Just In
- 632 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 633 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 634 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 635 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
માત્ર 3 રૂપિયામાં BSNLનો રિચાર્જ પ્લાન, પછી આખા વર્ષની શાંતિ, જાણો ફાયદા
BSNL વધુમાં વધુ ગ્રાહકોને પોતાની તરફ આકર્ષવા માટે નવા નવા પ્રયત્નો કરી રહી છે. સરકારી દૂર સંચાર કંપની BSNL હવે પોતાના યુઝર્સ માટે એક એવો પ્લાન લઈને આવી છે, જેના માટે તમારે એક દિવસના માત્ર 3 રૂપિયા જ ખર્ચવાના છે. તમને થશે કે કેવી ટાઢા પહોરના ગપ્પા જેવી વાત છે, પરંતુ ચાલો તમને આખો પ્લાન સમજાવી દઈએ.

ઓલમોસ્ટ આખા વર્ષની શાંતિ
તમને જણાવી દઈએ કે BSNL દ્વારા એક 797 રૂપિયાનો રિચાર્જ પ્લાન રજૂ કરવામાં આવ્યો છે, આ પ્લાનની વેલિડિટી 300 દિવસ એટલે કે ઓલમોસ્ટ આખા વર્ષની છે. કંપનીએ આ પ્લાન પોતાના યુઝર્સની ક્ષમતાને ધ્યાનમાં રાખીને રજૂ કર્યો છે. આ પ્લાનમાં યુઝરે એક દિવસના માત્ર 3 જ રૂપિયા ખર્ચવાના છે.
BSNLનો નવો પ્લાન
BSNLના 797 રૂપિયાવાળા નવા પ્લાનમાં તમને 300 દિવસની વેલિડિટી તો મળે જ છે, સાથે જ ફ્રી વોઈસ કોલિંગની સુવિધા પણ મળે છે. જો કે, ધ્યાન એ વાતનું રાખવાનું છે કે આ પ્લાનમાં ફ્રી વોઈસ કોલિંગની સુવિધા માત્ર શરૂઆતના 60 દિવસ સુધી જ મળવાની છે. એટલે કે શરૂઆતના 60 દિવસ સુધી અનલિમિટેડ ફ્રી વોઈસ કોલિંગ મળશે. સાથે જ આ પ્લાનમાં તમને 2 જીબી ડેઈલી ડેટાની સાથે રોજ 100 ફ્રી મેસેજનો પણ લાભ મળી રહ્યો છે.
બે સિમ ધરાવનાર માટે બેસ્ટ પ્લાન
60 દિવસ પૂરા થઈ જાય એટલે કે પહેલા બે મહિના પછી બાકીના 240 દિવસ સુધી યુઝર્સ અનલિમિટેડ વોઈસ કોલ ફ્રીમાં રિસીવ તો કરી જ શક્શે. પરંતુ તેમને આઉટગોઈંગ કોલની સુવિધા નહીં મળે. એટલે આ પ્લાન એવા યુઝર્સ માટે બેસ્ટ છે, જેઓ બે સિમકાર્ડ રાખે છે. જેમને બીજા સિમકાર્ડમાં ઈનકમિંગ ચાલુ રાખવા માટે અલગથી રિચાર્જ કરાવવું પડે છે.
60 દિવસ બાદ શું?
આ પ્લાનમાં શરૂઆતના 2 મહિના એટલે કે 60 દિવસ સુધી ઈનકમિંગ અને આઉટગોઈંગ કોલિંગનો લાભ મળે છે. બાદમાં 240 દિવસ સુધી માત્ર ઈનકમિંગ કોલ રિસીવ કરી શકાશે. તમારે ડેટા અને કોલિંગ ચાલુ રાખવા માટે અલગથી રિચાર્જ કરાવવું પડશે.
મળતી માહિતી પ્રમાણે BSNL પોતાના આવા પ્લાન્સ દ્વારા જીયો, એરટેલને જબરજસ્ત સ્પર્ધા પૂરી પાડવા જઈ રહી છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications