બીએસએનએલ રિપબ્લિક ડે 2021 પર અલગ અલગ પ્લાન પર ઓફર્સ

By Gizbot Bureau
|

બીએસએનએલ દ્વારા દર વર્ષે સ્વતંત્રતા દિવસ અને ગણતંત્ર દિવસ પર પોતાના ગ્રાહકો માટે નવી નવી ઓફર્સ લાવવા માં આવે છે. અને આ વર્ષે પણ રિપબ્લિક ડે ના દિવસે તેને ચાલુ રાખવા માં આવેલ છે. અને આ વર્ષે કંપની દ્વારા પોતાના બે લોન્ગ ટર્મ પ્લાન ની અંદર વધારા ની વેલિડિટી ઓફર કરવા માં આવી રહી છે. જેની અંદર રૂ. 2399 અને રૂ. 1999 નો સમાવેશ કરવા માં આવે છે. અને કંપની દ્વારા નવો રૂ. 398 પ્લાન પણ લોન્ચ કરવા માં આવેલ છે જેની અંદર 30 દિવસ ની વેલિડિટી આપવા માં આવે છે.

બીએસએનએલ રિપબ્લિક ડે 2021 પર અલગ અલગ પ્લાન પર ઓફર્સ

અને એટલું જ નહિ પરંતુ કંપની દ્વારા કોલિંગ ની અંદર એફ્યુપી લિમિટ ની અંદર પણ મોટો ફેરફાર કરવા માં આવેલ છે. બીએસએનએલ ના બધા જ પ્લાન ની અંદર અત્યાર સુધી કોલિંગ ની અંદર દરરોજ ની 250 એફ્યુપી લિમિટ આપવા માં આવી હતી પરંતુ હવે તેને કાઢી નાખવા માં આવેલ છે. અને માત્ર તેટલું જ નહિ પરંતુ બીએસએનએલ દ્વારા રૂ. 120 અને તેના કરતા ઉપર ના રૂ. 6000 સુધી ના બધા જ પ્લાન ની અંદર ફૂલ ટોક ટાઈમ પણ આપવા માં આવશે. તો આ રિપબ્લિક ડે 2021 પર બીએસએનએલ દ્વારા બીજી કઈ કઈ ઓફર કરવા માં આવી રહી છે તેના વિષે નીચે વાંચો.

બીએસએનએલ રિપબ્લિક ડે 2021 ઓફર ની અંદર રૂ. 1999 પ્લાન ની અંદર 21 દિવસ ની વેલિડિટી વધુ આપવા માં આવી રહી છે.

બીએસએનએલ દ્વારા છેલ્લા ઘણા સમય થી આ રૂ. 1999 એન્યુઅલ પ્રીપેડ પ્લાન ઓફર કરવા માં આવી રહ્યો છે. અને આ રિપબ્લિક ડે ઓફર 2021 ની અંદર આ પ્લાન ની અંદર કુલ 21 દિવસ ની વધારા ની વેલિડિટી આપવા માં આવશે જેથી આ પ્લાન ની અંદર કુલ 386 દિવસ ની વેલિડિટી આપવા માં આવશે. અને આ વધારા ની વેલિડિટી 31 મી જાન્યુઆરી 2021 સુધી વેલીડ રહેશે.

જો આ પ્લાન ના લાભો ની વાત કરવા માં આવે તો આ પ્લાન ની અંદર બીએસએનએલ દ્વારા આખા ભારત ની અંદર અનલિમિટેડ વોઇસ કોલિંગ, દરરોજ ના 3જીબી ડેટા, અને દરરોજ ના 100 એસએમએસ, આપવા માં આવે છે. અને સાથે સાથે ગ્રાહકો ને બીએસએનએલ ટયુન્સ નું એક વર્ષ નું સબ્સ્ક્રિપશન પણ આપવા માં આવે છે. અને સાથે સાથે 1 વર્ષ નું ઇરોઝ નાવ નું સબ્સ્ક્રિપશન પણ આપવા માં આવે છે. અને શરૂઆત ના 60 દિવસ માટે લોક ધૂન નું સબ્સ્ક્રિપશન પણ આપવા માં આવે છે.

