Just In
- 495 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 496 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 497 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 498 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
BSNLનો જબરજસ્ત પ્લાન, 160 દિવસ સુધી 320 GBનો મળશે ડેટા
ભારત સંચાર નિગમ લિમિટેડ એટલે કે BSNL પોતાના સસ્તા રિચાર્જ પ્લાન્સ માટે જાણીતી છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં વોડાફોન આઈડિયા, જીયો અને એરટેલ દ્વારા મોબાઈલ રિચાર્જ પ્લાન મોંઘા થયા બાદ BSNL અચાનક જ ફરી એકવાર લાઈમલાઈટમાં આવી ગઈ છે. મોંઘવારી વચ્ચે યુઝર્સ હવે BSNLના સસ્તા પ્લાન તરફ પાછા ફરી રહ્યા છે. ઘણા બધા યુઝર્સ BSNLમાં પોતાનું સિમ પોર્ટ કરાવી રહ્યા છે. જો તમે પણ BSNLમાં સ્વિચ કરી ચૂક્યા છો, તો આ આર્ટિકલ તમારા કામનો છે. આ આર્ટિકલમાં અમે તમને BSNLના એક એ સિક્રેટ પ્લાન વિશે જણાવીશું. જે તમને લાંબી વેલિડિટીની સાથે બીજા પણ બેનિફિટ્સ આપે છે.

BSNLનો 997 રૂપિયાવાળો પ્લાન
સરકારી ટેલિકોમ કંપની BSNL પોતાના પ્રિપેઈડ રિચાર્જ પોર્ટફોલિયોમાં 997 રૂપિયાના પ્રિપેડ રિચાર્જ પ્લાનને લઈને આવી છે. આ પ્લાનની સૌથી સારી બાબત તેની વેલિડિટી છે. આ પ્લાન 160 દિવસની વેલિડિટી ધરાવે છે. એટલે કે આ પ્લાનના બધા જ બેનિફિટ્સ તમને 5 મહિના સુધી મળે છે.
રૂપિયા 997 વાળા પ્લાનના ફાયદા
BSNLના આ પ્લાનના ફાયદાની વાત કરીએ તો તેમાં તમને રોજેરોજ 2 જીબી ડેટા વાપરવા મળે છે. આ ડેયલી લિમિટ ક્રોસ કર્યા બાદ ઈન્ટરનેટની સ્પીડ ઘટીને 40 kbps થઈ જાય છે. 160 દિવસની વેલિડિટીના હિસાબે આ પ્લાનમાં તમને કુલ 360 જીબી ઈન્ટરનેટ વાપરવા મળે છે. આ ઉપરાંત આ પ્લાનમાં અનલિમિટેડ વોઈસ કોલિંગની સુવિધા પણ મળે છે. સાથે જ આ પ્લાનમાં ડેયલી 100 ફ્રી મેસેજની સુવિધા પણ મળે છે.
અન્ય બેનિફિટ્સ
BSNLના આ પ્લાનના અન્ય બેનિફિટ્સની વાત કરીએ તો આ 997 રૂપિયાના રિચાર્જ પર તમને Hardy Games, Challenger Arena Games, Gameon Astrotell, Gameium, Lystn Podocast, Zing Music અને BSNL Tunes પણ ફ્રીમાં યુઝ કરવાની તક મળે છે.
જો તમે પણ BSNL યુઝર છો, અને તમે ઓછી કિંમતે લાંબી વેલિડીટી ધરાવતો પ્લાન જોઈ રહ્યા છો, તો આ પ્લાન તમારા માટે સારો સાબિત થઈ શકે છે. અન્ય ટેલિકોમ કંપનીઓ આ કિંમતે માત્ર 84 દિવસની વેલિડિટી ધરાવતો પ્લાન આપે છે. જ્યારે આ જ કિંમતે BSNL તમને 160 દિવસ સુધી બધી જ સુવિધા પૂરી પાડે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications