Just In
boat Xtend ટૉક સ્માર્ટવૉચ ભારતમાં થઈ લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ
Boat કંપનીએ ભારતમાં એક નવી સ્માર્ટવૉચ લોન્ચ કરી છે. આ સ્માર્ટવૉચના ફીચર્સની વાત કરીએ તો તેમાં બ્લૂટૂથ કોલિંગ, એલેક્સા સપોર્ટ છે. સાથે જ આ સ્માર્ટ વૉચને IP68 રેટિંગ આપવામાં આવ્યું છે. બોટની આ નવી વૉચ તમને જુદા જુદા ત્રણ કલરમાં મળી રહેશે. સાથે જ આ બજેટ સ્માર્ટ વૉચમમાં તમને 2.5ડી કર્વ્ડ સ્ક્રીન મળશે. સૌથી રસપ્રદ અને આકર્ષક વાત એ છે કે આ વૉચની કિંમત રૂપિયા 3,000ની અંદર છે.

કિંમત છે આટલી
boat Xtend Talkની શરૂઆતની કિંમત રૂપિયા 2,999 રાખવામાં આવી છે. તમે આ નવી લોન્ચ થયેલી સ્માર્ચ વૉચ Amazon અથવા Flipkart પરથી ખરીદી શકો છો. આ ઉપરાંત બીજા કેટલાક ઈ કોમર્સ પ્લેટફોર્મ પર પણ આ સ્માર્ચ વૉચ ઉપલબદ્ધ છે.
સ્માર્ટ વૉચના સ્પેસિફિકેશન્સ
તમને જણાવી દઈએ કે boAtની સ્માર્ટ વૉચમાં હાર્ટ રેટ સેન્સર, SpO2 મોનિટર, VO2 મેક્સ મોનિટર જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. સાથે જ અન્ય સ્માર્ટ વૉચની જેમ આ વૉચ તમારા સ્ટેપ્સ, કેલરી પણ ટ્રેક કરી શકે છે.
60થી વધુ સ્પોર્ટ્સ મોડ
આ ડિવાઈસમાં 60+ સ્પોર્ટ્સ મોડ છે. આ ઉપરાંત તેમાં તમને ઓટો વર્કઆઉટ ડિટેક્શન ફીચર પણ મળે છે. કંપનીનો દાવો છે કે એક યુઝર જો સામાન્ય વપરાશ કરે તો આ વૉટ 10 દિવસ સુધી એક જ ચાર્જિંગમાં ચાલી શકે છે. જો તમે તેની સાથે બ્લૂટૂથ કોલિંગ અનેબલ કરશો તો તેની બેટરી લાઈફ 2 દિવસ સુધીની થઈ શકે છે.
HD રિઝોલ્યુશનની ડિસ્પ્લે
boat Xtend ટૉક વોચમાં IP68 રેટિંગનો સપોર્ટ છે. કંપનીનો દાવો છે કે આ સ્માર્ટ વૉચમાં 150થી વધારે વૉચ ફેસનો સપોર્ટ છે. બેટરીની વાત કરીએ તો આ નવી લોન્ચ થયેલી સ્માર્ટ વૉચમાં 300 mAhની બેટરી છે, જ્યારે 1.69 ઈંચની ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ડિસ્પ્લે એચડી રિઝોલ્યુશન પર કામ કરે છે.
ચર્ચામાં રહે છે boAtની સ્માર્ટ વૉચ
તમને જણાવી દઈએ કે boat પોતાની સ્માર્ટ વૉચને લઈ હંમેશા ચર્ચામાં રહે છે. ભારતીયોને ખાસ કરીને બોટની બધી જ પ્રોડક્ટ્સ ગમે છે. આ ઉપરાંત અહીં ભારતીયોને ગમતી સૌથી મોટી વાત એ છે કે બોટની બધી જ પ્રોડક્ટ્સ બજેટમાં વ્યાજબી ભાવે મળી રહે છે. આ પહેલા પણ બોટ પોતાની કેટલીક સ્માર્ટ વોચ લોન્ચ કરી ચૂક્યુ છે, જેને યુઝર્સનો સારો ફીડબેક મળ્યો છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470