Just In
- 632 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 633 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 634 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 635 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
સેકન્ડ હેન્ડ સ્માર્ટફોન ખરીદો છો, તો આ બાબતોનું ધ્યાન રાખજો
આજકાલ દરેક વ્યક્તિ પાસે સ્માર્ટફોન હોય જ છે. પરંતુ દરેક વ્યક્તિને એવું જ લાગે છે કે કાશ આના કરતા વધારે મોંઘો ફોન હોત તો કેટલું સારું થાત. આમ તો સ્માર્ટપોન માર્કેટમાં દરેક બજેટના મોડેલ્સ મળી જ જાય છે, પરંતુ દરેક વ્યક્તિ મોંઘા ફોન ખરીદી શક્તા નથી. એટલે આવી સ્થિતિમાં સેકન્ડ હેન્ડ એટલે કે પ્રિ ઓન્ડ સ્માર્ટફોન એટલે કે એવા ફોન જેને યુઝર્સ થોડોક સમય યુઝ કરીને વેચી નાખે છે. પરંતુ પ્રિ ઓન્ડ સ્માર્ટપોન ખરીદતા પહેલા કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે, નહીં તો પાછળથી પસ્તાવાનો સમય આવી શકે છે.

જો તમે પણ પ્રિ ઓન્ડ સ્માર્ટફોન ખરીદો છો, તો નીચેના મુદ્દા ધ્યાનમાં રાખો
બેટરી હેલ્થ
જેમ જેમ ફોન જૂનો થતો જાય તેમ તેમ તેની બેટરીની ક્ષમતા ઘટતી જાય છે. પ્રિ ઓન્ડ ફોન ખરીદતા પહેલા તેની બેટરી હેલ્થ ચેક કરી લો. જો બેટરી હેલ્થ 90 ટકા કરતા ઓછી હશે, તો તમારે ફોન વારંવાર ચાર્જ કરવો પડશે. આવો ફોન ખરીદવાનું ટાળવું જોઈએ.
સ્ક્રીન ચેક કરો.
ફોનનું ફૂલ એન્ડ ફાઈનલ પેમેન્ટ કરતા પહેલા તેની સ્ક્રીન બરાબર ચેક કરી લો. સ્ક્રીનમાં કોઈ તિરાડ કે ડોટ નથી તે ચેક કરી લો. ફોનમાં એપ્સ ઓપન કરીને ચેક કરો, કે સ્ક્રીનના કલર્સ બરાબર દેખાય છે કે નહીં
હાર્ડવેર કેવા છે
પ્રિ ઓન્ડ સ્માર્ટફોન લેતા સમયે એ પણ ચેક કરો કે તેના બધા જ બટન, કેમેરા, માઈક્રોફોન, સ્પીકર કામ કરે છે કે નહીં. સાથે જ એ પણ ચેક કરો કે ફોનની બોડી ક્યાંયથી ડેમેજ તો નથી ને.
સોફ્ટવેર અપડેટ
ફોનમાં લેટેસ્ટ સોફ્ટવેર અપડેટ આવી છે કે નહીં, તે પણ ચેક કરો. સાથે જ એ પણ ચેક કરો કે હજી ફોનમાં કેટલી સોફ્ટવેર અપડેટ આવવાની બાકી છે.
કિંમત
જો તમે ફોન ખરીદવાનું નક્કી જ કરી લીધું છે, તો એ પણ ચેક કરો કે નવું વર્ઝન કેટલામાં મળી રહ્યું છે. જો તમે જે મોડેલ ખરીદવાના છો, તેના જેવા જ ફીચર્સ ધરાવતા ફોનની કિંમત ચેક કરો. અને શક્ય હોય એટલી કિંમત ઓછી કરાવો.
જો તમે પ્રિ ઓન્ડ સ્માર્ટપોન ખરીદતા સમયે આ વાતોનું ધ્યાન રાખશો, તો પસ્તાવાનો વારો નહીં આવે.ઓફલાઈન ઉપરાંત પણ પ્રિ ઓન્ડ સ્માર્ટફોન માટે ઘણી સાઈટ્સ છે, જ્યાં તમે જૂના ફોન વેચવાની સાથે ખરીદી પણ શકો છો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications