Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
BSNLનો એકદમ સસ્તો પ્લાન, 210 GB ઈન્ટરનેટ અને કિંમત આટલી જ
વોડાફોન આઈડિયા, જીયો, એરટેલ જેવી ટેલિકોમ કંપનીઓએ ટેરિફ વધાર્યા બાદ BSNL દ્વારા છેલ્લા એક મહિનામાં લોકો સતત પોતાના નંબર BSNLમાં પોર્ટ કરાવી રહ્યા છે. જેને જોતા કંપનીએ પણ પોતાની ટેક્નોલોજી અપગ્રેડ કરવાની સાથે સાથે ગ્રાહકોને પોસાય તેવા નવા નવા પ્લાન્સ લોન્ચ કરવાની શરૂઆત કરી દીધી છે. છેલ્લા ઘણા મહિનાઓથી સુષુપ્ત અવસ્થામાં લાગી રહેલી BSNLમાં જાણે અચાનક જ પ્રાણ ફૂંકાયો છે. BSNL દ્વારા 105 દિવસની વેલિડિટી વાળો પ્લાન લોન્ચ કરવામાં આવ્યો છે. આ પ્લાનની કિંમત ઓછી છે, પણ તેમાં ફાયદા સંખ્યાબંધ છે.
આગળ જણાવ્યા પ્રમાણે ખાનગી કંપનીઓના રિચાર્જ પ્લાન મોંઘા થવાથી ભારત સંચાર નિગમ લિમિટેડ એટલે કે BSNLની ડિમાન્ડમાં અચાનક વધારો થયો છે. BSNL આજે પણ પોતાના સસ્તા પ્લાન માટે લોકોની પહેલી પસંદ છે. BSNLના 105 દિવસની વેલિડિટીવાળા પ્લાનની કિંમત 66 રૂપિયા છે, જેમાં ગ્રાહકોને 105 દિવસની વેલિડિટી મળે છે. BSNLના આ પ્લાન અંતર્ગત ગ્રાહકો કોઈ પણ નેટવર્ક પર અનલિમિટેડ વોઈસ કોલ કરી શકે છે.

આ ઉપરાંત યુઝરને રોજના 2 જીબી ઈન્ટરનેટનો વપરાશ કરવા મળે છે. એટલે કે ગ્રાહકોને આ પ્લાન અંતર્ગત કૂલ 210 જીબી ઈન્ટરનેટ વાપરવા મળે છે. આ પ્લાનમાં નિશ્ચિત ડેટા પૂરો થઈ જવા બાદ ઈન્ટરનેટની સ્પીડ 40 kbps થઈ જશે. એટલું જ નહીં ગ્રાહકો BSNLના આ પ્લાન અંતર્ગત રોજના 100 ફ્રી મેસેજ પણ કરી શકે છે. એટલે કે BSNLનો આ પ્લાન અન્ય ટેલિકોમ કંપનીઓ જેવો જ છે.
આની સાથે જ BSNL દ્વારા એક નવો રિચાર્જ પ્લાન લોન્ચ કરવામાં આવ્યો છે. જેમાં એક વર્ષ સુધી ગ્રાહકોને રોજનો 3 જીબી ડેટા મળશે. BSNLના આ લેટેસ્ટ પ્લાનની કિંમત 2,999 રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત આ પ્લાનમાં પણ આગળના પ્લાનની માફક જ દરેક ટેલિકોમ સર્વિસ પર અનલિમિટેડ કોલિંગ સુવિધા મળશે. જેમાં રોમિંગ ફ્રી કોલિંગ પણ સામેલ છે. આ ઉપરાંત BSNLના આ પ્લાનમાં તમને રોજનો 3 જીબી હાઈ સ્પીડ ડેટા મળશે.
ડેટલી ડેટા પૂરો થઈ ગયા બાદ આ પ્લાનમાં પણ ઈન્ટરનેટની સ્પીડ ઘટીને 40 kbps થઈ જશે.સાથે જ આ પ્લાનમાં તમને રોજના 100 ફ્રી મેસેજનો પણ લાભ મળશે. વળી ખાસ વાત એ છે કે આ પ્લાન 365 દિવસની વેલિડિટી ધરાવે છે. એટલે કે એક વાર રિચાર્જ કરાવ્યા બાદ આખા વર્ષની ચિંતા રહેતી નથી.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications