Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
iPhone 14 પર મળી રહ્યું છે આટલું ડિસ્કાઉન્ટ, છે સૌથી ઓછી કિંમત
જો તમે આઈફોન વાપરવાના શોખીન છો, તો તમારા માટે શુભ સમાચાર આવ્યા છે. સૌથી પ્રીમિયમ અને મોંઘા સ્માર્ટફોન પર હાલ કંપની જબરજસ્ત ડિસ્કાઉન્ટ આપી રહી છે. આઈફોનના લેટેસ્ટ મોડેલ આઈફોન 14 પર પહેલીવાર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. ધ્યાન રાખો કે આ ડિસ્કાઉન્ટ નિયત સમય માટે જ છે. આઈફોન 14 હજી તો એપલે સપ્ટેમ્બરમાં જ લોન્ચ કર્યો છે. ઘણા ખરા લોકો હજી પણ આ સ્માર્ટફોન ખરીદવા માટે રાહ જોઈ રહ્યા છે.

એમેઝોન, ફ્લિપકાર્ટ નહીં અહીંથી ખરીદો સસ્તો સ્માર્ટફોન
આમ તો આઈફોન 14માં આઈફોન 13 કરતા ખાસ વધારે અપગ્રેડ નથી. પરંતુ તેમાં 13 કરતા વધારે લાંબા સમય સુધીની સોફ્ટવેર અપડેટ મળે છે. એપલે આઈફોન 14 સ્માર્ટફોન 79,900 રૂપિયાની કિંમતમાં લોન્ચ કર્યો હતો, જેને તમે ડિસ્કાઉન્ટ પર ખરીદી શકો છો. આ ડિસ્કાઉન્ટ એમેઝોન કે ફ્લિપકાર્ટ પર નથી મળી રહ્યું. ચાલો જાણી લઈએ કે તમને ક્યાંથી અને કેટલું ડિસ્કાઉન્ટ મળશે.
iPhone 14 પર બમ્પર ડિસ્કાઉન્ટ
તમે સસ્તો આઈફોન 14 ફ્લિપકાર્ટ કે એમેઝોન પરથી નહીં, પરંતુ જીયો માર્ટ પરથી ખરીદી શકો છો. જીયો માર્ટ પર આ લેટેસ્ટ આઈફોન પર 7 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ ટમળી રહ્યું છે. ડિસ્કાઉન્ટ બાદ આઈફોન 14ની કિંમત 79,900થી ઘટીને 72,900 રૂપિયા થઈ ગઈ છે. જો કે આ ઓફર માત્ર લિમિટેડ સમયગાળા માટે જ છે. અને આ ડિસ્કાઉન્ટ માત્ર આઈફોન 14 પર જ મળે છે.
એપલ આઈફોન 14ની શું છે માર્કટ પ્રાઈઝ?
એપલે પોતાનો આ સ્માર્ટ ફોન 79,900 રૂપિયાની કિંમતે લોન્ચ કર્યો હતો. ડિસ્કાઉન્ટ બાદ તમે આ સ્માર્ટ ફોન 72,900 રૂપિયામાં ખરીદી શકો છો, પરંતુ આ ઓફર બેન્ક ઓફર અપ્લાય થયા બાદની છે. આ ફોન તમે જીયો માર્ટની સાથે સાથે ઓફલાઈન સ્ટોર પરથી પણ ખરીદી શકો છો. HDFC બેન્કની ઓફર અંતર્ગત આઈફોન 14 પર 5000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. 91 મોબાઈલ્સના રિપોર્ટ મુજબ જીયો માર્ટ પોતાના તરફથી 2000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે.
આઈફોન 14ના સ્પેસિફિકેશન્સ
એપલ આઈફોન 14માં તમને 6.1 ઈંચની OLED ડિસ્પ્લે મળે છે. તો, હેન્ડસેટ એ15 બાયોનિક ચીપસેટ સાથે આવે છે. આઈફોન 14 128 GB, 256 GB અને 512 GB સ્ટોરેજ વેરિયંટ સાથે મળે છે. તો આઈફોન 13 આઈઓએસ 16 સ્ટેબલ વર્ઝન પર ઓપરેટ થાય છે. કનેક્ટિવિટી માટે ફોનમાં 5જી સપોર્ટ, વાઈ ફાઈ, ડ્યુઅલ સિમ, બ્લૂટૂથ, GPS સહિતના ફીચર્સ અવેલેબલ છે.
કેમેરા ફીચર્સ
ફોનના કેમેરા ડિપાર્ટમેન્ટ પર નજ કરીએ તો આઈફોનમાં ડ્યુઅલર રિયર કેમેરા સેટઅપ છે, જેમાં પ્રાઈમરી કેમેરા 12 મેગાપિક્સલનો છે. જ્યારે બીજો લેન્સ 12 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઈડ એન્ગલ લેન્સ છે. જ્યારે સેલ્ફી માટે પણ કંપનીએ 12 મેગાપિક્સલનો ઓટોફોકસ સેલ્ફી કેમેરા આપ્યો છે.
ઉલ્લેખનીય છે કે આઈફોન 14 એ એપલનો સૌથી લેટેસ્ટ સ્માર્ટ ફોન છે, અને સપ્ટેમ્બર મહિનામાં લોન્ચ થયા બાદ પહેલીવાર કોઈ પ્લેટફોર્મ પર આ સ્માર્ટફોન પર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications