Flipkart Sale માં Google Pixel 6A પર મળશે આટલું ડિસ્કાઉન્ટ, જાણો ડિટેઈલ્સ

By Gizbot Bureau
|

જો તમે નવો સ્માર્ટફોન ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો Flipkart Big Diwali Saleનો તમે ફાયદો ઉઠાવી શકો છો. આ સેલ દરમિયાન તમને જુદી જુદી પ્રોડક્ટ્સ પર આકર્ષક ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ પહેલા Big Billion Days સેલ દરમાયન પણ ઘણા સ્માર્ટફોન્સ પર ઈ કોમર્સ કંપનીએ આકર્ષક ડિસ્કાઉન્ટ આપ્યું હતું. હાલ ચાલી રહેલા ફ્લિપકાર્ટ સેલ દરમિયાન તમે Google Pixel 6a જેવો શાનદાર સ્માર્ટફોન ખૂબ જ ઓછી કિંમતે ખરીદી શકો છો.

Flipkart Sale માં Google Pixel 6A પર મળશે આટલું ડિસ્કાઉન્ટ, જાણો ડિટેઈ

માત્ર 27,999 ખરીદો ગૂગલનો સ્માર્ટ ફોન

Google Pixel 6a તમે ફ્લિપકાર્ટના સેલ દરમિયાન માત્ર 27,999 રૂપિયામાં ખરીદી શકો છો. જો તમે ક્લીન યુઆઈ, લેટેસ્ટ એન્ડ્રોઈડ અપડેટ્સ અને શ્રેષ્ઠ કેમેરાવાળો ફોન ખરીદવા ઈચ્છો છો, તો ગૂગલ પિક્સલ 6એ એકદમ પરફેક્ટ મોડેલ છે. ચાલો જાણીએ, ગૂગલ પિક્સલ 6એ પર કેટલું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે અને તેના ખાસ ફીચર્સ કયા છે.

માર્કેટ પ્રાઈઝ છે 43,999 રૂપિયા

ગૂગલનો આ સ્માર્ટ ફોન માત્ર એક કોન્ફિગ્યુરેશન અને બે કલર ઓપ્શનમાં આવે છે. આ ફોનના 6 GB RAM + 128 GB સ્ટોરેજ વેરિયંટની કિંમત માર્કેટમાં 43,999 રૂપિયા છે. પરંતુ ફ્લિપકાર્ટ સેલ દરમિયાન આ સ્માર્ટફોન માત્ર 34,199ની કિંમતે મળી રહ્યો છે.

આ ડિસ્કાઉન્ટની સાથે સાથે 6.200 રૂપિયાનું બેન્ક ડિસ્કાઉન્ટ પણ છે. જેને ગણીને ગૂગલ પિક્સ 6એની કિંમત 27,999 રૂપિયા થઈ જશે. આ ઓફર તમે કોટક બેન્ક અને SBI કાર્ડ બંને પર મળી રહી છે.

ફોનમાં છે ખાસ ફીચર્સ

આ ફોન ઘણા યુઝરને ઓવરપ્રાઈઝ્ડ લાગી શકે છે. આ ફોનમાં 60Hz રિફ્રેશ રેટ ધરાવતી સ્ક્રિન, પ્લાસ્ટિકનું બેક કવર અને સિમ્પલ ડિઝાઈન છે. પરંતુ ગૂગલ પિક્સલ 6એના કેટલાક ખાસ ફીચર્સ એ છે, જે તમને બીજા કોઈ પણ સ્માર્ટફોનમાં જોવા નહીં મળે. આ પ્રાઈઝ રેન્જમાં તમને આ ફોનમાં ગૂગલના તમામ લેટેસ્ટ ફીચર્સ, પ્રીમિયમ એક્સપીરિયન્સ અને શાનદાર કેમેરા સેટઅપ મળી રહ્યો છે.

Google Pixel 6Aના ફીચર્સ

ગૂગલ પિક્સલ 6એમાં 6.15 ઈંચની ડિસ્પ્લે આપવામાં આવી છે, જે 60Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. આ ડિસ્પ્લે ફુલ એચડી પ્લસ રિઝોલ્યુશન ધરાવે છે. ગૂગલનો આ હેન્ડસેટ ગૂગલ ટેન્સર પ્રોસેસર પર કામ કરે છે. ફોનમાં 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ મળે છે. આ સ્માર્ટ ફોનમાં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. જેમાં એક 12.2 મેગા પિક્સલનો મુખ્ય લેન્સ છે, જ્યારે 12 મેગા પિક્સલનો સેકન્ડરી લેન્સ પણ આપવામાં આવ્યો છે.

ફોનના ફ્રંટમાં કંપનીએ 8 મેગા પિક્સલનો સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે. ગૂગલની આ ડિવાઈસ એન્ડ્રોઈડ 12 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે, અને હવે તેમાં એન્ડ્રોઈડ 13ની અપડેટ પણ મળવાની છે. ફોનમાં 4410 mAhની બેટરી આપવામાં આવી છે. પરંતુ આ ફોનમાં ફાસ્ટ ચાર્જિંગનું ફીચર નથી. ગૂગલનો સ્માર્ટ ફોન Tital M2 સિક્યોરિટી ચીપ આપવામાં આવી છે.

Best Mobiles in India

Read more about:
English summary
Buy Google Pixel 6a With Huge Discount in Flipkart Sale

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X