Just In
- 631 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 632 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 633 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 634 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
BSNLનો સસ્તો પ્લાન, 45 દિવસ માટે મળશે રોજનો 2 જીબી ડેટા, કિંમત આટલી
રિલાયન્સ જીયો, એરટેલ અને વોડાફોન આઈડિયા જેવી ટેલિકોમ કંપનીઓ દ્વારા ટેરિફમાં કરાયેલા વધારા બાદ BSNL સતત ટ્રેન્ડિંગમાં છે. જેનું સૌથી મોટું કારણ દેશની મુખ્ય ત્રણ ટેલિકોમ કંપનીઓ દ્વારા મોંઘા કરાયેલા રિચાર્જ પ્લાન બાદ BSNL તરફથી ગ્રાહકોને આપવામાં આવી રહેલા સસ્તા રિચાર્જ પ્લાન છે.
જીયો, એરટેલ અને વોડાફોન આઈડિયાના પ્લાન મોંઘા થવા છતાંય, BSNL દ્વારા પોતાની કિંમતમાં વધારો નથી કરવામાં આવ્યો, જેને કારણે લોકોમાં BSNLની લોકપ્રિયતા વધી રહી છે. હવે સસ્તા રિચાર્જ પ્લાન માટે યુઝર્સ બીજી કંપનીમાંથી BSNLમાં સ્વિચ કરી રહ્યા છે. BSNL પાસે ઓછી કિંમતમાં ઘણા ડેટા પ્લાન્સ છે, જે વધુ વેલિડિટી ધરાવે છે. BSNL પોતાના ગ્રાહોકને 30 દિવસથી લઈને 395 દિવસ સુધઈની વેલિડિટી ધરાવતા પ્લાન્સ સાવ ઓછી કિંમતમાં આપી રહ્યું છે.

આજે અમે તમને BSNLના એક એવા પ્લાન વિશે જણાવીશું, જેમાં તમને 45 દિવસની વેલિડિટી સાથે રોજનું 2 જીબી ઈન્ટરનેટ તો મળશે જ, આ ઉપરાંત બીજા પણ ઘણા લાભ મળશે.
BSNLનો 249 રૂપિયાનો પ્લાન
BSNL દ્વારા પોતાના દરેક યુઝર્સ માટે લિસ્ટમાં 249 રૂપિયાનો એક સારો પ્લાન એડ કરવામાં આવ્યો છે. આ પ્લાન અંતર્ગત કંપની ગ્રાહકોને ઘણી સારી ઓફર્સ આપી રહી છે. આ પ્લાન અંતર્ગત તમને 45 દિવસની લાંબી વેલિડિટી સાથે તમામ નેટવર્કમાં ફ્રી કોલિંગ સુવિધા પણ આપે છે.
આ ઉપરાંત આ પ્લાન એવા લોકો માટે એકદમ યોગ્ય છે, જેઓ વધારે ઈન્ટરનેટ વાપરે છે. BSNL દ્વારા આ રિચાર્જ પ્લાનમાં 45 દિવસ સુધી 90 જીબી ઈન્ટરનેટ આપવામાં આવ્યું છે, એટલે કે રોજનું 2 જીબી ઈન્ટરનેટ તમે વાપરી શકો છો. સાથે જ BSNL દ્વારા અન્ય કંપનીની જેમ આ પ્લાનમાં 100 ફ્રી મેસેજ પણ આપવામાં આવે છે.
BSNLનો 347 રૂપિયાનો પ્લાન
BSNLના આ પ્રિપેઈડ પ્લાનમાં રોજનું 2 જીબી ઈન્ટરનેટ અને અનલિમિટેડ વોઈસ કોલિંગ મળે છે. આ પ્લાનમાં કંપની 100 ફ્રી મેસેજ પણ આપે છે. 347 રૂપિયાના પ્લાનમાં મેસર્સ ઓનમોબાઈલ ગ્લોબલ લિમિટેડ દ્વારા પ્રોગ્રેસિવ વેબ એપ પર ચેલેન્જિસ એરેને મોબાઈલ ગેમિંગ સર્વિસની સુવિધા પણ મળે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications