જીઓફોન નેક્સટ તમારા નજીક ના સ્ટોર પર ક્યારે આવશે તેના વિષે જાણો

By Gizbot Bureau
|

રિલાયન્સ જીઓ દ્વારા જીઓફોન નેક્સટ સ્માર્ટફોન ને લોન્ચ કરવા માં આવેલ છે. આ સ્માર્ટફોન ને ગુગલ ની સાથે ભાગીદારી ની અંદર બનાવવા માં આવેલ છે અને આ ભારત નો સૌથી સસ્તો સ્માર્ટફોન છે. અને તમે જીઓફોન નેક્સટ ને જીઓ માર્ટ ડિજિટલ સ્ટોર્સ પર થી 4થી નવેમ્બર થી ખરીદી શકશો. આ સ્માર્ટફોન ની કિંમત રૂ. 6499 રાખવા માં આવેલ છે જેને તમે એક સાથે પણ પે કરી શકો છો અને તેને તમે 18 અથવા 24 મહિના ના ઇએમઆઇ ની અંદર પણ પે કરી શકો છો.

જીઓફોન નેક્સટ તમારા નજીક ના સ્ટોર પર ક્યારે આવશે તેના વિષે જાણો

અને જો તમે ઇએમઆઇ ના વિકલ્પ ને પસન્દ કરો છો તો તેના માટે જીઓ દ્વારા રૂ. 501 ચાર્જ લેવા માં આવશે અને સાથે સાથે તમે જીઓ ડેટા પ્લાન ની સાથે લોક થઇ જશો. જીઓફોન નેક્સટ ડ્યુઅલ સિમ ની અંદર 5.45 ઇંચ ની એચડી પ્લસ ડિસ્પ્લે આપવા માં આવે છે. અને તેની અંદર 1.3Ghz ક્વાડ કોર ક્વાલ્કોમ 215 પ્રોસેસર 2જીબી રેમ ની સાથે આપવા માં આવે છે. અને જો કેમેરા ની વાત કરવા માં આવે તો આ સ્માર્ટફોન ની અંદર પાછળ ની તરફ 13એમપી અને આગળ ની તરફ 8એમપી નો કેમેરા આપવા માં આવે છે.

આ સ્માર્ટફોન ને 2જી ફીચર ફોન યુઝર્સ માટે બનાવવા માં આવેલ છે. ઘણા લોકો ને આ સ્માર્ટફોન ને સ્પેક્સ ખુબ જ ઓછા લાગી શકે છે પરંતુ આ સ્માર્ટફોન તેના સ્પર્ધકો કરતા ખુબ જ સારું પરફોર્મ કરશે તેવું લાગી રહ્યું છે. અને તેનું કારણ ડેટા પ્લાન અને કંપની દ્વારા પહેલા લોન્ચ કરવા માં આવેલ સ્માર્ટફોન પર થી કહી શકાય છે. અને જો તમે જીઓફોન નેક્સટ ને ખરીદવા માંગતા હોવ તો નીચે જણાવેલ સ્ટેપ્સ ને અનુસરી ને તમે તમારા ઇંટ્રેસ્ટ ને રજીસ્ટર કરાવી શકો છો.

- સૌથી પહેલા www.jio.com પર જાવ.

- ત્યાર પછી જીઓફોન નેક્સટ ના બેનર પર ક્લિક કરો.

- તેના પછી નવા પેજ પર આઈ એમ ઈન્ટરેસ્ટેડ ના વિકલ્પ પર ક્લિક કરો.

- ત્યાર પછી તમારું નામ મોબાઈલ નંબર એન્ટર કરી અને ટર્મ્સ અને કન્ડિશન વાંચ્યા પછી આઈ અન્ડરસ્ટેન્ડ ના બોક્સ ને પર ટીક કરો.

- તેના પછી જનરેટ ઓટીપી પર ક્લિક કરી અને તમારા મોબાઈલ નંબર પર જે ઓટીપી આવ્યો હોઈ તેને એન્ટર કરો.

- તેના પછી ના પેજ પર તમારી અંગત વિગતો જેવી કે એડ્રેસ અને પિન કોડ એન્ટર કરવા ના રહેશે.

- એક વખત આ બધી જ પ્રક્રિયા પુરી થઇ જાય ત્યાર પછી તમને કન્ફોર્મેશન મેસેજ પણ મોકલવા માં આવશે.

Best Mobiles in India

Read more about:
English summary
Buy JioPhone Next: How To Check If JioPhone Next Is Available Near You?

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X