બીએસએનએલ રિપબ્લિક ડે 2021 ઓફર ની અંદર રૂ. 2399 પ્લાન ની અંદર 72 દિવસ ની વેલિડિટી વધુ આપવા માં આવી રહી છે.

કેમ કે આ આપણો 72 મોં ગણતંત્ર દિવસ છે તેના કારણે બીએસએનએલ દ્વારા તેમના રૂ. 2399 લોન્ગ ટર્મ પ્લાન ની અંદર વધારા ની 72 દિવસ ની વેલિડિટી ઓફર કરવા માં આવી રહી છે. આ પ્લાન ની અંદર અનલિમિટેડ વોઇસ કોલિંગ ની સુવિધા આપવા માં આવે છે જેની અંદર કોઈ પણ પ્રકાર ની એફ્યુપી લિમિટ આપવા માં આવતી નથી. અને સાથે સાથે દરરોજ ના 100 એસએમએસ અને 3જીબી ડેટા પણ ઓફર કરવા માં આવે છે.

અને એક વર્ષ માટે ફ્રી બીએસએનએલ પીઆરબીટી અને ઇરોઝ નાવ નું સબ્સ્ક્રિપશન આપવા માં આવે છે. અને બીએસએનએલ દ્વારા આ પ્લાન ની વેલિડિટી ના દિવસ ને 600 માંથી ઘટાડી ને 365 કરવા માં આવેલ છે. પરંતુ 31 મી માર્ચ 2021 સુધી આ ઓફર ની અંદર કુલ 437 દિવસ ની વેલિડિટી આપવા માં આવશે.

બીએસએનએલ દ્વારા રૂ. 398 નવો પ્લાન લોન્ચ કરવા માં આવ્યો

બજારમાં સ્પર્ધાત્મક રહેવા માટે, બીએસએનએલે થોડા અઠવાડિયા પહેલા એસટીવી 398 રજૂ કર્યો હતો, પરંતુ ટેલ્કોએ તેના રિપબ્લિક ડે 2021 ના પ્રકાશનની અનુરૂપ તે કર્યું છે. આ પ્રીપેડ યોજનાના યુએસપી પાસે અમર્યાદિત ડેટા લાભો છે. બીએસએનએલ અમુક ડેટાના ઉપયોગ પછી દૈનિક એફયુપી મર્યાદા અથવા ગતિ ઘટાડાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, તેથી અમે ધારી રહ્યા છીએ કે યોજના કોઈપણ પ્રતિબંધો વિના ખરેખર અમર્યાદિત ડેટા પ્રદાન કરે છે. પ્લાન ના અન્ય ફાયદાઓમાં દિલ્હી અને મુંબઇ સર્કલ માં ના કોઈપણ નેટવર્ક પર અમર્યાદિત વોઇસ કોલ શામેલ છે. તે વપરાશકર્તાઓને દરરોજ 100 એસએમએસ મોકલવાની મંજૂરી આપે છે.

બીએસએનએલ દ્વારા ટોપ અપ પર પણ ફૂલ ટોક ટાઈમ આપવા માં આવી રહ્યો છે.

બીએસએનએલ દ્વારા ઘણા બધા ટોક ટાઈમ પણ ઓફર કરવા માં આવે છે જેની અંદર ફૂલ ટોક ટાઈમ લિમિટેડ સમય માટે ઓફર કરવા માં આવે છે. રૂ. 120,રૂ. 150, રૂ. 200, રૂ. 220, રૂ. 300, રૂ. 500, રૂ. 550, રૂ. 1000, રૂ. 1100, રૂ. 2000, રૂ. 3000, રૂ. 5000, રૂ. 6000 આટલા પ્લાન ની અંદર બીએસએનએલ દ્વારા ફૂલ ટોક ટાઈમ આપવા માં આવી રહ્યો છે.

તો આ ગણતંત્ર દિવસ પર બીએસએનએલ દ્વારા આટલી ફોર્સ પોતાના ગ્રાહકો ને આપવા માં આવી રહી છે.

Best Mobiles in India

Read more about:
English summary
BSNL Republic Day: Validity For Rs. 2,399, Rs. 1,999 Extended, Rs. 399 Plan Announced

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X