માત્ર 599 રૂપિયામાં મેળવો 6000 mAh બેટરીવાળો સ્માર્ટ ફોન

By Gizbot Bureau
|

સ્માર્ટફોન બનાવતી કંપની Infinixએ તાજેતરમાં જ પોતાનો લેટેસ્ટ સ્માર્ટફોન Infinix HOT 20 Play લોન્ચ કર્યો છે. જો તમે કોઈ નવો સ્માર્ટફોન લેવાનું આયોજન કરી રહ્યા છો, તો તમારે એકવાર આ સ્માર્ટફોનના ફીચર્સ અને કિંમત જોઈ લેવી જોઈએ. Infinixનો આ સ્માર્ટફોન ફ્લિપકાર્ટ પર વેચાણ માટે મૂકાઈ ચૂક્યો છે. Infinix HOT 20 Play સ્માર્ટફોન પર બેન્ક ઓફર્સ પણ મળી રહી છે, જે બાદ ફોનની કિંમત સાવ ઓછી થઈ જાય છે. ચાલો, જાણી લઈએ કે આ ફોન ખૂબ જ ઓછી કિંમતમાં કેવી રીતે ખરીદી શકાય છે?

માત્ર 599 રૂપિયામાં મેળવો 6000 mAh બેટરીવાળો સ્માર્ટ ફોન

Infinix HOT 20 Play પર આ છે ઓફર્સ

ઈ કોમર્સ સાઈટ ફ્લિપકાર્ટ પર ઓફરની વાત કરીએ તો Infinix HOT 20 Playનું 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ વેરિયંટ 11,999 રૂપિયાના બદલે 25 ટકા ડિસ્કાઉન્ટ સાથે માત્ર 8,999 રૂપિયામાં મળી રહ્યું છે. આ ઉપરાંત તમે બેન્ક ઓફર દ્વારા ફેડરલ બેન્કના ડેબિટ કાર્ડથી ચૂકવણી કરશો તો બીજું 10 ટકા ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે, એટલે કે બીજી 1500 રૂપિયા ફોનની કિંમત ઓછી થઈ જશે. જો તમારી પાસે ફ્લિપકાર્ટ એક્સિસ બેન્ક કાર્ડ છે, તો તમને 5 ટકા કેશબેક પણ મળી શકે છે. આ ફોન તમે મહિને 1500 રૂપિયાના નો કોસ્ટ ઈએમઆઈ પર પણ ખરીદી શકો છો.

આ ઉપરાંત જો તમે જૂનો ફોન એક્સચેન્જ કરાવો છો, તો Infinix HOT 20 Playની કિંમત સાવ ઓછી થઈ જશે. જૂનો ફોન એક્સચેન્જ કરાવવા પર તમને વધુમાં વધુ 8,400 રૂપિયાની બચત થઈ શકે છે. જો કે આ એક્સચેન્જ ઓફરમાં તમને કેટલું એક્સચેન્જ બોનસ મળશે, તેનો આધાર તમારા જૂના સ્માર્ટફોનની કંડીશન અને મોડેલ પર છે. જો તમને પૂરેપુરુ એક્ચસેન્જ બોનસ મળશે તો તમે Infinix HOT 20 Play માત્ર 599 રૂપિયામાં ઘરે લાવી શકો છો.

Infinix HOT 20 Playના ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ

Infinix HOT 20 Playમાં 6.82 ઈંચની HD+ ડિસ્પ્લે મળે છે. સ્ટોરેજની વાત કરીએ તો આ સ્માર્ટ ફોનમાં 4 જીબી રેમ અને 64 જીબીનું ઈન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવ્યું છે, જે તમે એક્સર્નલ કાર્ડ દ્વારા 256 જીબી સુધી વધારી શકો છો. કેમેરા ડિપાર્ટમેન્ટમાં 13 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા અને AI લેન્સ આપવામાં આવ્યો છે. જ્યારે ફ્રંટ સાઈડ 8 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનની સૌથી આકર્ષક બાબત તેની બેટરી કેપેસિટી છે. Infinix HOT 20 Play 6000 mAhની બેટરી સાથે આવે છે. આ ફોનમાં ઓક્ટાકોર મીડિયાટેક જી 37 પ્રોસેસર મળે છે.

સરવાળે વાત કરીએ તો જો તમે ખૂબ જ ઓછા બજેટમાં એક સારો સ્માર્ટફોન શોધી રહ્યા છો, તો ડિસ્કાઉન્ટ વગર પણ Infinix HOT 20 Play એક સારી પસંદગી સાબિત થઈ શકે છે. આજકાલ સ્માર્ટફોનનો યુઝ વધ્યો છે, ત્યારે બેટરી લાઈફ સૌથી મોટી ચિંતા છે. Infinix HOT 20 Playમાં આ સમસ્યાના ઉકેલ તરીકે 6000 mAhની બેટરી આપવામાં આવી છે.

Best Mobiles in India

Read more about:
English summary
Buy Infinix HOT 20 Play in Just 599 Know How

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X