Just In
- 677 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 678 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 679 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 680 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Budget 2024માં ઈલેક્ટ્રોનિક ગેજેટ્સની કિંમત વધશે કે ઘટશે?
કેન્દ્ર સરકાર 1 ફેબ્રુઆરીના રોજ પોતાનું વચગાળાનું બજેટ રજૂ કરશે. નાણા મંત્રી નિર્મલા સીથારમણ આ બજેટને લોકસભામાં રજૂ કરશે. ચૂંટણી પહેલાનું બજેટ હોવાથી લગભગ દરેક વર્ગના લોકો આ બજેટની રાહ જોઈને બેઠા છે. તો ચાલો, જાણીએ કે ઈલેક્ટ્રોનિક ક્ષેત્ર માટે આ બજેટમાં શું મળી શકે છે? આમ તો, આ વખતનું બજેટ પૂર્ણ બજેટ નહીં પરંતુ વચગાળાનું હશે. એટલે કે આ બજેટ ત્યાં સુધી જ અસરકારક રહેશે, જ્યાં સુધી નવી સરકાર પોતાનું નવું બજેટ રજૂ ન કરે. એટલે જ આ બજેટ વચગાળાના બજેટ તરીકે ઓળખાય છે.

અત્યાર સુધી સામે આવેલી માહિતી મુજબ નાણાકીય વર્ષ 2024-25 માટે વચગાળાનું બજેટ 1 ફેબ્રુઆરીના રોજ સવારે 11 વાગ્યે રજૂ થશે. જેમાં નાણામંત્રી નિર્મલા સીથારમણ લોકસભામાં આગામી વર્ષ માટે સરકારના મહેસૂલ અને ખર્ચનો ખુલાસો કરશે.
બજેટ 2024 નજીક આવવાની સાથે જ ઈલેક્ટ્રોનિક્સ અને ડ્યુરેબલ્સ ઉદ્યોગને કેટલીક આશા છે, તો કેટલોક ડર પણ છે. આ ક્ષેત્રમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ગ્રોથ જોવા મળ્યો છે. આ ઉપરાંત મેક ઈન ઈન્ડિયા જેવા સરકારી કાર્યક્રમોને કારણે પણ આ ક્ષેત્રનો વિકાસ થયો છે.
ઘણા લોકોનું કહેવું છે કે ઈલેક્ટ્રોનિક્સ માર્કેટને પ્રોત્સાહન આપવા માટે સ્માર્ટ ટીવી, રેફ્રિજરેટર અને વૉશિંગ મશીનના નિર્માણ માટે PLI યોજનાઓનો વિસ્તાર કરવો જોઈ. આ ઉત્પાદનો પર આવકવેરા સ્લેબમાં પણ ફેરફાર થવાની શક્યતા છે.
કેટલાક રિપોર્ટ મુજબ આ બજેટમાં 2024માં મોબાઈલ પોન ઘટકો પર આયાત કર ઘટવાની શક્યતા છે. જો સરકાર આ પ્રસ્તાવ પર નિર્ણય લે છે, તો એપલ જેવી કંપનીઓને ફાયદો થવાની શક્યતા છે.
તો ઘણી સ્માર્ટફોન મેકિંગ કંપની પ્રોડક્શનનો ખર્ચો ઘટાડવા માટે કોમ્પોનન્ટસની સંખ્યા ઘટાડવા ઈચ્છે છે. ઈન્ડિયા સેલ્યુલર એન્ડ ઈલેક્ટ્રોનિક્સ એસોસિયેશન મુજબ કેમેરા મોડ્યુલ અને ચાર્જર સહિત મોબાઈલ ફોનના સ્પેર પાર્ટ્સ પર આયાત કર 2.5 થી 20 ટકા સુધી છે.
તો ટેલિવિઝન નિર્માણ માટે જરૂરી ઓપન સેલ કોમ્પોનન્ટ્સની કિંમતો જુદી જુદી હોય છે. તેમાં 10થી 80 ટકા વચ્ચે ઉતાર ચડાવ થયા કરે છે. પરંતુ જેમ જેમ આ કિંમતો વધશે, ટીવીની કિંમતો પણ વધવાની શક્યતા છે. આગામી બજેટમાં આ મામલે વધુ સ્પષ્ટતા થવાની શક્યતા છે.
જો કે, છેલ્લા બે બજેટમાં સ્માર્ટફોન, ટીવી અને કમ્પ્યુટર જેવી વસ્તુઓની કિંમતો ઘટી છે. જો કે ઈલેક્ટ્રોનિક્સ ઈન્ડસ્ટ્રીને આશા છે કે આ વર્ષે પણ આ કિંમતો ઘટવાની શક્યતા છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications
