Samsung Galaxy S21 FE ખરીદો માત્ર 15,750માં, કિંમત છે 75,000 રૂપિયા

By Gizbot Bureau
|

દિવાળીનો તહેવાર સમાપ્ત થઈ ચૂક્યો છે, સાથે જ જુદી જુદી ઈ કોમર્સ સાઈટ્સ પર હવે સેલ પણ પૂરા થઈ ચૂક્યા છે. પરંતુ ઈ કોમર્સ સાઈટ ફ્લિપકાર્ટ પર સેલ પૂરું થયા બાદ પણ તમે ડિસ્કાઉન્ટેડ કિંમતે સ્માર્ટ ફોન ખરીદી શકો છો. જો તમે દિવાળી સેલ દરમિયાન નવો ફોન લેવાનું ચૂકી ગયા છો, અને અત્યારે સારો બ્રાન્ડેડ સ્માર્ટ ફોન ખરીદવા ઈચ્છો છો, તો Samsung Galaxy S21 FE ફાયદાનો સોદો સાબિત થઈ શકે છે. ફ્લિપકાર્ટ પરથી તમે આ સ્માર્ટ ફોન ખૂબ જ ઓછી કિંમતે ખરીદી શકો છો. અમે અહીં તમને Samsung Galaxy S21 FEની સેલ દરમિયાનની કિંમત અને આ ફોનની ખાસ બાબતો વિશે માહિતી આપીશું.

Samsung Galaxy S21 FE ખરીદો માત્ર 15,750માં, કિંમત છે 75,000 રૂપિયા

Samsung Galaxy S21 FE પર મળી રહી છે આ ઓફર

ઈ કોમર્સ સાઈટ ફ્લિપકાર્ટ પર Samsung Galaxy S21 FEના 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજવાળા વેરિયંટની મૂળ કિંમત 74,999 રૂપિયા છે. પરંતુ ફ્લિપકાર્ટ પર આ સ્માર્ટ ફોન પર 52 ટકા ડિસ્કાઉન્ટ પર ખરીદી શકાય છે, જેને લીધે ફોનની કિંમત થઈ જાય છે માત્ર 35,999 રૂપિયા. સાથે જ અહીં તમે બેન્ક ઓફર તરીકે 10 ટકા અથવા તો વધુમાં વધુ 2000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. જો સિટી બેન્ક ક્રેડિટ કાર્ડથી ખરીદી કરો છો, તો 10 ટકાની બચત અથવા તો 1,500 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી શકે છે.

આ રીતે કિંમત થઈ જશે સાવ ઓછી

હજી આ બધા ડિસ્કાઉન્ટની સાથે તમે એક્સચેન્જ ઓફરનો લાભ લઈને ફોનની કિંમત ઓછી કરી શકો છો. એક્સચેન્જ ઓફરમાં તમે જૂનો ફોન આપશો તો તમને વધુમાં વધુ 18,500 રૂપિયા સુધીની બચત થઈ શકે છે. પરંતુ ધ્યાન રાખો કે એક્સચેન્જ બોનસ કેટલું મળશે, તે તમારા જૂના ફોનની કંડિશન અને મોડેલ પર આધાર રાખે છે. આ બધી જ બેન્ક ઓફર અને એક્સચેન્જ બોનસ જો પૂરે પુરુ મળે તો તમને Samsung Galaxy S21 FE માત્ર 15,750માં મળી શકે છે.

Samsung Galaxy S21 FEમાં છે આ ખાસ વાત

Samsung Galaxy S21 FEના ફીચર્સ અને સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો આ ફોનમાં 6.4 ઈંચની ફૂલ એચડી + Dynamic AMOLED 2X ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનું રિઝોલ્યુશન 1080*2400 પિક્સલ છે. આ ફોનમાં 8 જીબી રેમ અને 128 જીબીનું સ્ટોરેજ પણ મળે છે. આ ફોનમાં 4500 mAhની બેટરી આપવામાં આવી છે. જો ફોનના કેમેરા ડિપાર્ટમેન્ટ પર નજર નાખીએ તો તેમાં f/1.8 અપાર્ચર સાથે 12 MP કેમેરા, f/2.4ના અપાર્ચર સાથે 12 MPનો બીજો કેમેરા અને, f/2.2ના અપાર્ચર સાથે 8 mpનો ત્રીજો કેમેરા આપવામાં આવ્યો છે. સાથે જ ફોનમાં f/2.2ના અપાર્ચર સાથે 32 MPનો ફ્રંટ કેમેરા પણ છે.

Samsung Galaxy S21 FEના સ્પેસિફિકેશન્સ

સેમસંગનો આ સ્માર્ટ ફોન એન્ડ્રોઈડ 12 પર બેઝ્ડ વન યુઆઈ 4 પર કામ કરે છે. સ્પેસિફિકેશન્સ જોઈએ તો આ ફોન ક્વાલકોમ SM8350 Snapdragon 888 5G પર ચાલે છે. સેન્સર માટે તેમાં અન્ડર ફિંગરપ્રિન્ટ સેન્સર, એક્સેલરોમીટર સેન્સર, ઝાયરો સેન્સર, પ્રોક્સિમિટી સેન્સર અને કમ્પાસ સેન્સર આપવામાં આવ્યા છે.

Best Mobiles in India

Read more about:
English summary
Buy Samsung Galaxy s21 Fe in Just Rs 15750 From Flipkart

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X