Just In
- 676 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 677 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 678 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 678 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Bluetooth વાપરો છો, તો આ જોખમો અંગે જાણી લેજો, નુક્સાનથી બચી જશો
ટેક્નોલોજી રોજે રોજ અપડેટ થઈ રહી છે. આવી સ્થિતિમાં રોજ નવા ગેજેટ અને ડિવાઈસ આવી રહ્યા છે. બ્લૂટૂથ ડિવાઈસ પણ તેમાંના જ એક છે, જેનો ઉપયોગ મોટા ભાગના લોકો કરે છે. આજના ઈન્ટરકનેક્ટેડ વિશ્વમાં બ્લૂટૂથ ટેક્નોલોજી ડિવાઈસને વાયરલેસ રીતે ફોન સાથે કનેક્ટ કરવામાં આવે છે.
આ ડિવાઈસની મદદતી સ્માર્ટફોન, લેપટોપથી લઈને સ્માર્ટ વૉચ અને ટેક્નોલોજી ડિવાઈસ કનેક્ટ કરી શકાય છે. ભલે આ બ્લૂટૂથ હેડફોન્સ તમને સુવિધા લાગતા હોય, પરંતુ તેનાથી તમારી સુરક્ષા જોખમાઈ શકે છે. એટલે તમારે આ ડિવાઈસના જોખમ સમજીને ડિવાઈસને સુરક્ષિત રાખવા જરૂરી છે.

બ્લૂજેકિંગ
સૌથી પહેલા બ્લૂજેકિંગની વાત કરીએ તો આ એક પ્રકારનો સાઈબર એટેક્સ છે, જેનાથી સ્કેમર્સ બ્લૂટૂથ અનેબલ્ડ ડિવાઈસમાં બિનજરૂરી મેસેજ કે ફાઈલ્સ મોકલે છે. સ્કેમર્સ તેનાથી તમારો ડેટા ચોરી કરી શકે છે, અને તમારા પૈસા પણ પડાવી શકે છે.
બ્લૂસ્નાર્ફિંગ
બ્લૂસ્નાર્ફિંગમાં બ્લૂટૂથ અનેબલ્ડ ડિવાઈસનો ડેટા, જેમ કે કોન્ટેક્ટ્સ, મેસેજ કે મલ્ટી મીડિયા ફાઈલ્સનું એક્સેસ હેકર્સ મેળવી શકે છે. સ્કેમર્સ આ પ્રકારનો ડેટા ચોરવા માટે બ્લૂટૂથ પ્રોટોકોલમાં રહેલા લૂપ હોલ્સનો ફાયદો ઉઠાવે છે.
બ્લૂબગિંગ
બ્લૂબગિંગ હુમલામાં હેકર્સ બ્લૂટૂથ અનેબલ્ડ ડિવાઈસ પર પૂરેપૂરો કંટ્રોલ મેળવી શકે છે. એટલે સુધી કે તે તમારા ડિવાઈસમાં તમારી પરમિશન વગર કોલ કરી શકે છે, મેસેજ મોકલી શકે છે અને તમારા બધા જ ડેટાને સાવ સરળતાથી એક્સેસ પણ કરી શકે છે.
ડિનાયલ ઓફ સર્વિસ
બ્લૂટૂથ અબલ્ડ ડિવાઈસ ડિનાયલ ઓફ સર્વિસ પ્રકારના હુમલા માટે ખૂબ જ ઈઝી ટાર્ગેટ છે. આ પ્રકારના હુમલામાં હેકર્સ વધુ પડતા કનેક્શન રિક્વેસ્ટ મોકલી અથવા તો બેકાર ડેટા દ્વારા તમારા ડિવાઈસને ફૂલ કરી દે છે, જેનાથી તમે જ્યારે ડિવાઈસનો ઉપયોગ કરો છો, ત્યારે તેમાં સમસ્યા આવે છે. ઘણી વાર તમારી સિસ્ટમ ક્રેશ પણ થઈ શકે છે.
આ બધાથી જ સાવચેત રહેવા માટે સૌથી પહેલા એ જરૂરી છે કે તમારા બ્લૂટૂથને કોઈ પણ અજાણ્યા બ્લૂટૂથ સાથે કનેક્ટ ન કરો. તમારા બ્લૂટૂથને કામ સિવાય ઓન ન છોડી દો. સાથે જ તમારા ફોન પર આવતી કોઈ પણ પ્રકારની અજાણી લિંક પર ક્લિક ન કરો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications
