Just In
- 676 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 677 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 678 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 679 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Apple Watch Ultra જેવી દેખાતી Boult Crown વૉચ લોન્ચ, જાણો કિંમત
Boultએ ભારતમાં પોતાની નવી ક્રાઉન સ્માર્ટ વૉચ લોન્ચ કરી છે, જે દેખાવમાં અદ્દલ Apple Watch Ultra જેવી જ લાગે છે. Boult Crown સ્માર્ટ વૉચમાં 1.95 ઈંચની એચડી ડિસ્પ્લે, બ્લૂટૂથ કોલિંગ સપોર્ટ, IP67 રેટિંગ છે અને આ બધું જ વ્યાજબી કિંમતે મળે છે. ચાલો વિગતે આ લેટેસ્ટ લોન્ચ થયેલી વૉચના ફીચર્સ, સ્પેસિફિકેશન્સ અને કિંમત જાણી લઈએ.

ભારતમાં આટલી છે Boult Crownની કિંમત
બોલ્ટ ક્રાઉન સ્માર્ટ વૉચ ભારતીય યુઝર્સ માટે 1,499 રૂપિયાની કિંમત પર લોન્ચ કરવામાં આવી છે. આ સ્માર્ટ વૉચ યુઝર્સ કંપનીના સત્તાવાર ઓનલાઈન સ્ટોર અને ઈ કોમર્સ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ પરથી ખરીદી શકે છે. આ સ્માર્ટ વૉચ ચાર જુદા જુદા કલર ઓપ્શનમાં લોન્ચ થઈ છે. જેમાં સવાના ઓરેન્જ, આર્કટિક બ્લૂ, કોરલ યલો અને ફોરેસ્ટ બ્લેક કલર્સ સામેલ છે.
બોલ્ટ ક્રાઉન સ્માર્ટ વૉચમાં 1.95 ઈંચની એચડી સ્ક્રીન આપવામાં આવી છે, જે 150થી વધુ વૉચ ફેસને સપોર્ટ કરે છે. આ સ્માર્ટ વૉચમાં ઈન બિલ્ટ માઈક્રોફોન અને સ્પીકર્સ છે, જે બ્લૂટૂથ કોલિંગ, વોઈસ આસિસ્ટન્ટ અને અન્ય ફીચર્સને સપોર્ટ કરે છે.
આ સ્માર્ટ વૉચ વેલનેસ ફીચર પણ પ્રોવાઈડ કરે છે. જેમ કે, હાર્ટ રેટ પર નજર રાખવી, SpO2 ટ્રેકિંગ અને ઉંઘવાના સમયની ગણતરી, મહિલાઓના પીરિયડ્સનું ટ્રેકિંગ સામેલ છે. આ બોલ્ટ ક્રાઉન સ્માર્ટ વૉચમાં 150 કરતા વધારે સ્પોર્ટસ મોડ, સ્માર્ટ નોટિફિકેશન સપોર્ટ સામેલ છે. સ્પોર્ટ્સ મોડ માટે આ વૉચમાં ડેડિકેટેડ બટન આપવામાં આવ્યું છે. યુઝર્સ આ વૉચમાં અલગ અલગ 8 યુઆઈ પણ પસંદ કરી શકે છે. આ વૉચને IP67 પાણી વિરોધી રેટિંગ મળેલું છે. એટલે કે વૉચ વોટર રેઝિટન્ટ છે.
આ સ્માર્ટ વૉચની એચડી ડિસ્પ્લે 900 નિટ્સની ઉચ્ચતમ બ્રાઈટનેસ પ્રોવાઈડ કરે છે. સ્માર્ટ વૉચમાં રહેલા સ્પીકર અને માઈક્રો ફોનથી સજ્જ છે, જેને કારણે તમે કોઈ પણ મુશ્કેલી વગર બ્લૂટૂથ કોલિંગ પણ કરી શકો છો.
આ ડિવાઈસ બ્લૂટૂથ 5.2ને સપોર્ટ કરે છે, જેના દ્વારા 10 મીટરની રેન્જમાં તમે વૉચ દ્વારા જ ફોન કોલ કરી શકો છો. એટલે કે 10 મીટરમાં તમારો સ્માર્ટ ફોન ભલે ગમે ત્યાં પડ્યો હોય, કૉલ પર વાત કરવા માટે તમારે ફોનની જરૂર નથી.
આ ઉપરાંત બોલ્ટ ક્રાઉનની આ સ્માર્ટ વૉચ ડસ્ટ રેઝિસ્ટન્સ, બિલ્ટ ઈન ગેમ્સ, AI વોઈસ આસિસટન્ટ સપોર્ટ, સ્માર્ટ નોટિફિકેશન અને વોટર ઈનટેક રિમાઈન્ડર તેમજ ફાઈન્ડ માય ફોન જેવા ફીચર્સ સામેલ છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications
