આ રીતે ઓનલાઈન કરો Indane Gas સિલન્ડર બૂક, ફોલો કરો સ્ટેપ્સ

By Gizbot Bureau
|

ઈન્ડિયન ઓઈલ ભારતીય લોકોને રસોઈ ગેસ એટલે કે લિક્વિડ પેટ્રોલિમ ગેસ પૂરો પાડનાર મુખ્ય કંપનીઓમાંની એક છે. આ કંપની ઘરમાં અને વ્યવસાયિક બંને પ્રકારના ઉપયોગ માટે ગેસ સિલિન્ડર પૂરા પાડે છે. ભારતમાં ઘરેલુ વપરાશ માટે 5 કિલોગ્રામ અને 14.2 કિલોગ્રામ એમ બે પ્રકારના ગેસ સિલિન્ડરને મંજૂરી છે.

આ રીતે ઓનલાઈન કરો Indane Gas સિલન્ડર બૂક, ફોલો કરો સ્ટેપ્સ

હવે જ્યારે ઈન્ડિયા ડિજિટલ થઈ રહ્યું છે, ત્યારે ઈન્ડિયન ઓઈલ પોતાના ગ્રાહકોને વેબસાઈટ, એપ્લીકેશન, SMS, વ્હોટ્સ એપ, IVRAS સહિતના માધ્યમો દ્વારા એલપીજી સિલિન્ડર બૂક કરવાની પરવાનગી આપે છે. આ આર્ટિકલમાં અમે તમને એ બધા જ માધ્યમો વિશે વાત કરીશું, જેના દ્વારા તમે સરળતાથી ઓનલાઈન ઈન્ડેન ગેસ સિલિન્ડરનું બુકિંગ કરી શકો છો.

વેબસાઈટ પર જઈને બુક કરો ગેસ સિલિન્ડર

ઈન્ડેનનું ગેસ સિલિન્ડર તમે કંપનીની સત્તાવાર વેબસાઈટ પરથી ઝડપથી બૂક કરી શખાય છે. કોઈ પણ ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને ઈન્ટરનેટ બેન્કિંગ દ્વારા યુઝર્સ આ સિલિન્ડર બુક કરવા માટે પેમેન્ટ કરી શકે છે. જો કે ગેસ સિલિન્ડર બૂક કરતા પહેલા તમારે વેબસાઈટ પર રજિસ્ટ્રેશન કરવું જરૂરી છે. આ માટે તમે નીચે આપેલા સ્ટેપ્સ ફોલો કરી શકો છો.

1. https://cx.indianoil.in/webcenter/portal/LPG/pages_bookyourcylinder સૌથી પહેલા આ લિંક પર ક્લિક કરો અને જમણી બાજુ દેખાતા રજિસ્ટર વિકલ્પ પર ટેપ કરો.

2. હવે અહીં તમારે તમારી વ્યક્તિગત માહિતી જેમ કે નામ, મોબાઈલ નંબર, ઈમેઈલ આઈડી સહિતની માહિતી ભરવાની રહેશે.

3. એકવાર તમે માહિતી ભરી દેશો પછી નેક્સ્ટ પર ક્લિક કરો અને વેબસાઈટ પર રજિસ્ટ્રેશન માટે ઓનલાઈન આવતી સૂચનાઓ મુજબ આગળ વધો.

4. એકવાર તમે જ્યારે વેબસાઈટ પર રજિસ્ટ્રેશન કરી લો છો, ત્યાર બાદ તમે વેબસાઈટ પર લોગ ઈન કરી શકો છો.

5. હવે તમે વેબસાઈટ પરથી ગેસ સિલિન્ડર બૂક કરવા માટે ફોર્મ ભરી શકો છો. ફોર્મ સબમિટ થયા બાદ આ માહિતી તમારા વિતરણકર્તાને મોકલવામાં આવશે, અને તમે વેબસાઈટ પરથી ગેસ સિલિન્ડરની સ્થિતિ ટ્રેક પણ કરી શકો છો.

મોબાઈલ એપ્લિકેશનથી આ રીતે બુક કરો ગેસ સિલિન્ડર


ગ્રાહકો પોતાના એન્ડ્રોઈડ અથવા iOS ડિવાઈસ પરથી ગેસ સિલિન્ડર બૂક કરવા માટે ઈન્ડિયન ઓઈલ વન એપ્લીકેશન ડાઉનલોડ કરી શકે છે. આ માટે તમારે નીચે આપેલા સ્ટેપ્સ ફોલો કરવાના છે.

1. ગૂગલ પ્લે સ્ટોર અથવા તો એપલ એપ સ્ટોર પર જઈને Indian Oil One એપ્લીકેશન ડાઉનલોડ કરો.

2. આ એપ્લીકેશન ઈન્સ્ટોલ થઈ જાય, ત્યાર બાદ એપ્લીકેશન ખોલીને સિલિન્ડર બૂકિંગ માટે રિજ્સ્ટ્રેશન કરો. આ માટે ઓનસ્ક્રીન મળતી સૂચનાઓ મુજબ આગળ વધો.

3. ઓર્ડર સિલિન્ડર વિકલ્પ પર ક્લિક કરો અને જરૂરી માહિતી ભરો. બાદમાં ઓર્ડર નાવ પર ક્લિક કરો અને ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ કે ઈન્ટરનેટ બેન્કિંગ દ્વારા પેમેન્ટ કરો.

4. બસ તમારું ગેસ સિલિન્ડર બૂક થઈ ગયું.

વ્હોટ્સ એપ દ્વારા બુક કરો ગેસ સિલિન્ડર

ઈન્ડિયન ઓઈલ તમને વ્હોટ્સ એપ દ્વારા પણ ગેસ સિલિન્ડર બુક કરવાનો વિકલ્પ આપે છે. જો કે આ માટે તમારો વ્હોટ્સ એપ નંબર કંપની પાસે રજિસ્ટર હોવો જરૂરી છે. આ રીતે વ્હોટ્સ એપ દ્વારા તમે એલીપીજી સિલિન્ડર બુક કરી શકો છો.

1. તમાર એન્ડ્રોઈડ અથવા iOS સ્માર્ટફોનમાં 75888 88824 પર સેવ કરો.

2. વ્હોટ્સ એપ એપ્લીકેશન ઓપન કરો અને આ નંબરનું ચેટ બોક્સ ઓપન કરો.

3. ચેટ બોક્સ ઓપન થયા બાદ તેમાં REFILL ટાઈપ કરો, અને સેન્ડ પર ક્લિક કરો.

4. આટલું કરતા જ વ્હોટ્સ એપ દ્વારા તમે ગેસ સિલિન્ડર બુક કરી શકો છો.

રસપ્રદ વાત એ છે કે તમે તમારા બુકિંગનું સ્ટેટસ પણ જાણી શકો છો. તમારે તમારા બુકિંગનું સ્ટેટસ જાણવા માટે આજ નંબર પર STATUS# પર મોકલો. બસ, તમારું કામ થઈ જશે.

Best Mobiles in India

Read more about:
English summary
Book Indane Gas Cylinder Online via WhatsApp Application and Website

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X