Just In
- 673 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 674 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 675 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 676 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
BSNL યુઝર્સ ફ્રીમાં જોઈ શક્શે Live TV, નવી એપનું ટેસ્ટિંગ થયું શરૂં
ભારત સરકારની ઓનરશિપવાળી ટેલિકોમ કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ પાસે ભલે ઓછા યુઝર્સ હોય, પરંતુ કંપની સતત પોતાની સર્વિસિઝને અપડેટ કરી રહી છે. હવે BSNL દ્વુારા પોતાની નવી એપ Live TV સર્વિસનું ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે. આ નવી લાઈવ ટીવીની એપને મધ્યપ્રદેશમાં હાલ ટેસ્ટ કરાઈ રહ્યું છે. અહીં કંપની FTTH ફાઈબર ટુ ધી હોમ કનેક્શન ધરાવતા સબસ્ક્રાઈબર્સને લાઈવ ટીવી ચેનલ્સ જોવાની તક આપી રહી છે.
BSNLના કહેવા પ્રમાણે BSNL Live TVનો ફાયદો અલગથી મળી રહ્યો છે, આ માટે જરૂરી એવા FTTH પ્લાનમાં કોઈ ફીઝ લેવામાં નથી આવતી, સાથે જ અનલિમિટેડ સેવા કોઈ પણ વધારાના ચાર્જ વગર અપાઈ રહી છે. આ શરૂઆતની સાથે જ BSNLનો ટાર્ગેટ એરટેલ અને જીયોને એન્ટરટેઈનમેન્ટ સેગમેન્ટમાં ટક્કર આપવાનો છે. બંને કંપનીઓના ફાઈબર કનેક્શન લેવા પર યુઝર્સને એન્ટરટેઈનમેન્ટ બંડલ્સનો ફાયદો અપાઈ રહ્યો છે.

હાલ માત્ર આ રાજ્યમાં જ મળશે એક્સેસ
લાઈવ ટીવી ચેનલ્સ બતાવવા માટે હાલ BSNL દ્વારા માત્ર મધ્યપ્રદેશમાં જ નવી એપનું ટેસ્ટિંગ કરાઈ રહ્યું છે. આ એપનું નામ BSNL Live TV રાખવામાં આવ્યું છે અને યુઝર્સે તેનો ઉપયોગ પણ શરૂ કરી દીધો છે. યુઝર્સ આ એપને એન્ડ્રોઈડ ટીવી પર પણ ડાઉનલોડ કરી શકે છે.
એપ વિશે વધુ માહિતી અહીં મળશે.
આ એપનો સપોર્ટ એન્ડ્રોઈડ ટીવી 10 અને ત્યાર બાદના વર્ઝન્સને જ મળવાનો છે. જો કે ખાસ જોવાનું એ રહેશે કે આ એપ એમેઝોન ફાયર ટીવી સ્ટિક અને બાકીના પ્લેટફોર્મ પર લોન્ચ કરવામાં આવશે કે નહીં. જો તમે પણ આ નવી એપને લઈને એક્સાઈટેડ છો અને તેના વિશે વધુ માહિતી મેળવવા ઈચ્છો છો, તો તમે 94247000333 નંબર પર મિસ્ડ કૉલ કરી શકો છો. મધ્યપ્રદેશના ટેસ્ટિંગ બાદ આ એપ બાકીના સર્કલ્સમાં પણ સબસ્ક્રાઈબર્સ માટે રોલઆઉટ કરવામાં આવશે.
ભારત સંચાર નિગમ લિમિટેડ છેલ્લા કેટલાક મહિનાથી ટેલિકોમ સેક્ટરમાં સતત ચર્ચામાં છે. આ દરમિયાન કંપનીએ હવે 5જી સર્વિસની ટેસ્ટિંગ પણ શરૂ કરી દીધી છે. ટૂંક સમયમાં જ કંપની પોતાની 5જી સર્વિસ શરૂ કરે તેવી તૈયારી છે. એક લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે તો BSNL જાન્યુઆરી 2025માં પોતાની 5જી સર્વિસ રોલઆઉટ કરી દેશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications
