Just In
બ્લુ કરલ નું આધાર કાર્ડ શું છે? અને તમે તેને કઈ રીતે મેળવી શકો છો
બ્લુ આધાર કાર્ડ નામ ની પણ એક વસ્તુ છે. ભારત ની અંદર આધાર કાર્ડ એ એક ખુબ જ અગત્ય નું ડોક્યુમનેટ બની જાય છે. તમને જે યુનિક આઇડેન્ટિફિકેશન ઓથટોરીટી ઓફ ઇન્ડિયા દ્વારા જે 12 આંકડા નો યુનિક નંબર આપવા માં આવેલ છે તે તમારી બાયોમેટ્રિક અને ડેમોગ્રાફિક ઇન્ફોર્મેશન રાખે છે. જેથી આ ડોક્યુમેન્ટ ને અલગ અલગ જગ્યા પર એડ્રેસ પ્રુફ તરીકે સ્વીકારવા માં આવે છે.

પણ શું તમને ખબર છે કે ભારત ની અંદર બે પ્રકાર ના આધાર કાર્ડ આપવા માં આવે છે. પ્રથમ જે છે તે રેગ્યુલર આધાર કાર્ડ છે જેને બધા જ લોકો માટે ઇસ્યુ કરવા માં આવે છે. જેને એડલ્ટ માટે ઇસ્યુ કરવા માં આવે છે અને તે સફેદ કાગળ પર આપવા માં આવે છે. અને બીજા આધાર કાર્ડ ને બાળકો માટે ઇસ્યુ કરવા માં આવે છે જેને બાળ આધાર તરીકે ઓળખવા માં આવે છે. અને તેને બ્લુ કલર ની અંદર આપવા માં આવે છે. નવા જન્મેલા બાળક માટે માતા પિતા દ્વારા બાળ આધાર કાર્ડ માટે એપ્લાય કરી શકાય છે.
બાળ આધાર ને યૂઆઇડીએઆઈ દ્વારા વર્ષ 2018 ની અંદર 5 વર્ષ અથવા તેના થી નાની ઉંમર વાળા બાળકો માટે લોન્ચ કરવા માં આવ્યું હતું.
એડલ્ટ ના આધાર કાર્ડ ની અંદર તેમના બાયોમેટ્રિક ડેટા જેમ કે તેમના ફિંગર પ્રિન્ટ અને આઈરિસ સ્કેન કરવા માં આવે છે. જયારે બાળ આધાર ની અંદર બાળકો ના બાયોમેટ્રિક ડેટા ને લેવા માં આવતા નથી. અને બાળ આધાર મેળવવા માટે તમારે માત્ર તે બાળક નું બર્થ સકર્ટિફિકેટ, અને માતા પિતા માંથી કોઈ પણ એક વ્યક્તિ ના આધાર કાર્ડ ની જરૂર પડે છે. અને બાળ આધાર કાર્ડ ને માતા પિતા માંથી કોઈ પણ એક ના આધાર ની સાથે જોડવા માં આવે છે.
અને જયારે બાળક 5 વર્ષ કરતા મોટું થાય જાય છે ત્યાર પછી બાળ આધાર વેલીડ રહેતું નથી અને તે બાળક ના બાયોમેટ્રિક ડેટા ને અપડેટ કરવા ની જરૂર પડે છે. અને ત્યાર પછી તે બાળક માટે રેગ્યુલર આધાર કાર્ડ ઇસ્યુ કરવા માં આવે છે.
બાળ આધાર કાર્ડ મેળવવા માટે ની સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ અહીં આપવા માં આવેલ છે.
- એનરોલમેન્ટ સેન્ટર ની મુલાકાત લઇ અને એનરોલમેન્ટ ફોર્મ ભરો.
- ત્યાર પછી બાળક નુંબર્થ સર્ટિફિકેટ અને માતા પિતા માંથી કોઈ પણ એક વ્યક્તિ ના આધાર નંબર ની સાથે મોબાઈલ નંબર પણ આપવા નો રહેશે.
- ત્યાર પછી તે બાળક નો એક ફોટો પાડવા માં આવશે.
- અને ત્યાર પછી તે બાળક ના આધાર નંબર ને માતા પિતા માંથી કોઈ પણ એક વ્યક્તિ ના આધાર કાર્ડ ની સાથે લિંક કરી દેવા માં આવશે.
- કન્ફોર્મેશન પછી તમારે એક્નોલેજમેન્ટ સ્લીપ ને કલેક્ટ કરવા ની રહેશે.
એક વખત રજીસ્ટ્રેશન પ્રોસેસ અને વેરિફિકેશન પ્રોસેસ પુરી થઇ જશે ત્યાર પછી તમને તમારા રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક એસએમએસ પણ મોકલી દેવા માં આવશે અને 60 દિવસ ની અંદર બાળ આધાર ને ઇસ્યુ કરી દેવા માં આવશે.
એપોઇન્ટમેન્ટ ને ઓનલાઇન કરી રીતે બુક કરવી?
યુઆઈડીએઆઈ દ્વારા જણાવવા માં આવેલ છે કે એક વખત જયારે બાળ આધાર ઈનવેલીડ બની જાય છે ત્યાર પછી માતા પિતા દ્વારા તે બાળક ના બાયોમેટ્રિક ડેટા ને અપડેટ કરવા જરૂરી છે. 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકને વાદળી #બાળઆધાર મળે છે અને જ્યારે બાળક 5 વર્ષની ઉંમરે પહોંચે ત્યારે તે અમાન્ય બને છે, તેને ફરીથી સક્રિય કરવા માટે ફરજિયાત બાયોમેટ્રિક અપડેટ જરૂરી છે, તેવું એક ટવીટ ની અંદર જણાવવા માં આવ્યું હતું.
માતાપિતા યુઆઈડીએઆઈ ની સત્તાવાર વેબસાઇટ પર જઈને તેમના બાળકોના આધાર કાર્ડ માટે બાયોમેટ્રિક ડેટા અપડેટ કરવા માટે એપોઇન્ટમેન્ટ બુક કરી શકે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470