Just In
- 630 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 631 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 632 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 633 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Budget 2024ને આ એપ પર સાંભળો અને વાંચો લાઈવ, મળશે તમામ માહિતી
23 જુલાઈ એટલે કે આજે કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં દેશનું બજેટ રજૂ કરવાના છે. આવતીકાલે રજૂ થનાર બજેટ દેશના દરેક નાગરિક માટે ખાસ હશે. દેશના દરેક વર્ગના લોકોને બજેટથી જુદી જુદી આશાઓ છે. જો તમે પણ આ બજેટ વિશે બધી જ માહિતી મેળવવા ઈચ્છો છો તો તમે કેન્દ્ર સરકારની સત્તાવાર બજેટ એપ Union Budget App ડાઉનલોડ કરી શકો છો. આ એપમાં તમને બજેટ અંગેની બધી જ માહિતી મળી જશે. પણ કેવી રીતે? ચાલો જાણીએ.

જૂનું બજેટ પણ વાંચી શકાય છે
યુનિયન બજેટ એપ તમને બજેટ અંગેની બધી જ માહિતી એક જગ્યાએ લેખિતમાં આપી દે છે. તમે બજેટ રજૂ થાય તે પહેલા કે પછી ગમે ત્યારે આ એપને ફોનમાં ડાઉનલોડ કરી શકો છો. આ એપમાં તમે 1 ફેબ્રુઆરીએ રજૂ થયેલા વચગાળાના બજેટ અંગેની પણ બધી જ માહિતી વાંચી શકો છો. આ એપમાં તમને બજેટની આખેઆખી પીડીએફ ફાઈલ પણ મળી જશે.
કઈ કઈ ભાષામાં મળશે બજેટની ફાઈલ?
યુનિયન બજેટ એપને તમને હિન્દી અને અંગ્રેજી એમ બે ભાષામાં વાપરી શકો છો. આ એપ ડાઉનલોડ કર્યા બાદ તમારે લેન્ગવેજ સિલેક્ટ કરવાની હોય છે, જેમાં તમે બધા જ ડોક્યુમેન્ટ્સ તમે સિલેક્ટ કરેલી ભાષામાં વાપરી શકો છો.
ડોક્યુમેન્ટ ડાઉનલોડ પણ કરી શકાય છે.
આ એપમાં ડોક્યુમેન્ટ ડાઉનલોડ કરવાની સુવિધા પણ આપવામાં આવી છે. બજેટ કે બજેટ અગેંના કોઈ પણ ડોક્યુમેન્ટ વાંચવાની સાથે સાથે તેના પર ડાઉનલોડનું પણ ઓપ્શન આપવામાં આવે છે. ડાઉન એરો આઈકન પર ક્લિક કરીને તમે નાણામંત્રી જે ફાઈલમાંથી બજેટ વાંચી રહ્યા છે, તે જ ફાઈલ સીધી જ તમારા ફોનમાં પીડીએફ સ્વરૂપે ડાઉનલોડ કરી શકો છો.
યુનિયન બજેટ એપ તમે ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકો છો. આ એપને National Informatics Centre દ્વારા બનાવવામાં આવી છે. અત્યાર સુધીમાં આ એપ 1 લાખ કરતા વધારે લોકો ડાઉનલોડ કરી ચૂક્યા છે. રેટિંગની વાત કરીએ તો આ એપને 3 પ્લસ રેટિંગ મળેલું છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications