લેટેસ્ટ iPhone 14 Amazon પરથી ખરીદો માત્ર રૂપિયા 57,100માં

By Gizbot Bureau
|

Apple એ તાજેતરમાં જ પોતાના લેટેસ્ટ સ્માર્ટફોન iPhone 14 સિરીઝ લોન્ચ કર્યા છે. આઈફોન અને ટેક શોખીનોમાં આ સ્માર્ટફોનને લઈ જબરજસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. જો તમે પણ લેટેસ્ટ આઈફોન વાપરવાના શોખીન છો, તો આ આર્ટિકલ તમારા માટે છે. પ્રીમિયમ ગણાતા આ સ્માર્ટ ફોન પર મસમોટું ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે. એપલનો લેટેસ્ટ આઈફોન 14 હાલ તમે ઈ કોમર્સ વેબસાઈટ પરથી માત્ર રૂપિયા 57,100માં ખરીદી શકો છો. ઉલ્લેખનીય છે કે કંપનીએ iPhone 14 79,900ની કિંમતે લોન્ચ કર્યો હતો.

લેટેસ્ટ iPhone 14 Amazon પરથી ખરીદો માત્ર રૂપિયા 57,100માં

હાલ એમેઝોન પર આ સ્માર્ટ ફોન માત્ર 57,100ની કિંમતે ખીદી શકો છો. જો તમે એમેઝોન પરથી HDFC બેન્કના ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડ દ્વારા આ ફોન ખરીદશો તો તમને સીધું જ 5000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. આ ડિસ્કાઉન્ટ બાદ આઈફોન 14ની કિંમત 73,400 રૂપિયા પર આવી જાય છે. અહીં તમે જૂના સ્માર્ટફોનને એક્સચેન્જ કરીને વધારાનું 16,300 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. જો કે ધ્યાન રાખો કે આ એક્સચેન્જ બોનસની વધુમાં વધુ રકમ છે, તમને કેટલું એક્સચેન્જ બોનસ મળશે, એ તમારા જૂના સ્માર્ટફોનની કંડીશન અને મોડેલ પર આધાર રાખે છે. જો તમે પૂરેપુરું એક્સચેન્જ બોનસ મળે તો આઈફોન 14ની કિંમત 57,100 રૂપિયા પર આવી જશે.

કેમ ખરીદવો જોઈએ iPhone 14

નવો આઈફોન 14 એ પોતાના પુરોગામી આઈફોન 13 કરતા ઘણી રીતે સારો છે. આઈફોન 14માં આઈફોન 13ની જેમ જ નોચ આપવામાં આવ્યો છે, અને આઈફોન 14માં પ્રોસેસર પણ આઈફોન 13માં જે છે એ જ રાખવામાં આવ્યું છે. એપલના ઈતિહાસમાં પહેલીવાર કોઈ નવા આઈફોનમાં જૂના આઈફોનનું પ્રોસેસર રિપીટ કરાયું છે. એપલના દાવા મુજબ A15 Bionic ચીપસેટમાં સિક્સ કોર CPU છે, અને વધારે સારું GPU છે, જે 15 ટકા વધારે સારા ગ્રાફિક્સ આપે છે. જો કે નવા આઈફોન 14 પ્રો અને આઈફોન 14 પ્રો મેક્સની સામે આઈફોન 14ના ફીચર્સ ઘણા જ ઓછા છે.

આઈફોન 14માં રહેલો નોચ જ આ સ્માર્ટફોનને પ્રો મોડેલ્સ કરતા જુદો પાડે છે. આઈફોન 14માં કંપનીએ કેમેરા માટે નોચ મૂક્યો છે, જ્યારે આઈફોન 14 પ્રો સિરીઝમાં કંપનીએ ડાયનામિક આઈલેન્ડ આપ્યો છે. આ ફીચર એક દવાની ગોળીના આકારનું કટઆઉટ છે. નવા આઈફોન મોડેલ જોકે, થોડા પાતળા છે અને ls રિસાયકલ કરેલ સામગ્રીમાંથી બનાવવામાં આયા છે. Apple પર્યાવરણ બચાવવા માટે રિસાઈકલિંગને ટૂલ બનાવી રહી છે. iPhone 14માં 6.1-ઇંચની OLED ડિસ્પ્લે છે જ્યારે iPhone 14 Plusમાં 6.7-ઇંચની સ્ક્રીન છે.

iPhone 14 અને iPhone 14 Plus વધુ સારા કેમેરા સાથે આવે છે, જો કે, તેમના સેન્સર્સનું ગ્રાફિક રિઝોલ્યુશન એ જ રહે છે. નવો 12-મેગાપિક્સલનો મુખ્ય કૅમેરો વધારે સારી લો લાઈટ ફોટોગ્રાફી માટે ઉપયોગી છે. તે સેન્સર સ્ટેબિલાઈઝેશનને પણ સપોર્ટ કરે છે, જેના કારણએ આ કેમેરામાં શૂટ કરવામાં આવેલ વિડિયોઝ જિટર-ફ્રી રહે છે. ફોનમાં રિયર સાઈડ અલ્ટ્રાવાઇડ કેમેરા પણ છે, જે વધુ ડિટેઈલિંગ સાથે ફોટા ક્લિક કરે છે. એપલના કહેવા પ્રમાણે નવું ફોટોનિક એન્જિન ખાસ કરીને લો લાઈટ સ્થિતિમાં ફોટામાં વધુ સારી HDR ક્વોલિટી આપે છે. જીમ્બલ સ્ટેડીનેસ સાથે વીડિયો શૂટ કરવા માટે આઈફોન 14માં એક નવો એક્શન મોડ પણ છે.

Best Mobiles in India

Read more about:
English summary
Buy iPhone 14 on Discounted Price From Amazon

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X