Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
22000 mAh બેટરીવાળું ટેબ્લેટ લોન્ચ, 2 મહિના સુધી નહીં કરવું પડે ચાર્જ
ટેક માર્કેટમાં એક જબરજસ્ત આશ્ચર્યજનક પ્રોડક્ટ લોન્ચ થઈ છે. આ પ્રોડક્ટ એક એવું ટેબ્લેટ છે, જેને 2 મહિના સુધી ચાર્જ કરવાની જરૂર નથી. Blackview નામની કંપનીએ Blackview Active 8 Pro નામનું ટેબ્લેટ લોન્ચ કર્યું છે, જેમાં 22000 mAhની બેટરી છે. આ કંપનીએ માર્ચ મહિનામાં પણ Blackview Tab 16 નામથી ટેબ્લેટ લોન્ચ કર્યું હતું. 22 હજાર mAhની બેટરી ધરાવતા આ નવા ટેબની ખૂબી એ છે કે તે એક પડવા, પછડાવાથી તૂટતું નથી. અને મુશ્કેલ સ્થિતિમાં પણ સમૂથ ફંક્શન કરે છે.

Blackview Active 8 Proની કિંમત અને અવેઈલિબિલીટી
Blackview Active 8 Pro 10થી 14 જુલાઈ સુધી પ્રમોશનલ પીરિયડમાં રહેશે. આ સમયગાળા દરમિયાન યુઝર્સ તેને માત્ર 239,99 ડૉલર એટલે કે 19,961 રૂપિયાની કિંમતે જ ખરીદી શક્શે. કંપની હાલ તો વર્લ્ડવાઈડ શિપિંગનો દાવો કરે છે, પરંતુ જ્યારે અમે Blackview Active 8 Proની લિંક પર ક્લિક કરી ત્યારે અલી એક્સપ્રેસ પર તેની કિંમત 33,669 રૂપિયા દર્શાવવામાં આવી. કંપનીનો તો એ પણ દાવો છે કે તેઓ પોતાના પહેલા 200 કસ્ટમર્સને બ્લૂટૂથ કી બોર્ડ ફ્રી આપશે.
Blackview Active 8 Proના સ્પેસિફઇકેશન્સ
Blackview Active 8 Proમાં 10.36 ઈંચનીં 2.4K IPS ડિસ્પ્લે છે, જેમાં 2000*1200 પિક્સલનું રિઝોલ્યુશન મળે છે. આ ટેબમાં હર્મન કાર્ડનની ક્વોડ સ્પીકર સિસ્ટમ આપવામાં આવી છે. આ ટેબની બંને બાજુ સ્પીકર આપવામાં આવ્યા છે, જેથી સારો સાઉન્ડ મળે.
Blackview Active 8 Proમાં મીડિયાટેક હીલિયો G99 પ્રોસેસર છે. તે 8 જીબી રેમ અને 256 જીબી ઈન્ટરનલ સ્ટોરેજનો સપોર્ટ છે. આ સ્ટોરેજને એસડી કાર્ડ દ્વારા 1 ટીબી સુધી વધારી શકાય છે. આ ઉપરાંત Blackview Active 8 Proને વાઈફાઈની સાથે સાતે 4જી સિમકાર્ડથી પણ કનેક્ટ કરી શકાય છે. કંપની Blackview Active 8 Proમાં ઓટીજી, NFC ઉપરાંત FM રેડિયો પમ આપી રહી છે, જે સામાન્ય રીતે ટેબ્લેટમાં જોવા નથી મળતો.
Blackview Active 8 Proમાં 48 મેગાપિક્સલનો કેમેરા આપવામાં આવ્યો છે, જે ઓટોફોકસ ફીચરથી સજ્જ છે. આગળ જણાવ્યું તે પ્રમાણે આ ટેબ્લેટમાં 22000 mAhની બેટરી છે, જે 33 વોલ્ટના ચાર્જરથી ચાર્જ થાય છે. કંપનીનો દાવો છે કે આ ટરી 1,440 કલાકનો સ્ટેન્ડબાય ટાઈમ આપે છે. જે 60 દિવસ એટલે કે 2 મહિના જેટલો છે.
Blackview Active 8 Pro એક રગડ ટેબ્લેટ છે. તેને IP68/IP69K રેટિંગ ઉપરાંત MIL-STD-810 H સર્ટિફિકેશન પણ મળ્યું છે. MIL-STD-810 Hનો અર્થ થાય છે કે આ ટેબ્લેટ ગમે તેવી વિષમ પરિસ્થિતિમાં પણ સરળતાથી કામ કરે છે. પાણી અને ધૂળ તેને કોઈ નુક્સાન નથી પહોંચાડી શક્તા.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications