Just In
- 676 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 677 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 678 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 678 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Budget 2024 બાદ શું સસ્તો થઈ જશે સ્માર્ટફોન? જાણો હવે કેટલો ટેક્સ લાગશે
મંગળવારે રજૂ થયેલા બજેટ 2024માં નાણા મંત્રી નિર્મલા સીતારમણજીએ અલગ અલગ સેક્ટર અને વર્ગ માટે ઘણી જાહેરાતો કરી છે. સરકારે ભારતમાં સ્માર્ટફોન મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા માટે પણ નવી જાહેરાતો કરી છે. ખાસ કરીને બજેટમાં સ્માર્ટફોન અને ચાર્જર પર બીસીડી ઓછું કરવાનો નિર્ણય લેવાયો છે. આમ થવાથી સ્માર્ટફોન અને ચાર્જરની કિંમતોમાં ગટાડો જોવા મળશે.
સ્માર્ટફોન અને ચાર્જર સસ્તા થશે
ટેક્નોલોજી ક્ષેત્ર માટે થયેલી સૌથી મહત્વની જાહેરાતોમાં એક જાહેરાત છે બેઝિક કસ્ટમ ડ્યુટી ઘટાડવાની. સરકારે બજેટમાં કરેલી જાહેરાત પ્રમાણે બેઝિક કસ્ટમ ડ્યુટી ઘટાડીને 15 ટકા કરી દેવાશે. Eઆ પહેલા મોબાઈલ ફોન, મોબાઈલ પીસીબી, ચાર્જર જેવી વસ્તુઓ આયાત કરવા પર 20 ટકા કસ્ટમ ડ્યુટી લાગતી હતી. આ પાંચ ટકાનો ઘટાડો ટેક કંપનીઓ માટે મોટી ભેટ છે. જેની સીધી અસર ગ્રાહકો પર પડશે. મોબાઈલ ફોન અને તેના પાર્ટ્સ પર લાગતો ટેક્સ ઘટવાથી હવે મોબાઈલ ફોનની કિંમતમાં પણ ઘટાડો જોવા મળશે. હાલ એપલ ભારતમાં આઈફોન બનાવે છે. આગળ જતા અન્ય કંપનીઓ પણ ભારતમાં સ્માર્ટફોન બનાવવા માટે પ્રેરાશે.

કેવી રીતે ઘટશે કિંમત?
મોબાઈલ ફોનનું મેન્યુફેક્ચરિંગ સસ્તું થવાથી કંપનીઓની પ્રોડક્શન કોસ્ટ પણ ઘટી જશે. જેને કારણે તેમનું પ્રોફિટ માર્જિન વધશે, એટલે સરવાળે તેની અસર મોબાઈલની કિંમતો પર પણ બનશે. કોસ્ટ ઘટી જવાથી મોબાઈલ કંપનીઓ ફોનને હજી સસ્તા વેચી શક્શે, જેને કારણે મોબાઈલ ફોનની કિંમતમાં ઘટાડો થશે.
કિંમતમાં આટલો ઘટાડો થશે
ધારો કે તમારી પાસે 21 હજાર રૂપિયાનો ફોન છે. હાલ તેની પર 20 ટકા કસ્ટ ડ્યુટી લાગે છે એટલે લગભગ 4000 રૂપિયા તો કસ્ટમ ડ્યુટી જ છે. જેને કારણે ફોનની કિંમત 25 હજાર રૂપિયા થઈ જાય છે. જે તમે અત્યારે ચૂકવી રહ્યા છો. પરંતુ સરકારે આ કસ્ટમ ડ્યુટી 5 ટકા ઘટાડીને 15 ટકા કરી દીધી છે. એટલે 21 હજારના ફોન પર કસ્ટમ ડ્યુટી થાય છે 3000 રૂપિયા. જેને કારણે તમારે હવે તે ફોન માટે 23 હજાર રૂપિયા જ ચૂકવવા પડશે. એટલે તમને ફોન 1 હજાર રૂપિયા સસ્તો મળશે.
સોલાર ટેક્નોલોજી પર પણ ફોકસ
નાણા મંત્રી નિર્મલા સીતારમણજીએ કરેલી જાહેરાત પ્રમાણે હવે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના અંતર્ગત 1 કરોડ ઘર પર સોલાર ટેક્નોલોજી લગાવવામાં આવશે. જેને કારણે દરેક ઘરને 300 યુનિટ વીજળી ફ્રી મળશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications
