ પાર્ટી કંપનીઓ કે પછી એડવર્ટાઈઝર્સને ટ્રાન્સફર કરી દે છે. આ ડેટાનો સૌથી વધુ ઉપયોગ માર્કેટિંગ જેવા કામોમાં થાય છે.
તમારી જાણકારી માટે જણાવી દઈએ કે SurfSharkએ આ રિસર્ચને 60 દેશોમાં રહેલા એપ સ્ટોર પર ઉપલબ્ધ 50 સૌથી વધુ પોપ્યુલર ગેમિંગ એપ્સ પર કર્યું છે. આ રિપોર્ટ ડેટા કલેક્શન પ્રેક્ટિસ પર આધારિત છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications