Nothing Phone 1 પર મળી રહ્યું છે 17,000નું ડિસ્કાઉન્ટ, જાણો ઓફર

By Gizbot Bureau
|

હજી કેટલાક મહિના પહેલાં જ ભારતીય માર્કેટમાં Nothing Phone 1 લોન્ચ થયો છે. લોન્ચ થયા બાદ આ ફોન પોતાની અનોખી ડિઝાઈન અને ફીચર્સને કારણએ 2022ના સૌથી વધુ ચર્ચિત ફોન્સમાંથી એક રહ્યો છે. કાર્લ પેઈના યુકે સ્થિત સ્ટાર્ટ અપે Nothing Phone 1 લોન્ચ કર્યો છે. આ ફોન ફ્લિપકાર્ટ પર વેચાઈ રહ્યો છે. લોન્ચ થયાના ગણતરીના દિવસોમાં જ કંપનીએ ફોનની કિંમતમાં 1000 રૂપિયાનો વધારો પણ કરી દીધો છે. પરંતુ Flipkart Big Billion Days Saleમાં Nothing Phone 1 પર તમને 12,000 કરતા પણ ઓછી કિંમતે મળી શકે છે. ચાલો જાણીએ કેવી રીતે?

Nothing Phone 1 પર મળી રહ્યું છે 17,000નું ડિસ્કાઉન્ટ, જાણો ઓફર

આ રીતે મળશે ડિસ્કાઉન્ટ

Flipkart Big Billion Days સેલ ટૂંક સમયમાં શરૂ થવાના છે. વાર્ષિક સેલ દરમિયાન ઈ કોમર્સ પ્લેટફોર્મ જુદી જુદી શ્રેણીમાં વિવિધ પ્રોડક્ટ્સ પર આકર્ષક ઓફર આપશે. જેમાં Nothing Phone 1 પણ સામલે છે. ફ્લિપકાર્ટ કઈ પ્રોડક્ટ્સ પર કેટલું ડિસ્કાઉન્ટ આપશે, તેનો હજી સુધી ખુલાસો નથી થયો. પરંતુ એટલું જાણી શકાયું છે કે Nothing Phone 1 બેન્ક ડિસ્કાઉન્ટ ગણીને માત્ર 28,999 રૂપિયામાં મળશે. આ ઉપરાંત જો Nothing Phone 1 ખરીદતા સમયે ગ્રાહકો પોતાનો જૂનો સ્માર્ટ ફોન એક્સચેન્જ કરશે, તો એક્સચેન્જ ઓફર અંતર્ગત 17,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. એટલે કે Nothing Phone 1 ફોન ગ્રાહકોને માત્ર 11,999 રૂપિયામાં મળશે.

Nothing Phone 1ના સ્પેસિફિકેશન

Nothing Phone 1 નથિંગ ઈયર (1) ઈયરબડ્ઝની જેમ જ ટ્રાન્સપરન્ટ બેક પેનલ સાથે આવે છએ. આ પેનલમાં શાનદાર એલઈડી સ્ટ્રીપ્સ છે, જે 900 એલઈડી લાઈટથી બનેલા છે. કંપનીએ રિયર પેનલ પેટર્નને ગ્લિફ ઈન્ટરફેસ કહે છે. લોન્ચ ઈવેન્ટ દરમિયાન દર્શાવ્યા પ્રમાણે યુઝર Nothing Phone 1ના ગ્લિફ ઈન્ટરફેસને નોટિફિકેશન એલઈડી, ચાર્જિંગ ઈન્ડિકેટર સહિત જુદા જુદા કામોમાં વાપરી શકે છે.

તમારા ફોનની રિંગટોન મુજબ ગ્લિપ ઈન્ટરફેસમાં અપાયેલી એલઈડી લાઈટ કેવી રીતે ઝબૂકે તે પણ તમે પસંદ કરી શકો છો. Nothing Phone 1 ગ્લિફ ઈન્ટરફેસને યુઝરની પસંદગી પ્રમાણે સેટ કરવાની સુવિધા આપે છે. આ ફોનમાં બેકસાઈટ ઓછામાં ઓછા બેજ, ડ્યુઅલ કેમેરા સેટઅપ અને એક નાનકડી લાલ એલઈડી લાઈટ છે, જે વીડિયો રેકોર્ડ કરવા દરમિયાન ઝબૂકે છે.

Nothing Phone 1ના ફીચર્સ

Nothing Phone 1 6.55 ઈંચની OLED ડિસ્પ્લે સાથે આવે છે. આ ડિસ્પ્લે પર કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 5 પ્રોટેક્શન અને 120 Hz રિફ્રેશ રેટ આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમાં ઈન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર પણ છે. Nothing Phone 1 ક્વાલકોમ સ્નેપડ્રેગન 778G+ ચીપસેટથી સજ્જ છે. SoCમાં 12 જીબી રેમ અને 256 જીબી ઈન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવ્યું છે.

Nothing Phone 1 એન્ડ્રોઈડ આધારિત ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે. આ સ્માર્ટફોનમાં 4,500 mAh બેટરી આપવામાં આવી છે. જે 33 વોલ્ટના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. કેમેરાની વાત કરીએ તો આ ફોનમાં પાછળની તરફ ડ્યુઅલ કેમેરા સેટઅપ છે, જેમાં 50 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા અને 50 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઈડ સેન્સર છે. જ્યારે સેલ્ફી માટે Nothing Phone 1માં 16 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે.

Best Mobiles in India

Read more about:
English summary
Buy Nothing Phone 1 in Less Then 12000 Price

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X