Bluetooth રાખો છો ચાલુ, તમારો ફોન થઈ શકે છે હેક

By Gizbot Bureau
|

હજી પણ સ્માર્ટફોનમાં બ્યૂટૂથ આપવામાં આવે છે. સ્માર્ટ વૉચથી લઈને ઈયરબડ્ઝ સુધીના સંખ્યાબંધ ડિવાઈસ બ્લૂટૂથ સાથે કનેક્ટ થાય છે, જેને કારણે બ્લૂટૂથનો ઉપયોગ યથાવત્ છે. ઘણીવાર એવું થાય છે કે બ્લૂટૂથ આપણે ચાલુ મૂકી દઈએ છે. આ દરમિયાન કોઈ પણ વ્યક્તિ તમારા બ્લૂટૂથ સાથે કનેક્ટ થઈ શકે છે. હેકર્સ આવી સ્થિતિનો ફાયદો ઉઠાવે છે. હેકર્સ ચાલુ બ્લૂટૂથ દ્વારા તમારા ડિવાઈસને હેક કરીને તમારો ડેટા ચોરી કરી શકે છે. એટેલ કે પ્રાઈવસીની દ્રષ્ટિએ આ બ્લૂટૂથ ચાલુ છોડી દેવું તમારા માટે ખતરનાક સાબિત થઈ શકે છે.

Bluetooth રાખો છો ચાલુ, તમારો ફોન થઈ શકે છે હેક

જો તમે બ્લૂટૂથ ચાલુ રાખો છો, અને તેનો ઉપયોગ ડિવાઈસ પેરિંગ માટે કરો છો, તો તમારે સાવચેત રહેવાની જરૂર છે. આ પ્રકારના હેકિંગથી બચવા માટે તમારે પહેલા બ્લૂબગિંગ વિશે જાણવું પડશે. આ બ્લૂબગિંગ દ્વારા જ હેકર્સ તમારું ડિવાઈસ હેક કરી શકે છે.

જો કે માત્ર બ્લૂબગિંગ જ નહીં હેકર્સ બ્લૂસ્નર્ફિંગ અને બ્લૂજેકિંગનો ઉપયોગ કરીને હેકર્સ યુઝરના ડેટાને એક્સેસ કરી શકે છે. અમે આ આર્ટિકલમાં તમને પહેલા બ્લૂબગિંગ વિશે જણાવીશું, સાથે જ તમને તેનાથી બચવાના સ્ટેપ્સ પણ જણાવીશું.

શું છે બ્લૂબગિંગ?

બ્લૂબગિંગનો હુમલો ખૂબ જ ખતરનાક હોય છે. હેકર્સ વિક્ટિમના ડિવાઈસને એક્સેસ કરીને તેમાંથી કન્ટેન્ટ મેળવી લે છે. આ માટે હેકર્સ બ્લૂટૂથ કનેક્શનનો ઉપયોગ કરે છે. કનેક્શનને ઓલ્ટ કરીને યુઝરનો પાસવર્ડ સહિતની અંગત માહિતી ચોરી લે છે.

આ માટે હેકર્સ સૌથી પહેલા વિક્ટિમના ડિવાઈસમાં માલવેર ઈન્સ્ટોલ કરે છે. જેથી ભવિષ્યમાં ગમે ત્યારે તેઓ યુઝરના ડિવાઈસને એક્સેસ કરી શકે. આ માલવેર દ્વારા જ યુઝરની જાસૂસી કરવામાં આવે છે. આ હુમલો એટલો ખતરનાક હોય છે કે હેકર્સ તમારા ફોન પર થતી વાતચીત પણ સાંભળી શકે છે. આ ઉપરાંત તેઓ તમારા ફોનમાં આવતા મેસેજ પણ વાંચે છે. યુઝરને જાણ પણ નથી થતી કે તે બ્લૂબગિંગનો શિકાર બની ચૂક્યા છે.

આ રીતે રહો સેફ

બ્લૂટૂથ દ્વારા એટેક કરવા માટે તમારો ફોન હેકરની રેન્જમં હોવો જરૂરી છે. એટલે કે આવા સાઈબર એટેકે મોટા ભાગે પબ્લિક પ્લેસમાં થાય છે. આ એટેકની લિમિટેશન છે, પરંતુ તેમ છતાંય જો તમે એટેકના શિકાર બનો તો તમને નુક્સાન પહોંચવાની શક્યતા તો વધારે જ છે.

ક્યારેય કોઈ પણ અજાણ્યા બ્લૂટૂથનું પેરિંગ એક્સેપ્ટ ન કરો અને કામ ન હોય, ત્યારે બ્લૂટૂથ ડિવાઈસ બંધ કરી દો. હેકર્સ આ પ્રકારના હેકિંગ માટે સોફ્ટવેરની ખામીનો ફાયદો ઉઠાવે છે. એટલે તમારા ડિવાઈસના સોફ્ટવેરને સતત અપડેટ કરતા રહો.

જો તમારા ડિવાઈસનું બ્લૂટૂથ ડિસ્કવરેબલ છે, તો તેને ઓફ કરી દો. જો તમે તમારા મોબાઈલને ઓડિયો સ્પીકર, ઈયરબડ્ઝ જેવા બ્લૂટૂથ ડિવાઈસ સાથે કનેક્ટ કરી રહ્યા છો તો ઘરની અંદર અથવા પ્રાઈવેટ સ્પેસનો ઉપયોગ કરો. ભીડ-ભાડ વાળી જગ્યા પર હેકર્સ તમને સરળતાથી ટાર્ગેટ બનાવી શકે છે.

Best Mobiles in India

Read more about:
English summary
Blue Bugging How Hakcers Use Your Bluetooth Enabled Device To Steal Data

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X