Just In
- 586 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 588 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 589 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 589 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
વિદેશમાંથી iPhone ખરીદતા આટલું રાખજો ધ્યાન, નહીં તો થશે નુક્સાન
Appleની પ્રોડક્ટ્સનો એક અલગ જ ફેન બેઝ છે. ઘણા બધા એવા યુઝર્સ છે, જે એપલની પ્રોડક્ટ્સ લોન્ચ થવાની કાગડોળે રાહ જોતા હોય છે, અને જવી પ્રોડક્ટ્સ લોન્ચ થાય કે તરત જ ખરીદવા લાઈન લગાવે છે. ખાસ કરીને જો આવા ટેક પ્રેમીઓ વિદેશમાં ફરતા હોય, તો ત્યાંથી iPhone, MacBooks, Apple Watches ખરીદવા સાવ સામાન્ય વાત છે. એ વાત એકદમ સાચી છે કે વિદેશમાં આઈફોન ખરીદવો ભારતમાં આઈફોન ખરીદવા કરતા ઘણો સસ્તો સાબિત થાય છે. પરંતુ આવું કરવા માટે કેટલીક બાબતો પર ધ્યાન આપવું ખાસ જરૂરી છે.

આજે અમે આ આર્ટિકલમાં તમને જણાવીશું કે જો તમે બીજા કોઈ દેશમાંથી આઈફોન ખરીદી રહ્યા છો, તો તમારે કઈ કઈ બાબતો પર ધ્યાન આપવું જોઈએ.
iPhone ખરીદતા પહેલા કિંમત જાણી લો.
જો તમે વિદેશમાં ફરવા દરમિયાન આઈફોન ખરીદવા ઈચ્છી રહ્યા છો, તો સૌથી પહેલા પ્રાઈઝ રરૂર ચેક કરો. આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે દરેક વખતે વિદેશમાં આઈફોન સસ્તો જ મળે તે જરૂરી નથી. દરેક દેશમાં ફોનની કિંમત જુદી જુદી હોય છે. એટલે જરૂરી છે કે ફોન ખરીદતા પહેલા તેની કિંમત જાણી લો.
Appleના ઓફિશિયલ સ્ટોર પરથી જ ખરીદો.
આ બાબત સૌથી અગત્યની છે. તમારે કોઈ અજાણ્યા દેશમાં આઈફોન ખરીદતા સમયે તમારે ફોન ખરીદવા માટે એપલ સ્ટોર પર જ જવું જોઈએ. જો તમે ગમે ત્યાંથી ફોન ખરીદશો તો નકલી આઈફોન પણ કોઈ દુકાનદાર તમને પધરાવી શકે છે.
દુબઈમાં iPhone નથી કરતું ફેસટાઈમ સપોર્ટ
આમ તો આ વાત સાંભળવામાં વિચિત્ર લાગે છે, પરંતુ દુબઈ સહિત સંયુક્ત આરબ અમિરાતમાં વેચાતા કોઈ પણ આઈફોનમાં ફેસટાઈમ સપોર્ટ નથી મળતો. આનું કારણ યુએઈ દ્વારા મૂકવામાં આલા પ્રતિબંધો છે, પરંતુ જો તમે દુબઈથી આઈફોન ખરીદી રહ્યા છો, તો આ બાબતનું ધ્યાન રાખજો.
USમાં મળે છે માત્ર eSimવાળા iPhone
બધા જ જાણે છે, તે રીતે અમેરિકામાં મળતા આઈફોન માત્ર ઈ સિમને સપોર્ટ કરે છે. એટલે યુએસમાંથી આઈફોન ખરીદતા સમયે આ બાબતનું ધ્યાન રાખવું જોઈએ. એટલે જો તમે અમેરિકામાંથી ફોન ખરીદી રહ્યા છો તો તજાણીલો કે ફોન ભારતમાં એરટેલ, જીયો અથવા વોડાફોન આઈડિયા સાથે કનેક્ટેડ હોય.
વેટ રિફંડ મેળવો
ઘણા દેશ ટુરિસ્ટને વેટ રિફંડ આપે છે. એટલે વિદેશમાંથી એપલ પ્રોડક્ટ ખરીદતા સમયે વેટ રિફંડ વિશે માહિતી મેળવી લો. અને પરત ફરતા સમયે વેટ રિફંડ મેળવવા માટે જરૂરી દસ્તાવેજ તૈયાર રાખો. તમે જે પણ દેશમાંથી આઈફોન ખરીદી રહ્યા છો, તેના નિયમોને આધારે તમે રિફંડ ક્લેઈમ કરી શકો છો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications